પાકિસ્તાન બન્યું મજાકનું પાત્ર, પાક. પોલીસે ગધેડાને કર્યો ગિરફ્તાર, કારણ જાણી તમે પણ હસી પડશો.

પાકિસ્તાનથી એક એવી ખબર સામે આવી છે, જેના કારણે પાકિસ્તાન સોશિયલ મીડિયા પર મજાકને પાત્ર બની ગયું છે. તે ખબર કંઈક એવી છે કે, કોરોના વાયરસના કહેરથી લડી રહેલા એક ગધેડાને પકડી લેવામાં આવ્યો છે. એટલે કે ગિરફ્તાર કરવામાં આવ્યો છે. જી હા, મિત્રો જાણીને તમને આશ્વર્ય થયું હશે, પરંતુ આ સત્ય ઘટના છે. તે ગધેડા પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે જુગાર રમી રહ્યો હતો. એટલે કે ગધેડો જુગાર રમી રહ્યો હતો.

પરંતુ આશ્વર્યની વાત તો એ છે કે, પાકિસ્તાન પોલીસે આ ગધેડા પર એફઆઈઆર પણ દર્જ કરી છે. આ ખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. અને જ્યારે આ ખબર લોકો સામે આવો ત્યારે પાકિસ્તાની હુકુમતને સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ખુબ જ ટ્રોલ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં પંજાબ પ્રાંત આવેલ છે, ત્યાં રહીમ યાર ખાન વિસ્તારમાં શનિવારના રોજ પાકિસ્તાન પોલીસ દ્વારા આ ગધેડાને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. ગધેડાની સાથે આઠ અન્ય શંકાસ્પદ લોકોને પણ ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. તેમજ આ ગધેડાનું નામ એફઆઈઆર માં પણ દર્જ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પંજાબ પ્રાંત પોલીસ દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી અને આ ગધેડાને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો.

રહીમ યાર ખાન વિસ્તારના SHO ના જણાવ્યા અનુસાર અન્ય શંકાસ્પદ લોકોની સાથે આ ગધેડાનું નામ પણ એફઆઈઆરમાં દર્જ કરવામાં આવ્યું છે. આરોપી ગધેડાને પોલીસ સ્ટેશનની બહાર બાંધીને રાખવામાં આવ્યો છે. પોલીસે શંકાસ્પદ જુગારીઓનેપકડ્યા અને તેની પાસેથી 1.20 લાખ રૂપિયા પણ એક લાખ 20 હજાર રૂપિયા પણ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ જુગારીઓ ગધેડાની દોડમાં પૈસા લગાવી રહ્યા હતા.

આ ઘટના જોઇને સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં સ્પષ્ટ મજાક ઉડાવવામાં આવી છે. તો ચાલો જાણીએ કે શું કહ્યું છે સોશિયલ મીડિયા યુઝર્સે. ટ્વિટર પર ઘણા યુઝર્સે લખે છે કે, વાહ શું વાત છે….. આ ગધેડો તો ખુબ જ સ્માર્ટ છે. તો ઘણા યુઝેસ એવું પણ લખે છે કે, જો આ રીતે જ પાકિસ્તાનની પોલીસ ગધેડાને ગિરફ્તાર કરતી રહેશે, તો તેનો જીડીપી ઠપ્પ થઈ જશે.

તો એક યુઝરે લખ્યું કે, આ વખતે બિચારો ગધેડો ચીન જવા માટે…. હું આશા કરું છું કે તે એક સારા કામ માટે હશે જેમ કે પીપીઈ સુટ વેન્ટીલેટર વગેરે. તો એક યુઝરે ખુબ જ મજાક ઉડાવી છે કે, હવે ગધેડાની ગિરફ્તારી થઈ ગઈ, દેશ કોણ ચલાવશે.

આ ખબરને લઈને પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઈ રહ્યું છે, લોકો ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. કેમ કે પાકિસ્તાન આખી દુનિયામાં ગધેડાના સૌથી મોટા નિકાસકાર છે. જો કે ઘણી વાર પાકિસ્તાન મજાકનું પાત્ર બનતું હોય છે, તેવી રીતે આ વખતે પણ બની ગયું છે.

Leave a Comment