બિહારની આ ફેમસ કેરી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે મોકલવામાં આવી, શું છે આ કેરીની ખાસિયત?

હવે ધીમે ધીમે ચોમાસાનું શરૂઆત થઈ છે ત્યારે કેરીની સિઝન પૂરી થવા આવી છે. લગભગ લોકો ઉનાળામાં કેરીનો ભરપુર આનંદ લેતા હોય છે. કેમ કે ખુબ જ ઓછા લોકો હોય છે જેને કેરીનો સ્વાદ પસંદ ન હોય. કેમ કે દરેક વ્યક્તિને કેરીનો ટેસ્ટ ખુબ જ પસંદ હોય છે. તો બિહારમાં એક કેરી ખુબ જ ફેમસ છે. તે આપણા દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહીત કેન્દ્રિયમંત્રીઓ માટે મોકલવામાં આવી છે. તો આજે આ લેખમાં અમે તમને એ કરી વિશે જાણકારી આપશું અને જણાવશું તેની વિશેષતાઓ. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

આપણે ત્યાં સૌરાષ્ટ્રની કેસર કેરી આખા વિશ્વમાં વખણાય છે, તેવી રીતે બિહારની પ્રસિદ્ધ જર્દાલુ કેરી વખણાય છે. તો જર્દાલુ કેરી દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મોકલવામાં આવી છે. આ વખતે તેમને આ ભેટ મોકલવામાં થોડું મોડું થયું છે, પરંતુ બિહાર સરકારે અનલોક 1.0 માં ટ્રેનોનું પરિચાલન શરૂ થતાની સાથે જ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત કેન્દ્રિય મંત્રીઓને પણ બિહારની સુપ્રસિદ્ધ જર્દાલુ કેરી મોકલી છે.

આ વિશે બિહારના કૃષિ મંત્રી પ્રેમ કુમારે જણાવ્યું છે કે, દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય મંત્રીઓને ભાગલપુરની ખુબ જ ફેમસ જર્દાલુ કેરી મોકલવામાં આવી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે, જર્દાલુ કેરીના કુલ 1550 પેકેટ પેક કરને બ્રહ્મપુત્ર મેલ ટ્રેન દ્વારા દિલ્લી મોકલવામાં આવ્યા છે.

જર્દાલુ કેરી વિશે જણાવતા બિહારના કૃષિ મંત્રી પ્રેમ કુમાર જણાવે છે કે, આ કેરી સૌથી પહેલા દિલ્લીમાં આવેલ બિહાર ભવનમાં જશે. ત્યાર બાદ ત્યાંથી અલગ અલગ વિશેષ લોકો માટે મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું કે, તૈયાર કરવામાં આવેલ કેરીના પેકેટમાં માત્ર કેરી જ નહિ, પરંતુ કેરીની ખાસિયત દર્શાવતો એક પત્ર પણ હશે. તે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જર્દાલુ કેરીમાં માત્ર સ્વાદ જ ઉત્તમ નથી, પરંતુ તેની ઘણી બધી અન્ય વિશેષતાઓ પણ છે. આ કેરીમાં ફાયબર વધુ પ્રમાણમાં હોય છે, જે પેટ માટે ખુબ જ ઉત્તમ હોય છે.

કૃષિ મંત્રી જણાવે છે કે, જર્દાલુ કેરીને JI (જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન) નું ટેગ પણ મળી ગયું છે અને આંતરરાષ્ટ્રીય ઓળખ પણ મળી ગઈ છે. આ ટેગ મળવાથી બિહારની બહાર કોઈ પણ આ કેરીને ઉગાડનાર પોતાની છે તેવો દાવો ન કરી શકે. તે બિહારની જ પેદાશ રહે છે. આ સિવાય શાહી લીચી, મગહી પાન અને ભાગલપુરની કતરની ચાવલને પણ JI ટેગ મળી ચુક્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીના “લોકલ ફોર વોકલ”ના મંત્રનું પાલન કરતા જર્દાલુ કેરીને આંતરરાષ્ટ્રીય બ્રાંડ બનાવવી છે. JI ટેગ મળવાથી જર્દાલુ કેરી બિહારની ધરોહર બની ગઈ છે.

Leave a Comment