તમારી આ વાતો ક્યારેય પણ કોઈને ન જણાવો….. નહિતો સર્જાઈ શકે છે તમારા માટે મુશ્કેલી.

તમારી આ વાતો ક્યારેય પણ કોઈને ન જણાવો….. નહિ સર્જાઈ શકે છે તમારા માટે મુશ્કેલીઓ……

મિત્રો માણસની પ્રકૃતિ હોય છે કે તે પોતાની વાતો અન્ય લોકોને પણ જણાવતો હોય છે. પરંતુ આપણી અમુક વાતો એવી પણ હોય છે જેને આપણે ક્યારેય કોઈની સામે ન લાવવી જોઈએ. આ વાતો જો કોઈની સામે ન આવે તો સૌથી વધારે ઉત્તમ ગણાય છે. આજે અમે આ લેખમાં શુક્ર નીતિ પર આધારિત અમુક એવી વાતો જણાવશું કે જે તમારે જીવનમાં હંમેશા ગુપ્ત રાખવી જોઈએ. તો ચાલો જાણીએ તે વાતો વિશે, જો કોઇપણ વ્યક્તિને ક્યારેય પણ ન કહેવી જોઈએ.

સૌથી પહેલા છે દેખાવો કરતું માન કોઈને ન આપવું જોઈએ. મિત્રો ઘણા લોકો માત્ર દેખાવો કરવા માટે જ કોઈને માન સમ્માન આપતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ રીતનો વ્યવહાર કરનાર વ્યક્તિ નફરતને પાત્ર બને છે. તેથી ક્યારેય પણ કોઈ વ્યક્તિને ખાલી ખોટું દેખાવ પુરતું માન સમ્માન ન જતાવવું જોઈએ.

ત્યાર બાદ છે અપમાનની વાત. મિત્રો શુક્ર નીતિ અનુસાર આપણે ક્યારેય પણ આપણા અપમાનની વાત કોઈની સમક્ષ ન કહેવી જોઈએ. આવું કરવાથી લોકો તમારા પર હસવા લાગશે અને લોકો પણ તમારું સમ્માન કરવાનું છોડી દે, તેવું પણ બની શકે છે. માટે જીવનમાં આપણી સાથે થયેલા અપમાનની વાત કોઈને ન કહેવી જોઈએ.

મિત્રો જ્યારે તમે કોઈ પૂજા પાઠ કરો છો, ત્યારે મંત્રોનો જપ કરતા હોવ તો તે તામારે કોઈ અન્ય વ્યક્તિને ન કહેવું જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે જો તમે જપ કરેલા મંત્રો વિશે કોઈને ન કહો અને તે માહિતી ગુપ્ત રાખો તો જ તમને તે પૂજા કે મંત્રનું ફળ પ્રાપ્ત થાય છે અને વિશેષ લાભ થાય છે.

ત્યાર બાદ છે ધન. મિત્રો આપણે ક્યારેય આપણી પાસે રહેલા ધનનો ઉલ્લેખ કોઈ વ્યક્તિને ન કરવો જોઈએ. આપણી પાસે વધારે ધન હોય કે ઓછું, પરંતુ આપણે તેના વિશે ક્યારેય લોકોને ઉલ્લેખ ન કરવો જોઈએ. કારણ કે જો ધન વધારે હશે તો અમુક લોકો તમને નુકશાન પહોંચાડી શકે છે અને જો લોકોને ખબર પડશે કે તમારી પાસે ઓછું ધન છે, તો તે તમારી મદદ ક્યારેય નહિ કરે.

કહેવાય છે કે મનુષ્યે પોતાની આયુ એટલે કે ઉંમર પણ હર કોઈ વ્યક્તિને ન જણાવવી જોઈએ. આપણી ઉંમરને જેટલી ગુપ્ટ રાખીએ એટલું વધારે સારું. કારણ કે એવું બની શકે કે ભવિષ્યમાં તમારી આયુનો સમય આવે ત્યારે તમારી વિરુદ્ધમાં લોકો પ્રયોગ કરી શકે છે.

ઘણા લોકો ગ્રહના દોષોથી પીડિત હોય છે. જેના કારણે તે લોકોએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એવી પરિસ્થિતિમાં આપણા ગ્રહોના દોષની ચર્ચા કોઈ પણ વ્યક્તિને ન કરવી જોઈએ. કારણ કે ગ્રહ દોષની ચર્ચા અન્ય વ્યક્તિને કરવાથી તમારી મુશ્કેલીઓ વધે છે અને જ્યારે તમે તે ગ્રહ દોષને શાંત કરવા માટેના ઉપાયો કરી રહ્યા હોવ તો તે ઉપાય ભૂલથી પણ કોઈને ન જણાવવા. કારણ કે તે ઉપાય જણાવવાથી તેનું કોઈ જ પરિણામ નથી આવતું.

મિત્રો તમારી ડોક્ટરી જાણકારી દરેક વ્યક્તિથી ગુપ્ત રાખવી જોઈએ. કારણ કે ડોક્ટર એ એક એવી વ્યક્તિ છે જે તમારા વિશે ઘણું બધું જાણતા હોય છે. એવામાં કોઈ તમારા વ્યક્તિ તમારી ગુપ્ત બીમારી કે કોઈ અન્ય જાણકારી તમારા ડોક્ટર પાસેથી મેળવવાનો પ્રયાસ કરી શકે છે. માટે આપણા ડોક્ટરની માહિતી કોઈને ન આપવી જોઈએ.

ત્યાર બાદ છે કામક્રિયા. મિત્રો કામક્રિયા તે પતિપત્ની વચ્ચેની ખુબ જ અંગત વાત હોય છે. તેથી આ વાતને ખાસ ગુપ્ત રાખવી જોઈએ. પતિપત્ની વચ્ચે થયેલી કામક્રિયાની વાત જો કોઈ અન્ય વ્યક્તિને કહેવામાં આવે તો તે તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે અથવા તે ક્યારેય તમારા માટે શરમ આવે તેવી પરિસ્થિતિઓનું પણ નિર્માણ કરી શકે છે. તેથી પતિપત્ની વચ્ચે થતી નીજી વાતો કોઈને પણ ન જણાવવી જોઈએ.

ત્યાર બાદ કરેલું દાન પણ કોઈને ન કહેવું જોઈએ. મિત્રો જ્યારે તમે કોઈને દાન કરો છો તો તે કોઈને પણ ન કહેવું જોઈએ. કહેવાય છે કે તમારું દાન ગુપ્ત રાખવામાં આવે તો જ તે લેખે લાગે છે અને તેનું ફળ મળે છે.

તો મિત્રો આપણા જીવનમાં આટલી વાતો ક્યારેય કોઈ પણ વ્યક્તિને ન જણાવવી જોઈએ. તમારું આ વાત પર શું કહેવું છે, શું આ વાતો કોઈને જણાવવી જોઈએ કે નહિ તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment