જાણો દહીંમાં શું નાખી ખાવું જોઈએ ! મીઠું કે ખાંડ ? લગભગ લોકો હોય છે અજાણ….

મિત્રો, દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. દહીં ખાવું જોઈએ કારણ તેમાં ખુબ જ પ્રચુર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે. જે આપણા સ્વાસ્થય માટે ખુબ સારું છે. પણ ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે દહીંને કેમ ખાવું ? એટલે કે દહીંને તેના મૂળ રૂપમાં જ ખાવું કે પછી તેમાં મીઠું નાખીને ખાવું, કે પછી તેમાં સાકર કે ખાંડ નાખીને ખાવું  ?

આપણે એમ પણ એમ કહી શકીએ કે દહીં પૌરાણીક કાળથી ચાલ્યો આવતો ખોરાક છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ દહીં ખુબ જ પ્રિય હતું. પરંતુ સવાલ એ છે કે, દહીંમાં મીઠું નાખી ખાવાથી ફાયદો થાય છે, કે ખાંડ નાખીને ખાવાથી ફાયદો થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો તો એકવાર જરૂરથી આ આર્ટીકલ વાંચી લો.

જો તમે દહીંમાં મીઠું કે ખાંડ ઉમેરો છો, તો પહેલા એ પક્કુ કરી લો કે દહીં એક કુદરતી ખોરાક છે. જ્યારે ભગવાને તો માનવીને માટે દૂધ બનાવ્યું છે. પરંતુ તેમાં તમે કંઈ પણ ઉમેરીને ખાઈ શકો છો. આ બાબતે દરેક લોકો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે. જે બીમાર છે, તેના માટે અમુક વસ્તુ એ ઝેર સમાન છે. જ્યારે અમુક લોકો માટે તે વરદાનરૂપ છે. આ વિષયમાં બધા જ લોકો પોતાનો મત આપી રહ્યા છે. પરંતુ જેમને ડાયાબિટીસ છે તેના માટે બધા જ પ્રકારની ખાંડ ઝેર સમાન છે. જ્યારે જે લોકોને હાઈપરટેન્શન છે તેમના માટે મીઠું ઝેર સમાન છે.

જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે દહીં એ વિટામિનયુક્ત ખોરાક છે. આથી દહીં એક ખુબ જ મૂલ્યવાન ખોરાક, અને એક પ્રકારની દવા પણ કહી શકાય છે. જ્યારે આપણાં ભારત દેશમાં તો દહીંને સેંકડો વર્ષોથી દહીંને ખોરાકમાં લેવામાં આવે છે.

દહીંમાં રહેલ ગુણોમાં કહીએ તો તેમાં એક ઉત્તમ તત્વ હોય છે, જેને પૂર્વ અને પ્રોબાયોટીક કહેવામાં આવે છે. આ પૂર્વ અને પ્રોબાયોટિક એક પ્રકારના બેક્ટેરિયા છે. પરંતુ તે એક સારા બેક્ટેરિયા તરીકે ઓળખાય છે. જ્યારે આ બેક્ટરિયાનું કામ માનવ શરીરના આંતરડામાં રહેલા ખરાબ બેક્ટેરિયાને નાશ કરવાનું છે. ઉપરાંત દહીંમાં કેલ્શિયમ પણ હોય છે. દહીંમાં રહેલ ગુણો. આપણો સવાલ છે કે દહીંને કેવી રીતે ખાવું જોઈએ. જો તમે દહીં ખાવાના સારા પરિણામો ઇચ્છતા હો, તો પૂર્વ-પ્રોબેટીક એ દહીંનું મૂળ તત્વ છે. આથી જ દહીંને તેના મૂળ રૂપમાં જ ખાવું જોઈએ. તેથી જો તમે તેમાં ખાંડ ઉમેરો છો, તો દહીંમાં સુક્રોઝ ઉમેરાય છે, અને જો મીઠું ઉમેરો તો સોડિયમ ઉમેરાય છે.

માણસના શરીરમાં આંતરડામાં ખુબ જ શક્તિશાળી એવા એંજાઈમ (સ્ત્રોત) હોય છે. દહીં આપણા ખોરાક દ્વારા આપણા પેટમાં જતા બધા નુકસાનકારક તત્વોને પચાવે છે અને તેનાથી જરૂરી પોષક તત્વોનું પોષણ પણ કરે છે. જ્યારે આજે વિદેશની વાત કરીએ તો એ દેશોમાં પણ પૂર્વ પ્રોબાયોટીક્સનો ખુબ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તમે યોગર્ટનું નામ તો સાંભળ્યું જ હશે જેનો ઉપયોગ વિદેશમાં વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે. ટૂંકમાં કહીએ તો જો તમે માત્ર સ્વાદ માટે જ દહીં ખાઈ રહ્યા છો, તો તમે દહીંને ગમે તે રીતે ખાઈ શકો છો. પરંતુ જો તમે દહીંનો તેના બધા જ ગુણધર્મોનો લાભ લેવા માટે ખાતા હો, તો દહીંને તેના મૂળ સ્વરૂપમાં ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ના મીઠા સાથે કે ના ખાંડ સાથે..

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment