20 એવા તથ્યો જે તમારી સાથે બનતા તો હશે પણ તમને ખબર નહિ હોય. જાણીને ખુબજ નવાઈ લાગશે.

મિત્રો આજે અમે તમને 20 એવી વાતો જણાવશું જે લગભગ ક્યારેય તમે જાણી નહિ હોય. કેમ કે અમુક એવા થાત્યો આપણા જીવનમાં બનતા હોય છે જેને આપણે અનુભવતા હોઈએ છીએ પરંતુ તેના વિશે આપણને યોગ્ય જાણ નથી  હોતી. તો આજે અમે તમને 20 એવા જ કારણ અને તથ્ય જણાવશું જે ખુબ જ રોચક અને મહત્વપૂર્ણ છે. લે લગભગ દરેક વ્યક્તિના જીવનનો હિસ્સો હોય છે. અમે જે બાબત વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે બાબતમાંથી લગભગ લોકોને પસાર થવું પડે છે. તો ચાલો જાણીએ શું છે મહત્વની બાબત જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી છે.

મિત્રો જો તમે કોઈનો કોલ આવે અને તેને રીસીવ કરતા પહેલા જો થોડું હસી લો, તો તમારો અવાજ મધુર અને સારો બને છે.

જો તમારી હાઈટ ઓછી હોય તો એવું વૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે 90 % એવા ચાન્સ છે કે તમારી માતા ગર્ભાવસ્થા સમય દરમિયાન ખુબ જ ચિંતામાં રહી હોય તેવું બની શકે. જેના કારણે તમરી હાઈટ ટૂંકી રહી હોય.કોઈએ ના  કીધું હોય અને તેના પર ખુદનું નામ સંભળાય તો એ એક સ્વસ્થ દિમાગનો સંકેત કહેવાય છે.

ઈમાનદાર હોવાના કારણે કોઈ મિત્ર નથી બનતું. પરંતુ જો એ ઈમાનદાર વ્યક્તિ આપણો દોસ્ત બને તો ખુબ જ પાક્કો મિત્ર બને છે.

કોઈ પણ જોક્સને સાંભળીને આપણે હસતા હોઈએ છીએ. પરંતુ તમે નહિ જાણતા હોવ કે આપણા મગજના પાંચ અલગ અલગ હિસ્સા દ્વારા એ કામ કરવામાં આવે છે. જોક્સને સાંભળીને પછી હસવું તે મગજના પાંચ હિસ્સા કામ કરે છે. ત્યારે હસવું આવે છે આપણને.

જે લોકો મોટી ભીડ અથવા વધારે લોકોને જોઇને પોતાના હાથને ખિસ્સામાં નાખી દે, તે ખુબ જ શરમાળ સ્વભાવના હોય છે.

આપણે એ લોકોને વધારે પસંદ કરીએ છીએ અને તેના તરફ વધારે આકર્ષિત થઈએ છીએ જેને આપણી પસંદનું મ્યુઝીક વધારે ગમતું હોય. નકારાત્મક વિચારોને કાગળમાં લખીને તેની તેણો ડૂચો વાળીને કચરા પેટીમાં ફેંકી દઈએ તો આપણો મુડ સારો બને છે. એવું સંશોધન થયેલું છે.

લોકો મોટા ભાગે એ વાત યાદ નથી રાખતા કે તમે તેને શું કહ્યું હતું, પરંતુ તમે તેને શું મહેસુસ કરાવ્યું તે ખુબ સારી રીતે યાદ હોય છે.

જો કોઈ તમને એવું કહે કે, “તમે બદલી ગયા છો” તો 95% એવા ચાન્સ છે કે તમે એ વસ્તુ કરવાની બંધ કરી દીધી હોય છે. જે વસ્તુ તમારી પાસેથી તે ઇચ્છતું હોય. મોટા ભાગે આવું લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચે બનતું હોય છે.

જો કોઈ વ્યક્તિ તમારી સામે કોઈની ચુગલી અથવા મજાક કરતું હોય તો તે વ્યક્તિ તમારી પણ ક્યાંકને ક્યાંક મજાક કરી રહ્યો છે. જો આપણે ખરેખર કોઈની કેર કરીએ છીએ તો તેના મુડની સીધી અસર આપણા મુડ પર પણ પડે છે. જો સામેની વ્યક્તિ દુઃખી હોય તો આપણે પણ દુઃખી હોઈએ અને તે ખુશ હોય તો આપણે પણ ખુશ હોઈએ છીએ. એટલે કે સામેની કોઈ પણ વ્યક્તિ જો ખુશ હોય તો આપણે પણ અંદર ખુશીનો અનુભવ કરીએ છીએ.

કોઈની અંદર આપણા પ્રત્યે જલન હોય તો એ આપણી ઈમ્યુન સિસ્ટમને ખરાબ કરી શકે છે.

જે લોકો ખુબ જ જલ્દી મિત્ર બની જાય છે તેવા લોકોથી બચીને રહેવું જોઈએ. કેમ કે આવા લોકો મોટા ભાગે ડ્રામેબાઝ હોય છે. તે ક્યાંકને ક્યાંક આપણને દગો આપી શકે છે.

68 % લોકોને એ મહેસુસ થતું હોય છે કે તેના ખિસ્સામાં રાખેલો મોબાઈલ વાઈબ્રેટ થઇ રહ્યો છે. પરંતુ તે ખરેખર વાઈબ્રેટ ન થતો હોય. જેનો માત્ર આપણને આભાસ થાય છે. આવું લગભગ લોકો સાથે બનતું હોય છે. જો એકવાર કોઈના પ્રેમમાં પડી ગયા તો પછી ક્યારેય પણ તમે તેના ફ્રેન્ડ ન બની શકો.

એકલાપણાની ફીલિંગ ત્યારે નથી આવતી જ્યારે આપણે એકલા હોઈએ, પરંતુ ત્યારે આવે છે જ્યારે કોઈ તેની કેર ન કરતુ હોય.

95% લોકો બેડ પર સુતા સુતા ફોનમાં ટાઈપીંગ કરતા હોય છે. પરંતુ તે સમયે ક્યારેક તો એવું બન્યું હોય છે કે ફોનમાં ટાઈપીંગ કરતા સમયે ફોન મોં પર પડ્યો હોય.

બધા જ લોકોને દરેક કામ માટે “હા” ન કહેવી જોઈએ. કેમ કે લોકો તેની ઈજ્જત કરતા હોય છે, જેની પણ એક સીમા હોય છે. એટલા માટે ક્યારેક ક્યારેક “ના” કહેવાઈ પણ જરૂરી હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment