દરેક વ્યક્તિએ આ 5 ખર્ચા કરવામાં ક્યારેય ન કરવી જોઈએ કંજુસી, રૂપિયા ખર્ચ કરવાનું દુઃખ પણ નહિ થાય અને મળશે આ એક અનોખી વસ્તુ…

રૂપિયા કમાવા વિશે તો તમને દરેક વ્યક્તિ જણાવતા રહેતા હોય છે, નોકરીથી લઈને નાના-મોટા બિઝનેસના ઉપાયો દરેક વ્યક્તિને મળતા જ હશે, પરંતુ કદાચ જ કોઈ તમને ખર્ચ કરવાની રીત જણાવતા હશે. યોગ્ય ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં એ વાત ખુબ જ જરૂરી છે કે, તમે પોતાના ખર્ચાને પણ મેનેજ કરો, અને એ વાતને સમજો કે ક્યાં રૂપિયા ખર્ચ કરવા જોઈએ અને ક્યા નહીં, રૂપિયા ખર્ચ કરતા શીખવાથી તમને તમારા રૂપિયાનું વધુ મૂલ્ય સમજમાં આવશે, અને તેનાથી વધુને વધુ ઉપયોગમાં લઈ શકાય છે, એટલું જ નહીં તેનાથી તમને ખુશી મળવી પણ ખુબ જ જરૂરી છે, આવો જાણીએ રૂપિયા ખર્ચ કરવાની 5 ટીપ્સ વિશે.

1 ) પગાર સિવાય થતી કમાણીથી પૂરી કરો તમારી ઈચ્છા : સૌ પ્રથમ તો એ જરૂરી છે કે, તમે તમારી જરૂરતોને તમારા પગારથી પુરી કરો, પરંતુ તમારી ઇચ્છાઓ માટે પગારથી અલગ ઇન્કમનો ઉપયોગ કરો. જેમ કે ડિવિડન્ડ માંથી મળેલ રૂપિયાથી હોલીપ-ડે પ્લાન કરો, જો કોઈ પણ પ્રોપર્ટીમાંથી ભાડું આવે છે તો તેનાથી કપડાં, મોબાઈલ વગેરે ઉપર ખર્ચ કરો, જો તમે ખાલી સમયમાં કોઈ પાર્ટ ટાઈમ કામ કરી રહ્યા છો તો તેનાથી મળતા રૂપિયાથી પણ એક કામ માટે ઉપયોગમાં લઈ શકો છો, જે રૂપિયા સીધા તમારા પગારથી જોડેલા નથી તેને ખર્ચ કરવું પણ ખુબ જ આસાન હોય છે.

2 ) બીજાના જેટલું જ મહત્વ પોતાને પણ આપો : લગભગ લોકોની સાથે એવું જોવા મળે છે કે, તે પોતાના પરિવારના લોકોને ખુશીનો ખુબ જ ધ્યાન રાખે છે, પરંતુ પોતાની જાતનું ધ્યાન રાખતા નથી. પોતાનું ધ્યાન પણ બિલકુલ એવી જ રીતે રાખવું જોઈએ જેવી રીતે તમે તમે તમારા પરિવારનું ધ્યાન રાખો છો. આખરે કમાનાર પણ તમે જ છો, અને તેથી જ પોતાને પણ એટલું જ મહત્વ આપો. તમે વારંવાર પરિવારના લોકો માટે પૈસા ખર્ચ કરી રહ્યા છો પરંતુ પોતાના માટે કંજૂસી કરવા લાગો છો, તો તેનાથી તમારા પરિવારના લોકોને પણ ખુબ જ અસ્વસ્થતાનો અનુભવ થશે, જો તમે તમારા આરામ અને ઈચ્છાઓની કુરબાની આપશો તો તમને સંતોષ થશે નહીં, અને તેની સીધી અસર આજે નહીં તો કાલે તમારા કામ પર અને ફાઇનાન્શિયલ નિર્ણય પર પણ પડશે.

3 ) રૂપિયા ખર્ચ કરવામાં સમાધાન કરવું નહીં : જ્યારે કોઈ પણ પરિવારને સાથે મળીને તમે ક્યાંક જાવ છો અને રૂપિયા ખર્ચ કરવાની વાત આવે છે ત્યારે તમારે ક્યારેય સમાધાન કરવું જોઈએ નહીં. એવું ક્યારેય ન કરવું કે, તમારા પરિવારને એમ્યુઝમેન્ટ પાર્ક જવું છે તો તમારે માત્ર એટલા માટે તેમની સાથે જવું છે કે મ્યુઝિયમ જવાની ટીકીટ મોંઘી છે. જ્યાં તમે જવા ઈચ્છો છો. ધ્યાન રાખો કે આ રીતે તમે તમારા રૂપિયાને યોગ્ય રીતે ઈન્વેસ્ટ કરી રહ્યા નથી, તમે તમારા માટે જે રૂપિયા ખર્ચ કરો છો, તેનાથી તમને ખુશી મળશે નહીં, અને મનમાં એ વાત જરુરથી રહેશે કે તમે તો મ્યુઝિયમ જવા માગતા હતા. બની શકે છે કે ભવિષ્યમાં તમે ફરીથી મ્યુઝિયમ માટે પૈસા ખર્ચ કરો, અને આ રીતે તમારા પૈસા વધુ ખર્ચાઈ જાય.

4 ) માત્ર બાળકો માટે ઘણા બધા રૂપિયા મૂકી જવાનું ન વિચારો : એવા ઘણા બધા લોકો હોય છે જે દર વખતે એ જ વિચાર્યા કરે છે કે તે પોતાના બાળકો માટે શું મૂકીને જશે, માત્ર બાળકો માટે ઘણી બધી પ્રોપર્ટી મૂકીને જવાના ચક્કરમાં ન રહો, બની શકે છે કે બાળકોને તેની જરૂર જ ન પડે. તમારી કમાણીનો એક ભાગ તેમની ઉપર ખર્ચ કરો અને તમારા આરામનું પણ વિચારો, પોતાના જ રૂપિયા ખર્ચ કરવા માટે વારંવાર બાળકોની મંજૂરી ન માગો, અને તેમને એવો અનુભવ કરાવો કે રૂપિયા ખર્ચ કરતાં પહેલાં તમારે તેમની મંજૂરીની જરૂર નથી. ધ્યાન રાખો કે દરેક રૂપિયા તમારા આજે છે જે તમે કમાયા છે, બાકી દરેક લોકો માત્ર તમારા પછી દાવો જ કરશે. તમારા આ દરેક રૂપિયાની જરૂરિયાત અને મહત્વ તમારાથી વધુ કોઈ સમજી શકે નહીં.

5 ) ગરીબો ઉપર પણ ખર્ચ કરો રૂપિયા : એવું જરૂરી નથી કે તમે તમારા રૂપિયા માત્ર પોતાની માટે અથવા તો પરિવાર માટે જ ખર્ચ કરો, તમારી આસપાસ જે ગરીબ લોકો છે તમે તેમની ઉપર પણ રૂપિયા ખર્ચ કરી શકો છો. તેનાથી તમને ખુશી તો મળશે જ તેની સાથે ગરીબના ઘરમાં પણ ઘણી બધી ખુશી આવશે, જેમ કે હોળી, દિવાળી અને ઈદ ઉપર તેમને મીઠાઈ આપી શકો છો. ક્યારેક તહેવાર પણ કપડાં આપો, અથવા તમારા ઘરમાં નોકર-ચાકર કામ કરે છે, તો તેમને તહેવાર ઉપર બોનસ આપીને તેમનું હૃદય જીતો.

તેનાથી તે લોકો તમારા પ્રત્યે ઈમાનદાર થશે. ધ્યાન રહે કે મદદ માટે ખર્ચ કરેલ રૂપિયા ક્યારે પાછા લેવાનું વિચારશો નહીં, એવું ન વિચારો કે તમને બદલામાં શું મળશે. આ ખર્ચા એવા છે જેમાં વાપરવાનું દુઃખ નહિ થાય અલગ જ આનંદ મળશે. માટે વિચાર કર્યા વગર આ ખર્ચા કરવા જોઈએ. જે તમને તમારી મહત્વતાનું અહેસાસ કરાવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment