દૂધ સાથે આનું સેવન વજન, પાચન, ગેસ, એસીડીટી દુર કરી શરીરમાં ભરી દેશે ગજબની ઉર્જા… બાળકો અને મગજ માટે છે વરદાનસમાન…

એલચી એ ઘણા પોષક તત્વોથી યુક્ત માનવામાં આવે છે. તેના સેવનથી તમે પોતાનું સ્વાસ્થ્ય નીરોગી રાખી શકો છો. મોટા ભાગના લોકો એલચી ચામાં નાખીને લેતા હોય છે. એલચી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે. પરંતુ તમે ચાહો તો એલચી પાવડરને સાકર અને દૂધ સાથે પણ લઈ શકો છો. એલચી અને સાકર મોંની દુર્ગંધ, શ્વાસની દુર્ગંધ અને મોંના ચાંદાથી રાહત અપાવે છે. આ સિવાય એલચી અને સાકર શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે. એલચી અને સાકરના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણવા માટે આ લેખને વાંચો.

એલચીમાં શું જોવા મળે છે : આયુર્વેદ ડાયટ અને ન્યૂટ્રીશન ક્લિનિકની આયુર્વેદિક ડાયટીશિયન આ વિશે જણાવે છે કે, એલચીમાં પોષકતત્વો સારી એવી માત્રામાં જોવા મળે છે. એલચીમાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, ફાઈબર, પ્રોટીન, સોડિયમ, વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન બી અને મેગ્નેશિયમ સારી એવી માત્રામાં જોવા મળે છે. સાકર પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સાકરની તાસીર ઠંડી હોય છે. એલચી સાથે મિક્સ કરીને તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. ખાંડના અનરિફાઇન્ડ રૂપને જ સાકર કહેવામાં આવે છે.

એલચી સાકર ખાવાની રીત : એલચીનું સેવન સાકર અને દૂધ સાથે મિક્સ કરીને કરવું એ વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. આ માટે તમે એલચી અને સાકરનો પાવડર તૈયાર કરી લો. આ પાવડરને દૂધ સાથે લઈ શકાય છે. તમે ચાહો તો એલચી અને સાકરના પાવડરનું સેવન પાણી સાથે પણ કરી શકો છો. આ સિવાય આ પાવડરને ખાલી મોંમાં રાખીને પણ તેનું સેવન કરી શકાય છે.

મોંની દુર્ગંધ કેવી રીતે દૂર કરે છે : એલચી અને વરિયાળીનું સેવન મોંની દુર્ગંધ દૂર કરવા માટે કરવામાં આવે છે. મોં માંથી દુર્ગંધ આવે તો એલચી અને વરિયાળીને ચાવવી એ એક સારો ઉપાય છે. જો તમારા મોંમાં ચાંદા પડતાં હોય તો પણ એલચી-વરિયાળીનો ઉપયોગ કરી શકાય છે. તેની તાસીર ઠંડી હોય છે તેનાથી મોંની બળતરા ઓછી થાય છે.

મોંના ચાંદા કેવી રીતે મટાડવા : ઘણા લોકોને વારંવાર મોંમાં ચાંદા પડતાં રહેતા હોય છે. જો તમારી સાથે પણ એવું થતું હોય તો તમે એલચી અને સાકરનો ઉપયોગ કરી શકો છો. એલચી અને સાકરને વાટીને મોંમાં રાખવાથી ચાંદા મટે છે.

ગેસ અને એસિડિટીનો ઉપાય : એલચી અને સાકરનો પાવડર ગેસ, એસિડિટીની સમસ્યાથી પણ રાહત અપાવે છે. જો તમે એસિડિટીથી પરેશાન રહેતા હોય તો જમ્યા પછી એલચી સાકરના પાવડરનું સેવન કરવું. તેનાથી જમવાનું સારી રીતે દાયજેસ્ટ થઈ જાય છે. તે ગેસ અને એસિડિટીનો સારો એવો ઘરેલુ ઉપાય છે.

શરદી ઉધરસનો ઘરેલુ ઉપાય : શિયાળામાં મોટા ભાગે લોકો શરદી ઉધરસથી પરેશાન રહેતા હોય છે. એવામાં તેઓ દવાનો સહારો લે છે. પરંતુ તેને ઘરેલુ ઉપાયથી પણ ઠીક કરી શકાય છે એ માટે એલચી સાકરના મિશ્રણનું સેવન કરવું જોઈએ. આમ શરદી ઉધરસને ઘરેલુ ઉપાયથી મટાડી શકાય છે. એલચીમાં રહેલા તત્વો ઇમ્યુનિટી વધારે છે, તમને રોગથી લડવા માટેની શક્તિ આપે છે. એલચીનો સ્વાદ વધારવા માટે તમે તેમાં સાકર મિક્સ કરી શકો છો. આયુર્વેદ મુજબ એલચી અને સાકરના મિશ્રણનું સેવન શરદી ઉધરસ થવા પર કરવાથી ફાયદાકારક રહે છે. તેના સેવનથી શ્વાસનતંત્ર મજબૂત બને છે.

વજન નિયંત્રણમાં લાભદાયી : એલચી અને સાકરનો પાવડર વજન ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. આ સિવાય સાકરને વરિયાળી સાથે વાટીને તેના મિશ્રણનું સેવન પણ વજન ઘટાડવામાં ઉપયોગી બની રહે છે. એલચીમાં ફાઈબર વધુ માત્રામાં રહેલું હોય છે, જે વેઇટ લોસમાં ઉપયોગી બને છે. વાસ્તવમાં એલચી અને સાકર પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવે છે. તેને ખાવાથી મેટાબોલીઝ્મ સ્ટ્રોંગ બને છે, જે વેઇટ લોસમાં મદદ કરે છે.

પાચનક્રિયા કેવી રીતે સુધારવી : પાચનક્રિયામાં સુધારો કરવા માટે પણ એલચી અને સાકરનું સેવન કરવામાં આવે છે. સાકરમાં ડાયજેસ્ટિવ ગુણ રહેલા હોય છે. જેનાથી ભોજન પચાવવામાં મદદ મળે છે. તે પાચનક્રિયા સુધારવાની સારી રીત છે.

એનર્જી કેવી રીતે વધારવી : એલચી અને સાકરનો પાવડર એનર્જી લેવલ વધારવાનું કામ પણ કરે છે. એલચીમાં કાર્બોહાઈડ્રેડ રહેલું હોય છે, સાકરમાં સુક્રોજ સારી માત્રામાં હોય છે. માટે જ જ્યારે આ બંનેનું સાથે સેવન કરવામાં આવે છે તો શરીરને તરત જ ઉર્જા મળે છે. આ પાવડરને લેવાથી તમારી એનર્જી બની રહે છે.

મસ્તિષ્ક અને બાળકો માટે પણ એલચી અને સાકરનું સેવન કરવું ફાયદાકારક હોય છે. તેની સાથે જ એલચી અને સાકરને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે તેમાં જ શરીરને જરૂરી એવા બધા જ પોષકતત્વો મળી રહે છે. તો તમે જોઈ શકો છો કે એલચી અને સાકરના સેવનથી શરીરની ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. માટે એલચી અને સાકરના પાવડરનું દૂધ સાથે જરૂરથી સેવન કરવું જોઈએ. જેથી શરીરને જરૂરી બધા જ પોષકતત્વો મળી રહે અને આપણે તેના ફાયદાઓનો લાભ લઈ શકીએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment