નખની આસપાસની ચામડી નીકળવાની સમસ્યા વારંવાર થાય છે, તો અજમાવો આ મફત ઘરેલું ટીપ્સ… ચામડીને સોફ્ટ કરી વધારી દેશે આંગળીની સુંદરતા….

શિયાળામાં આપણા નખની આસપાસની ચામડી નીકળવા લાગે છે, અને આ તકલીફ ઘણા બધા લોકોને થાય છે. તે જોવામાં ખુબ જ સાધારણ લાગે છે પરંતુ ઘણી વખત તે અમુક લોકો માટે મુસીબત બની જાય છે, તે એટલા માટે કારણ કે નખની આસપાસ ચામડી નીકળી રહે છે અને તે ચામડી જેને ઘણા લોકો ‘સોનું’ કહે છે. ઘણી વખત વધુ દર્દ અને બળતરાનો અનુભવ પણ થાય છે. ખુબ જ નાની લાગતી આ તકલીફ લોકો માટે ખુબ જ મોટી એટલા માટે હોય છે કારણ કે ઘણી વખત આંગળીની પાસે નખ પાકી જાય છે અને તેનાથી ખુબ જ દુખાવો પણ થવા લાગે છે.

જો તમે પણ આ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો તો તમે તેનાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય શોઘી રહ્યા છો, તો અમે તમને ખુબ જ સારા અને મફત ઉપાય વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ગરમ પાણી : હાથની આંગળીઓને નખની આસપાસથી નીકળતી ચામડીને બહાર નીકળતા રોકવા માટે દરરોજ લગભગ ચાર-પાંચ મિનિટ માટે પોતાના હાથને ગરમ પાણીમાં ડૂબાડીને રાખો, જો તમે ઈચ્છો તો પાણીમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો.

પેટ્રોલિયમ જેલી : આ તકલીફથી છુટકારો મેળવવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા પેટ્રોલિયમ જેલીથી નખ અને તેની આસપાસ હલકા હાથથી થોડા સમય સુધી મસાજ કરો. એકથી બે દિવસમાં જ નખની આસપાસની ચામડી બની જશે એકદમ સ્મૂથ અને સારી.

ઓટ્સની પેસ્ટ : ઓટ્સના પેસ્ટનો ઉપયોગ કરીને તમે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો, તેની માટે તમારે ઓટ્સને સામાન્ય ગરમ પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવો, અને ત્યારબાદ આ પેસ્ટને તમારા નખ ઉપર લગાવીને મસાજ કરો.

મધની મસાજ : મધનો ઉપયોગ પણ તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા કરી શકો છો, જેને માટે દરરોજ રાત્રે સુતા પહેલા તમે મધને નખ તથા તેની આસપાસની ચામડી ઉપર લગાવીને મસાજ કરો. આંગળીને બનાવી દેશે એકદમ સુંદર.

એલોવેરા જેલ : એલોવેરા જેલની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો, તેની માટે દરરોજ અમુક દિવસ સુધી નખ અને તેના આસપાસની ચામડી ઉપર એલોવેરા જેલ લગાવો અને તેનાથી મસાજ કરો.

ઓલિવ ઓઈલ : દરરોજ નખ અને તેની આસપાસની ચામડી ઉપર ઓલિવ ઓઈલથી મસાજ કરવાથી તમને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો, અને તે સિવાય તમે સરસવનું તેલ અથવા નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકો છો.

કાકડીના ટુકડા : આ સમસ્યાથી રાહત મેળવવા માટે કાકડીનો ઉપયોગ કરો, તેની માટે કાકડીના ટુકડા કાપીને નખની આસપાસની જગ્યા ઉપર ધીમેધીમે ઘસો.

આ લેખમાં આપેલ જાણકારી અને સૂચના સામાન્ય માન્યતા ઉપર આધારિત છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment