રાશનકાર્ડ સાથે નહીં હોય તો પણ મળશે રાશન।… સરકાર લાવી રહી છે આ નિયમ…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ રાશન લેવા માટે તમારી પાસે ration card હોવું જરૂરી છે. તો જ તમને રાશન મળી શકે છે. તેમજ હવે તો “વન નેશન ને વન ration card” નો નિયમ મોટાભાગના રાજ્યોમાં લાગુ થઈ ગયો છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, હવે જો તમે રાશન લેવા માટે રાશનની દુકાને જાવ છો તો તમારે ration card લઈ જવાની જરૂર નથી. આ માટે સરકારે નિયમો બદલ્યા છે. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.

મિત્રો તમે જાણો છો તેમ હાલ ration card ને આધાર card સાથે જોડાવાની પ્રક્રિયા લગાતાર શરૂ છે. મોદી સરકાર આ દિશામાં કામ કરી રહી છે. આમ આધારથી લિંક થઈ ગયા પછી ઉપભોક્તાએ રાશનની દુકાને રાશન કાર્ડ લઈ જવાની જરૂર નથી. રાશન કાર્ડના નંબરથી જ દુકાનદાર ઉપભોક્તાને તેના ભાગનું અનાજ આપી દેશે. આ સિવાય તમને જણાવી દઈએ કે લોકડાઉન લાગુ થવાથી જ એવા લાભાર્થી જેમની પાસે રાશન કાર્ડ ન હતા તેમને મફત રાશન દેવાની ઘોષણા કરી હતી.

દિલ્હી સહીત ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ આદેશનું પાલન કરતા મફતમાં રાશન આપ્યું હતું. આ યોજનાને પહેલાં ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. પણ ત્યાર પછી આ યોજનાને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.આ ઉપરાંત જાણવા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, જે લોકો પાસે રાશન કાર્ડ નથી, તે છતાં તેવા લોકોને 5 કિલો ઘઉં, અથવા ચોખા અને 1 કિલો દાળ આપવામાં આવશે. પણ સરકારની આ યોજના નવેમ્બર સુધી જ છે. નવેમ્બર મહિના પછી જે લોકોએ પોતાના રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યા છે તેમને રાશન કાર્ડ ન હોવા છતાં પણ રાશન મળશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, 30 જુન 2020 એ રાષ્ટ્રને નામ કરવામાં આવેલા પીએમ મોદીના સંબોધનમાં દેશમાં ચાલી રહેલ સ્થિતિ, અને આગામી મહિનામાં આવેલ તહેવારને જોતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આગામી 5 મહિના એટલે કે નવેમ્બર સુધી વધારવામાં આવી છે. જેની અંદર દેશના 80 કરોડથી વધુ NFSA લાભાર્થીઓને તેમની પાત્રતા અનુસાર પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અથવા ચોખા અને પ્રત્યેક પરિવારને 1 કિલો ચણા આપવામાં આવશે.

Leave a Comment