સામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.

મિત્રો જેમ તમે જાણો છો તેમ, થોડા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિવસે દિવસે શાક મોઘું થતું જાય છે. તેવા સમયે મધ્યમ વર્ગ અને ગરીબ માણસોની હવે એક વધુ મુશ્કેલીમાં વધારો થયો છે. અને તે છે હવે દાળના ભાવોમાં વધારો થયો છે. જેના કારણે ગરીબ માણસોને ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શાકભાજીની જેમ બધી દાળના ભાવ  શમે માટે વધી રહ્યા છે. માટે આ લેખ અંત સુધી અવંચો.

કોરોના જેવી મહામારીના સમયે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થતો જાય છે. એક તરફ છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી બાજુ દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી સહીત ઘણા રાજ્યોમાં દાળના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે ચણાની દાળની કિંમત 70 થી 80 રૂપિયા હતી, જ્યારે આ વર્ષે તેનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે. જ્યારે અડદની દાળનો ભાવ 115 રૂપિયા પ્રતિ કિલો છે.

જ્યારે બીજી બાજુ ધંધાદારીઓની માંગ છે કે, સરકારી એજન્સી નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશનને સપ્લાઈમાં વધારો કરવા માટે પોતાનો સ્ટોક રિલીઝ કરવો જોઈએ. જ્યારે સપ્લાઈમાં ગિરાવટ આવી છે. જ્યારે તેની માંગ સતત વધી રહી છે. આમ ધંધાદારીઓની માંગ વધી રહી છે કે, 2020-21 માટે આયાત કોટા જાહેર કરવામાં આવે. જો કે સરકારનું માનવું એવું છે કે, આપૂર્તિની સ્થિતિ બરાબર છે અને આવતા ત્રણ મહિનામાં ખરીફ સિઝનની ફસલ બજારમાં આવી જશે. આ વર્ષે ઉત્પાદનમાં વધારાનું અનુમાન છે.આ સિવાય તમને જણાવી દઈએ કે, કૃષિ આયુક્ત એસ.કે. મલ્હોત્રાએ ઇન્ડિયન પલ્સેસ એન્ડ ગ્રેન્સ એસોસિએશન દ્વારા આયોજિત એક વેબીનારમાં જણાવ્યું હતું કે, ભારતને ઉમ્મીદ છે કે, ખરીફ સિઝનમાં દાળનું કુલ ઉત્પાદન 93 લાખ ટન થશે. અડદનું ઉત્પાદન ગયા વર્ષે 38.3 લાખ ટનની સરખામણીએ આ વર્ષે 40 લાખ ટન થવાનું અનુમાન છે.

આ ઉપરાંત ધંધાદારીઓનું કહેવું એવું છે કે, લોકડાઉન દરમિયાન તુવેરની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વધી ગઈ હતી. જે ત્યાર પછી 82 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી. જો કે હવે ફરીથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. તહેવારની સિઝનમાં માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ વેપારીઓને ડર છે કે કર્ણાટકમાં અડદની ફસલને વધારે પડતા વરસાદને કારણે નુકસાન થઈ શકે છે. જ્યારે ઉત્પાદનમાં 10% જેટલું નુકસાન થઈ શકે છે. તેથી એવી ઉમ્મીદ છે કે, હજુ નવો પાક નહિ આવ્યો હોય. ત્યાં સુધી કિંમતમાં વધારો થઈ શકે છે.

આ સિવાય આયાતમાં 2020-21 માટે તુવેરમાં આયાત કોટા જાહેર કરવાની માંગ છે. સરકારે એપ્રિલમાં 4 લાખ ટન તુવેરના આયાત કોટાની ઘોષણા કરી છે. જેને હજુ સુધી સાચું નથી માનવામાં આવતું. આમાં 2 લાખ ટન તુવેર મોજમ્બીકથી આવી હતી. આયાત કોટા હવે જાહેર કરવાનો હતો, જેથી કરીને આયાત થઈ શકે. દુનિયાની બજારમાં તુવેરનું ઓછું ઉત્પાદન છે. કારણ કે ભારતના ઘરેલું તુવેરની વૃદ્ધિ પછી આંતરરાષ્ટ્રીય ખેડૂતોએ અડદથી બીજી ફસલ તરફ ધ્યાન આપ્યું છે.

1 thought on “સામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.”

  1. Well, any worldly resident knows the effects of Corona Virus. Hence this is a world issue that has many many problems where everyone is effected to handle difficulties. India have silly politicians who does ignore the COVID19-20 effects and argues regardless. May there be some understanding some day. Lets hope for the best.

    Reply

Leave a Comment