જાણો સોનાની વીટીઓ કઈ આંગળીમાં અને કેવી રીતે પહેરવી જેથી વધુમાં વધુ લાભ થાય… જાણો તે વિશે.

સોનાની વીંટી કંઈ રીતે પહેરવાથી થાય છે વધુ લાભ.. જાણો તેની સાચી રીત અને કઈ જગ્યાએ પહેરવી.

મિત્રો આપણે આપણી આંગળીઓમાં જે અલગ અલગ ધાતુની વીંટીઓ પહેરીએ છીએ તેનો કોઈને કોઈ પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય છે. જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય ધાતુની વીંટી યોગ્ય રીતે પહેરો તો તે વીંટી તમારૂ નસીબ બદલી શકે છે.

માટે ક્યારેય એવું ન વિચારો કે લોકો જે સોનું ચાંદી પહેરે છે તે સાવ બેકાર છે તેની પાછળ પણ કોઈને કોઈ કારણ છે. તે પણ તમારા જીવનમાં મહત્વ ધરાવે છે. તમે જે કંઈ પણ છો તેમાં તેનું પણ મહત્વ રહેલું છે.

સામાન્ય રીતે સોનાની વીંટી ઘણા લોકો પહેરતા હશે પરંતુ તેને પહેરવાની સાચી રીતે અને યોગ્ય આંગળી કોઈ નહિ જણાતું હોય માટે તેને તેનો લાભ નથી મળતો. તો આપણે આ આર્ટીકલમાં જાણીશું કે કોણે, કેવી રીતે અને કેવી વીંટી અને કંઈ આંગળીમાં પહેરવી જોઈએ જેનાથી અનેક લાભો થાય.

સૌપ્રથમ વાત કરીએ કે સોનાની વીંટી કોણે પહેરવી જોઈએ. તો મિત્રો જે લોકોના હાથનો સૂર્ય પર્વત બુદ્ધ તરફ જતો હોય એટલે કે ત્રીજી આંગળી પરના પર્વતનો ઢોળાવ જો ટચલી આંગળી તરફ જતો હોય તેમણે ત્રીજી આંગળીમાં 12 ગ્રામ સોનાની એકદમ સાદી, ડીઝાઈન વગરની વીંટી પહેરવી જોઈએ.

પરંતુ જે લોકોનો સૂર્ય પર્વત બીજી આંગળી તરફ વળતો હોય તેમણે સોનાની વીંટી ન પહેરવી જોઈએ અને જો તમારો સૂર્ય પર્વતનો ઢોળાવ પહેલી આંગળી તરફ જતો હોય તો તમારે સોનાની અને ચાંદીની બંને વીંટી પહેરવી જોઈએ.

સોનું પહેરવાથી વ્યક્તિનો સૂર્ય પ્રબળ થાય છે અને સૂર્યની આંગળીમાં જો તમે સોનું પહેરો તો તમારો સૂર્ય પ્રબળ થશે અને સૂર્ય જો પ્રબળ થશે તો કહેવાય છે વ્યક્તિનું જીવન સૂર્યની જેમ ચમકવાનું શરૂ કરી દે છે. તેમના ભાગ્ય પણ ચમકી જાય છે. તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને વાહ વાહ જ મળશે. તો આ બધું તમારો સૂર્ય સારો થયો તેના કારણે થાય છે.
અને જો સૂર્ય એક વાર તમારા જીવનમાં પ્રબળ થઈ જાય તો વેપાર સારો થાય છે તમને સારા સંતાનો પ્રાપ્ત થાય છે. સમાજમાં તમારું નામ અને પ્રતિષ્ઠા વધે છે. રાજયોગ બનવા લાગે છે. જો સૂર્ય તમારો સારો બને તો તમારા જીવનમાં ઘણા બધા શુભ સમાચારો મળે છે અને ખુશીની તકો મળે છે.

જ્યારે કોઈ વ્યક્તિનો સૂર્ય પ્રબળ થાય ત્યારે એ વ્યક્તિ સાથે ખાસ વસ્તુ એ બને છે કે તેમને સફળતા એવા કર્યોમાં મળે છે કે જેને ઘણા બધા લોકો કરે છે. પરંતુ ફાયદો એટલે કે સફળતા અમુક વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. તે કામ વિશે એવું છે કે, કામ તો આખી દુનિયા કરે છે પરંતુ તેનો લાભ તો કોઈ નસીબદાર વ્યક્તિ જ ઉઠાવી શકે છે. કોઈ નસીબદાર વ્યક્તિના જીવનમાં જ તે સફળતા મળે છે. અને તે નસીબ સૂર્યના પ્રબળ થવાથી પણ થાય છે.
જો તમારો સૂર્ય પ્રબળ હોય તો તમે કોઈ પણ પ્રકારનો વેપાર કરો તમને લાભ જ થાય છે. પરંતુ જ્યારે ભાગ્ય સારું ન હોય તો કરેલી મહેનતના પૈસા પણ અટકી જાય છે. અને જો તમારે તમારા ભાગ્યને ચમકાવવું છે તો તમારે રવિવારના દિવસે બાર ગ્રામની કડા જેવી સામાન્ય વીંટી પહેરવાની છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ હીરો જડેલો ન હોવો જોઈએ કે પછી કોઈ ડીઝાઈન હોવી જોઈએ નહિ.

તેનો ધારણ કર્યા બાદ તમારૂ ભાગ્ય ખીલશે અને તમારા કાર્યમાં પ્રગતિ થશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment