શું તમે જાણો છો કે મૃત્યુની અમુક ક્ષણો પહેલા શું થાય છે ??
આપણા શાસ્ત્રોમાં દરેક વિષય પર લખેલું છે. આપણે જે જીવનયાપન કરીએ છીએ તેની દરેક કડી આપણા શાસ્ત્રોમાંથી મળી આવે છે. જે રીતે વ્યક્તિ, પ્રાણી કે જીવજંતુનું જીવન અને મૃત્યુ સત્ય છે. તેવી જ રીતે આપણા શાસ્ત્રો અને વેદો પણ સત્ય છે. મિત્રો મૃત્યુ વિશે પણ શાસ્ત્રોમાં ઘણી વાતો લખાયેલી છે.
મૃત્યુ પહેલા આપણા શરીર સાથે શું થાય છે, ક્યાં લક્ષણો જોવા મળે છે ? મૃત્યુ પહેલા કેવી છબીઓ દેખાય છે તે બાબતોનું પણ આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે.
મૃત્યુ એક અટલ સત્ય છે તેનો સામનો દરેક વ્યક્તિએ કરવો પડે છે. પરંતુ મૃત્યુ હોય છે શું ? આ પ્રશ્ન મનુષ્ય માટે હંમેશા પહેલી બનીને રહી ગયો છે. ગ્રંથોમાં દર્શાવાયું છે કે મૃત્યુ માત્ર શરીરનું થાય છે આત્મા તો હંમેશા માટે અમર છે.
સૌથી પહેલું લક્ષણ છે કે મૃત્યુનો સમય નજીક આવતાની સાથે આંખોની રોશની એકદમ કમજોર થવા લાગે છે. તેઓ નજીક બેઠેલા લોકો તેમજ નજીકની વસ્તુઓ પણ બરાબર જોઈ શકતા નથી. તેમની આંખ સામે અંધારું છવાઈ જાય છે.
જે લોકોનું મૃત્યુ નજીક આવી રહ્યું હોય છે તેમને જળ, તેલ વગેરે જેવા પદાર્થોમાં પોતાનો ચહેરો નથી દેખાતો. અને જો દેખાય તો પણ તે ખુબ મલીન અને વિકૃત દેખાય છે એટલે કે રાક્ષશો જેવો ચહેરો દેખાય છે.
જે લોકોએ પોતાનું જીવન બીજાની મદદ અને પરોપકારમાં જ વિતાવ્યુ હોય તે લોકોને મૃત્યુનો ભય રહેતો નથી. તે લોકોને પોતાના અંત સમયે એટલે કે મૃત્યુની થોડી ક્ષણો પહેલા એક સોનેરી પ્રકાશ દેખાય છે.
જે મનુષ્યે પોતાની જિંદગી સાધારણ રીતે જીવી હોય તે લોકોને પોતાના મૃત્યુની થોડી ક્ષણો પહેલા પોતે કરેલા સારા અને ખરાબ કાર્યો યાદ આવે છે. તેમના જીવનની અમુક ઘટનાઓ તેમને યાદ આવે છે. જેના કારણે તેમનું દિલ ઉદાસ થઇ જાય છે અને તેમને પોતાએ કરેલા ખરાબ કાર્યોનો પસ્તાવો થાય છે.
ત્યાર બાદ ગરુડ પુરાણમાં એવું કહેવાયું છે કે તેમના મૃત્યુના સમયે યમના દૂત પ્રાણી કે મનુષ્યની પાસે આવે છે અને જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે તે વ્યક્તિને યમના દૂત દેખાય છે.
જે લોકોએ પોતાની જિંદગીમાં ખરાબ કર્મો અને ખોટા કાર્યો કર્યા છે તેમને યમ દૂતનું ભયાનક સ્વરૂપ દેખાય છે. રાક્ષશોની જેમ વિશાળ અને તેને જોઇને કોઈ પણ ભયભીત થઇ જાય તેવા હોય છે.
મૃત્યુના થોડા સમય પહેલા એટલે કે વ્યક્તિ પોતાની જિંદગીના અંતિમ ક્ષણોમાં પોતાની બોલવાની ક્ષમતા ખોઈ બેસે છે. ભગવાન તે વ્યક્તિના શરીર સાથે કંઈક એવું કરી નાખે છે કે તેની સામે આવતા વ્યક્તિઓને કંઈ બોલી શકતો નથી. એટલે જ તમે કદાચ ક્યાંક આ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને જોયો હોય તો તમને ખ્યાલ હશે કે આ સમયે વ્યક્તિ પોતાની વાત ઇશારાથી કહેવાનો પ્રયત્ન કરે છે.
ત્યાર બાદ તે વ્યક્તિને યમદૂત આકાશ માર્ગથી આત્માને લઇ જાય છે. ત્યાર બાદ તેને પોતાના કર્મો અનુસાર સજા થાય છે અને તેમણે કરેલા કર્મો અનુસાર તેની સાથે ન્યાય થાય છે.
તો મિત્રો મૃત્યુ એક જીવનનો અંત છે. એ પણ સત્ય છે કે મૃત્યુ બાદ પણ એક નવું જીવન શરૂ થાય છે અને તે આપણા કર્મો પર આધારિત હોય છે. માટે જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very Helpful Information 👍👌😊 Thanks