શું તમે જાણો છો કે આ કારણોસર પ્રાણીઓ પણ કરે છે આત્મ હત્યા.. તેનું કારણ જાણશો તો ચૌંકી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

શું તમે જાણો છો કે આ કારણોસર પ્રાણીઓ પણ કરે છે આત્મ હત્યા…

શું તમે ક્યારેય કોઈ પ્રાણીને આત્મ હત્યા કરતા જોયા છે ? કદાચ તમારો જવાબ “ના” હશે. કદાચ તમને આ વાત સત્ય ન પણ લાગે પરંતુ મિત્રો આ વાત બિલકુલ સાચી છે. પ્રાણીઓ પણ ગુપ્ત રીતે આત્મહત્યા કરતા હોય છે અને તેનું કારણ જાણીને તમને ખુબ જ આશ્ચર્ય થશે.
Image Source :
અત્યાર સુધી મનુષ્ય આત્મ હત્યા કરે તેવું તમે સાંભળ્યું અને જોયું હશે. પરંતુ ક્યારેય લગભગ કોઈને પણ એવી નહિ ખબર હોય કે મનુષ્યની જેમ પ્રાણીઓ પણ આત્મહત્યા કરે છે. તેને પણ કોઈ કારણો આત્મહત્યા કરવા માટે મજબુર કરે છે. તેઓ પણ પોતાની જિંદગીમાં હતાશ થઈને આત્મહત્યાનો શિકાર બનતા હોય છે. આ વાત સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ આ કડવી હકીકત છે.

પ્રાણીઓની અંદર પણ મનુષ્યની જેમ આત્મહત્યાની ભાવના રહેલી હોય છે. પ્રાણીઓ પણ પોતાના સાથીના દુઃખમાં અથવા તો પોતાના જીવનની અન્ય કોઈ મુશ્કેલીઓના કારણે આત્મહત્યા કરી લેતા હોય છે.
Image Source :
વૈજ્ઞાનિકોનું  આ બાબત પર એવું કહેવું છે કે આત્મહત્યા કરવી તે પ્રાણીઓના એક વ્યવહારનો અને સ્વભાવનો ભાગ છે. આમ જોઈએ તો મનુષ્યની સરખામણીએ પ્રાણીઓ ઓછી આત્મહત્યા કરે છે.

એક રીસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું છે કે કોઈ પણ પ્રાણીનું સાથી પ્રાણી મૃત્યુ પામે ત્યારે તેને ખુબ જ દુઃખ થતું હોય છે. એવી પરિસ્થિતિમાં ઘણી વાર જોવા મળ્યું છે કે પ્રાણીઓ તે પરિસ્થિતિમાં અન્ન પાણીનો ત્યાગ કરી દેતા હોય છે અને ત્યાર બાદ વધારે દિવસો સુધી આ રીતે ભૂખ્યા રહેવાથી તેમનું મૃત્યુ થઇ જાય છે. જે એક આત્મહત્યા જ કહેવાય. એટલું જ નહિ પરંતુ અમુક પાલતું પ્રાણીઓ તો એવા પણ હોય છે કે જો તેમના માલિક મૃત્યુ પામે તો તે પાલતું પ્રાણી પોતે પણ આ રીતે ખાવા પીવાનું છોડીને આત્મહત્યા કરી લે છે.
Image Source :
આપણે લોકો તેના આત્મહત્યાના ભાવને ઓળખી નથી શકતા કારણ કે તેઓ ખુબ જ ગુપ્ત રીતે આત્મહત્યા કરતા હોય છે. આ આત્મહત્યાની પ્રવૃત્તિ કુતરા અને બિલાડી જેવા પ્રાણીઓમાં વધારે જોવા મળે છે. એક શોધ દ્વારા જાણવા મળ્યું કે આત્મહત્યા કરતા  પ્રાણીઓ સૌથી વધારે પાલતું પ્રાણીઓ હોય છે અને તેમને તેમના માલિકથી ખુબ જ લગાવ હોય છે. આગળ જણાવ્યું તેમ તેમના માલીકથી દુર થવાથી તેઓ ખુબ દુઃખી થઇ જતા હોય છે. પ્રાણીઓ પોતાના દુઃખને મનુષ્યની જેમ બોલીને પોતાનું દુઃખ વ્યક્ત નથી કરી શકતા.
Image Source :
મિત્રો ઘણી વાર પ્રાણીઓના સામુહિક આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી. તેમને જોતા એવું લાગે કે તે પ્રાણીઓએ બધાએ એક સાથે સમંતિ લઈને એક જ રીતે મરવાનું નક્કી કર્યું હોય. તેમાંથી કોઈ ઘટનાઓમાં એકસાથે દસ તો એક સાથે બાર પ્રાણીઓ એક જ સમયે, એક જ જગ્યાએ, એક સાથે મૃત્યુ પામ્યા હતા. જેમાંથી કોઈ ઘટનાઓનું રહસ્ય સામે આવ્યું તો કોઈનું રહસ્ય હજુ કોઈ ઉકેલી શક્યું નથી. આ વાત એ તરફ ઈશારો કરે છે કે પ્રાણીઓ પણ આત્મહત્યા કરતા હોય છે. તેઓમાં પણ મનુષ્યની જેમ આત્મહત્યા કરવાની ભાવના રહેલી હોય છે.
Image Source :
એક શોધ અનુસાર વૈજ્ઞાનિકોનું તેવું પણ માનવું છે કે ક્યારેક દુષિત વાતાવરણમાં પ્રાણીઓને જીવવાની ઈચ્છા ખતમ થઇ જતી હોય છે જેના કારણે તેઓ આ રીતે સામુહિક આત્મહત્યા કરતા હોય છે.

મિત્રો અમારો આ લેખ કેવો લાગ્યો અને અને જો હજુ આગળ તમે તે પ્રાણીઓની સામુહિક રહસ્યમય આત્મહત્યાની ઘટના વિશે જાણવા માંગતા હોવ તો કમેન્ટ દ્વારા જણાવો.

Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment