લસણની કળીઓ કાઢવામાં શું તમારે પણ વાર લાગે છે….. તો જાણો આ ટીપ્સ…. એક મિનીટમાં જ ફોતરા ઉતારી શકશો…

લસણની કળીઓ કાઢવામાં શું તમારે પણ વાર લાગે છે….. તો જાણો આ ટીપ્સ…. એક મિનીટમાં જ એક કિલો જેટલા લસણના ફોતરા ઉતારી શકશો…

મિત્રો લસણ આપણું ભોજન ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. તેથી આપણે ઘણી બધી વાનગીઓમાં લસણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ રોજે લસણ ફોલવું તે થોડું અઘરું કામ બની જતું હોય છે. કંઈ પણ વસ્તુ બનાવતા પહેલા લસણ ફોલવું પડે તે કાર્ય વધારે સમય લઇ લેતું હોય છે.

આ ઉપરાંત ઘણા લોકો લસણની ચટણી બનાવીને ઘરમાં રાખતા હોય છે. પરંતુ તેના માટે પણ લસણ ફોલવાની પ્રક્રિયા વધારે ટાઈમ કન્ઝ્યુંમીંગ અને કંટાળા જનક હોય છે તો મિત્રો આજે અમે તે સમસ્યા માટે ખુબ જ સરળ ટીપ્સ લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે માત્ર અમુક મિનીટમાં જ એક કિલોથી પણ વધારે લસણ ફોલી શકશો. તો ચાલો જાણીએ સરળ અને ખુબ જ કામની ટીપ્સ.

સૌથી પહેલા અમે જે ટીપ્સ જણાવીશું તે ખુબ જ અસરકારક છે. તેના માટે સૌથી પહેલા લસણની કળીઓ છૂટી પાડી લો. ત્યાર બાદ એક કડાઈમાં એક થી બે ગ્લાસ પાણી ગરમ કરો. પાણી વધારે ઉકાળવાનું નથી માત્ર થોડું ગરમ કરવાનું છે. ત્યાર બાદ તેમાં લસણની કળીઓ નાખી દો અને ચમચીની મદદથી તેને હલાવીને પાણીમાં ડુબાડી દો.

ત્યાર બાદ લસણની કળીઓને એક થી બે મિનીટ સુધી પાણીમાં રહેવા દો. ત્યાર બાદ તમે જોશો તો લસણના ફોતરા અલગ પડી ગયા હશે. હવે તમારે હાથની મદદથી ફોતરા અને લસણની કળીઓ અલગ કરી લેવાના છે. આ રીતે તમે પાંચ જ મિનીટમાં એક કિલો લસણ ખુબ સરળતાથી ફોલી શકો છો. મિત્રો લસણ ફોલવાની આ ટ્રીક સૌથી સરળ અને અસરકારક છે. પરંતુ અન્ય રીતો પણ છે જેની મદદથી તમે સરળતાથી લસણ ફોલી શકો છો તે પણ જાણી લઈએ.

જો મિત્રો તમારે ગરમ પાણી ન કરવું હોય તો તમે લસણની કળીઓને અલગ કરી તેને ઠંડા પાણીમાં એક કલાક સુધી પલાળી રાખો. એક કલાક બાદ લસણને પ્લેટમાં રાખી હાથ કે ચમચીની મદદથી દબાવશો તો ફોતરા પોતાની મેળે જ નીકળી જશે.

આ ઉપરાંત લસણની કળીઓને ત્રીસ સેકન્ડ માટે માઈક્રોવેવમાં રાખી દો અને ત્યાર બાદ તેને તમે માઈક્રોવેવમાંથી બહાર કાઢશો તો ખુબ જ સરળતાથી ઓછી મહેનતે તમે તેના ફોતરા ઉતારી શકશો. જો તમારી પાસે માઈક્રોવેવ ન હોય તો પણ તમે આ ટીપ્સ અપનાવી શકો છો.માઈક્રોવેવની જગ્યાએ પેન અથવા કડાઈમાં લસણની કળીઓ નાખી ધીમા તાપે થોડી વાર ગરમ કરો ત્યાર બાદ લસણના ફોતરા ખુબ જ સરળતાથી ઉતરી જશે.

હજુ એક રીતથી તમે લસણને ફોલી શકો છો તેના માટે તમારે લસણની કળીઓ છૂટી પાડી તેને એક ડબ્બામાં દસ મિનીટ સુધી ઢાંકીને રાખવાની છે. દસ મિનીટ બાદ ડબ્બાને ખુબ જ હલાવવો અને ત્યાર બાદ તમારે લસણના ફોતરા ઉતારવા તો સરળતાથી ઉતરી જશે.

મિત્રો લસણ ફોલતી વખતે હજુ એક સમસ્યા આવતી હોય છે કે લસણ ફોલ્યા બાદ હાથમાં લસણની ગંધ રહી જતી હોય છે તો તેના માટેની એક ગોલ્ડન ટીપ્સ પણ અમે આ લેખમાં જણાવશું. જો લસણ ફોલ્યા બાદ હાથમાં લસણની ગંધ હોય તેને દુર કરવા તમારે હાથમાં થોડા ખાવાના સોડા લઇ હાથમાં સોડા લગાવીને ત્યાર બાદ  પાણીથી હાથ ધોઈ લેવા. તેનાથી હાથમાંથી આવતી લસણની દુર્ગંધ તરત જ ગાયબ થઇ જશે.

તો મિત્રો તમને અમારી આ ટીપ્સ કેવી લાગી તેમજ કંઈ ટીપ્સ તમને સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો… USEFUL કે  NOT USEFUL

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment