કોરોનાથી ડરવાની જરૂર નથી | જાણી લ્યો કોરોનાથી બચવા માટે ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી છે…

મિત્રો આજે સમગ્ર દેશમાં કોરોનાની મહામારી એટલી વધી ગઈ છે કે, આખો દેશ તેની ચપેટમાં આવી ગયો છે. જ્યારે કોરોનાની આ ત્રીજી લહેર અતિશય બેકાબુ થઈ ગઈ છે. આ સમયે તમારે એ જાણવું ખુબ જ જરૂરી થઈ જાય છે કે, તમારે ક્યારે ટેસ્ટ કરાવવાની જરૂર છે, અને ક્યાં પ્રકારના ઈલાજ તમને મળી શકે તેમ છે. આથી જો તમે શરૂઆતમાં જ ટેસ્ટ કરાવી લો તો સમયસર તમે તેનો ઈલાજ કરી શકો છો.

રેપીડ એન્ટીજન ટેસ્ટ :આ પ્રકારના ટેસ્ટમાં નાકમાંથી એક પાતળી નળી દ્વારા સેમ્પલ લેવામાં આવે છે. નાકમાંથી લીધેલ તે લીક્વીડને ટેસ્ટ કીટમાં નાખવામાં આવે છે. અને આ કીટ થોડીવારમાં જ બતાવી દે છે તમે કોરોનાથી સંક્રમિત છો કે, નહિ આ કીટ એ પ્રકારની જ હોય છે જે રીતે પ્રેગનેન્સી ટેસ્ટ કીટ હોય છે. સેમ્પલ નાખ્યા પછી જો 2 રેડ લાઈન આવે છે તો તેનો અર્થ છે કે કોરોના પોઝીટીવ છે. એક લાઈન આવે તો કોરોના નેગેટીવ હોય છે. આ રીતમાં નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે. તેમજ આ રિપોર્ટ આવવામાં 15 થી 20 મિનીટનો જ સમય લાગે છે.

RT – PCR (આરટી-પીસીઆર) : આરટી પીસીઆર ટેસ્ટ એટલે કે રીવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ ચેન રીએક્શન ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા માણસના શરીરમાં વાયરસની તપાસ કરવામાં આવે છે. તેમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન શરીરના ઘણા ભાગમાંથી સેમ્પલ લેવાની જરૂર પડે છે. આ ટેસ્ટમાં નાક અને ગળાના ભાગથી સ્વેબ (કફ) લેવામાં આવે છે. આ રિપોર્ટમાં 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે.

એન્ટી બોડી ટેસ્ટ : આ ટેસ્ટ શરીરમાં પહેલા થયેલા કોરોના સંક્રમણની તપાસ કરવા માટે કરવામાં આવે છે. સંક્રમિત થયેલ વ્યક્તિનું શરીર લગભગ એક અઠવાડિયા પછી લડવા માટે એન્ટી બોડી બનાવે છે. 9 દિવસમાં અથવા 14 દિવસમાં એન્ટી બોડી બની જાય છે. આ ટેસ્ટ લોહીનું સેમ્પલ લઈને કરવામાં આવે છે. તેમજ આ રિપોર્ટ આવવામાં 1 કલાક જેટલો સમય લાગે છે.ટુ નેટ ટેસ્ટ : ટુ નેટ મશીન દ્વારા ન્યુક્લીક એમ્પલીફાઈડ ટેસ્ટ કરવામાં આવે છે. હાલ આ મશીન દ્વારા ટીબી અને એચઆઈવી સંક્રમણની તપાસ કરવામાં આવે છે. હવે કોરોનાનો સ્કીન ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં વાયરસ ન્યુક્લીક મટીરીયલને બ્રેક કરીને ડીએનએ અને આરએનએ ની તપાસ કરવામાં આવે છે. નાક અને ગળાથી સ્વેબ લેવામાં આવે છે અને તેમાં 3 કલાકનો સમય લાગે છે.

સીટી વેલ્યુ અને સીટી સ્કોર : આરટી-પીસીઆર ટેસ્ટમાં જાણવામાં આવતી સીટી વેલ્યુ એ જણાવે છે કે, દર્દીમાં વાયરસ લોડ કેટલો છે. 24 થી ઓછી વેલ્યુ વાળા લોકોને જોખમ વધુ રહે છે. તેનાથી ઉપર લોકોને ઓછું જોખમ રહે છે. વધુ સીટી સ્કોર વાળા દર્દીઓને વધુ જોખમ રહે છે.રિપોર્ટ આવવામાં કેટલો સમય લાગે છે ? : આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવવામાં સામાન્ય રીતે 5 થી 6 કલાકનો સમય લાગે છે. ઘણી વખત તેનાથી વધુ સમય પણ લાગે છે. આરટી-પીસીઆર ટેસ્ટ તમારા શરીરમાં વાયરસની હાજરી તપાસવામાં સક્ષમ હોય છે. આ જ કારણ છે કે, ઘણા લોકોમાં કોરોના લક્ષણ ન દેખાતા હોય તો પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. જો કે આગળ જતા વાયરસના કોઈ લક્ષણ આવશે કે નહિ, અથવા આ વાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તેના વિશે આરટી-પીસીઆર ટેસ્ટ દ્વારા નક્કી નથી કરી શકાતું.

ટેસ્ટ માટે કોઈ તૈયારી પણ કરવી પડે છે ? : આ ટેસ્ટ માટે કોઈ ખાસ પ્રકારની તૈયારીની જરૂર નથી. પણ તમે કોઈ વિશેષ દવા, ઉકાળો, અથવા જડીબુટ્ટીનું સેવન કરી રહ્યા છો એક વખત પોતાના ડોક્ટરની સલાહ લઈને જ સેમ્પલ દો. એવું એટલા માટે કારણ કે જે દવા અથવા ઉકાળાનું સેવન તમે કરી રહ્યા છો, તેનાથી રીપોર્ટ પર અસર નહિ જોવા મળે. સેમ્પલ આપવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. સેમ્પલ ગમે ત્યારે આપી શકાય છે.આમ તમે ઉપર આપેલ ટેસ્ટ દ્વારા કોરોનાની તપાસ પોતાના શરીરમાં કરાવી શકો છો. તેનાથી તમે અગાઉ સાવધાન રહી શકો છો. તેમજ હાલ તો તમે માસ્ક પહેરો અને સામાજિક અંતર જાળવી રાખો. તે ખુબ જ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment