આવી કેરી હોય છે કેમિકલથી પકવેલી, જાણો એને ઓળખવાની રીત. એ કેમિકલથી જીવ પણ મુકાય શકે છે જોખમમાં..

મિત્રો હાલ ઉનાળાનો તડકો ખુબ જ પડી રહ્યો છે, અને કેરીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે માર્કેટમાં મળતી પાકેલી કેરી કેમિકલ વાળી હોય છે કે નહિ ? આજકાલ લોકો કેરીને ફટાફટ પકાવવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. તો આજે આ લેખમાં તમને જણાવશું અમુક એવી ટીપ્સ જેના દ્વારા તમે જાણી શકશો કે તમે જે કરી ખરીદો છો તે કેમિકલ વાળી છે કે દાબામાં પકવેલ છે. તો ચાલો જાણીએ કેવી રીતે આપણે શુદ્ધ કેરીને.

રાસાયણિક રીતે પાકેલી કેરીને ઓળખવા માટેની સરળ ટિપ્સ : કેરીના શોખીન લોકો તો ઉનાળાની ઋતુની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. નાના હોય કે પછી મોટા દરેક લોકોને કેરી તો ખુબ જ ભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ કેરી શું કુદરતી રીતે પકવેલી છે કે પછી તેને કેમિકલ દ્વારા પકવવામાં આવી છે અને જો કેમિકલ દ્વારા પકવવામાં આવી છે તો તેનો સ્વાદ તો બદલાય જ છે પણ તેનાથી સ્વાસ્થ્યને નુકશાન પણ પહોંચી શકે છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થતું હશે પરંતુ આ સાચું છે. તો ચાલો આપણે જાણીએ કે આવું શા માટે થાય છે.પીળા કલર વાળી કેરી કે પછી સસ્તી મળતી કેરીને ખરીદીને તમે તેને ઘરે લઈને આવો છો તો તે કેરીની સાથે જ તમે કેટલીક એવી ગંભીર સમસ્યાઓને પણ તમારી સાથે લઈને આવો છો. કોઈ પણ ફળોને પકવવા માટે જો કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તો તે માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરી શકે છે અને કેન્સર થવાની સંભાવના પણ લોકોમાં રહે છે.

કેમિકલ્સ દ્વારા પાકેલા ફળ કેમ જોખમી હોય છે ? : કેલ્શિયમ કાર્બાઈડ, એસિટિલીન ગેસ, કાર્બન મોનોક્સાઈડ, પોટેશિયમ સલ્ફેટ, ઇથિફોન, પ્યૂટ્રીજીયન, ઓક્સિટોસિન આ બધા કેમિકલથી લગભગ બધા ફળોને પકવવામાં આવતા હોય છે. આ કારણે પણ વ્યક્તિને સ્કીન કેન્સર, કોલન કેન્સર, સર્વાઈકલ કેન્સર, બ્રેન ડેમેજ, લીવર ફાઈબ્રોસિસ અને નર્વસ સિસ્ટમથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ થતી હોય છે.આ રીતે કેમિકલ્સથી પાકેલા ફળોની ઓળખ કરો : કેમિકલ્સ યુક્ત ફળો પાકેલા છે તેની ઓળખ તમે તેના પર રહેલા પીળા ચિન્હોથી કરી શકશો. જે ફળ કેમિકલ્સ દ્વારા પકવવામાં આવ્યા હશે તે ફળ પીળા કલરનું ફળ હશે અને તમને વચ્ચે- વચ્ચે લીલું દેખાશે. જ્યારે તમને કુદરતી રીતે પાકેલા ફળમાં પીળા કે પછી લીલા રંગનું કોઈ પણ ચિન્હ જોવા નહી મળે.

જો કેમિકલથી ફળને પકવવામાં આવ્યું હશે તો તે અમુક જગ્યાએથી પીળું અને અમુક જગ્યાએથી સફેદ જોવા મળશે. જેમ કે જો કુદરતી રીતે ફળ પાકેલું હોય તો તે પૂરી રીતે પીળું દેખાય છે અને જો કેમિકલ દ્વારા જે પણ ફળને પકવવામાં આવે છે તેની છાલ પાકેલી તમને દેખાશે પણ તે અંદરથી કાચું ફળ નીકળશે.કેમિકલ યુક્ત ફળ ખાતી વખતે મોં નો સ્વાદ ઓફ થઈ જાય છે અને મોં માં થોડી સળગતી ઉત્તેજના પણ શરૂ થઈ જાય છે. આ સિવાય કેટલીક વાર તો આવા ફળોને ખાવાના કારણે ઉલ્ટી, પેટમાં દુઃખાવો અને ડાયેરિયાની સમસ્યા પણ થઈ શકે છે.

ફળને ખરીદતા પહેલા આ સાવધાની રાખો : તમે જ્યારે પણ બજારમાંથી કોઈ પણ ફળને ખરીદો છો તો તેને એકવાર જરૂરથી સુંઘવું જોઈએ કે તેમાં કોઈ કેમિકલ્સની સુગંધ તો નથી આવતી ને ? અને જો તેમાંથી કેમિકલ્સની સુગંધ આવે છે તો તેને તમે ન ખરીદો.જ્યારે પણ તમે બજાર માંથી કોઈ પણ ફળને ખરીદીને લાવો છો તેવા જ તે ફળને તમે ધોઈ લો. 5 મિનિટ માટે તમે કેરીના ફળને જમવાની પહેલા થોડા ગરમ પાણીમાં ડૂબાડીને રાખો અને પછી બીજા પાણીમાં ધોઈને તેનું સેવન કરો.

આમ તમે જ્યારે કેરી ખરીદો છો ત્યારે અમુક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. તેમજ આ કેમિકલથી બચવા માટેનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે કાચી કેરી ખરીદો અને તેને ઘરે જ કુદરતી રીતે પકાવો. પછી જ તેનું સેવન કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આવી કેરી હોય છે કેમિકલથી પકવેલી, જાણો એને ઓળખવાની રીત. એ કેમિકલથી જીવ પણ મુકાય શકે છે જોખમમાં..”

Leave a Comment