માર્કેટમાં મીઠી અને સ્વાદિષ્ટ સાકરટેટીને કેવી રીતે ઓળખવી ? આ છે તેની સરળ ટીપ્સ..

મિત્રો તમે જોતા હશો કે હવે માર્કેટમાં ઉનાળામાં આવતા ફળોની શરૂઆત થઈ ગઈ છે. આ ઉનાળામાં કેરી, તરબૂચ, તેમજ સાકરટેટી ખુબ જ આવે છે. પણ ઘણી વખત આપણે આ ફળો ખરીદવામાં ભૂલ કરી છીએ અને ઘરે સ્વાદિષ્ટ ફળ આવવાની જગ્યાએ મોળા અથવા તો સ્વાદ વગરના ફળ આવી જાય છે. આથી તેની સાચી ઓળખ કંઈ રીતે કરવી તે જાણવું ખુબ જરૂરી બની જાય છે.

બજારમાંથી સાકરટેટી ખરીદતી વખતે જો તમે મીઠી અને સારી સાકરટેટીની ઓળખ નથી કરી શકતા તો અહીં થોડી એવી ટીપ્સ વિશે અમે તમને જણાવશું, જેની મદદથી તમે સારી અને મીઠી સાકરટેટી ખરીદી શકશો. તો ચાલો જાણીએ એ ટીપ્સ વિશે.ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો રસદાર ફળ ખાવાનું પસંદ કરે છે. આ ઋતુમાં સખત તડકો અને ગરમીના કારણે સતત પરસેવો નીકળે છે. તેવામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે રસદાર ફળ ખુબ જ ફાયદાકારક છે. પણ તરબૂચ અને સાકરટેટી બે એવા ફળ છે જે બધાને પસંદ હોય છે. પણ જ્યારે તમે તેને બજારમાંથી ખરીદીને લાવો છો તો એ જાણવું ખુબ જરૂરી છે કે, કંઈ સાકરટેટી મીઠી અને સારી છે. આથી અમે તમને જણાવશું કે તમે મીઠી અને સ્વાદિષ્ટ સાકરટેટી કેવી રીતે પસંદ કરશો.

સાકરટેટીનો ઉપરનો ભાગ : સાકરટેટીના ઉપરના ભાગને સ્ટેમ કહે છે. બજારમાં ઘણા પ્રકારની સાકરટેટી મળે છે આથી સાકરટેટી ખરીદતી વખતે તેના સ્ટેમ એટલે કે ઉપરના ભાગને દબાવી જુઓ. જો તે દબાઈ રહ્યો છે તો સાકરટેટી અંદરથી પાકેલી અને મીઠી હોય છે. જો ઉપરના ભાગે છેદ હોય અથવા વધુ ગળેલું હોય તો તેને ન ખરીદો. કારણ કે તે ખરાબ નીકળી શકે છે. સ્ટેમ ખુબ જ હાર્ડ હોય ત્યારે તે મીઠી નથી હોતી. આથી વધુ ગળેલી સાકરટેટી ન ખરીદો.સાકરટેટીનો રંગ : તમે સાકરટેટીનો રંગ જોઈને પણ જાણી શકો છો કે, તે મીઠી હશે કે નહિ. જો સાકરટેટીની બહારની છાલ પીળી છે અને તેના પર ધાર છે તો તે સાકરટેટી અંદરથી મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. જો સાકરટેટીનો રંગ લીલો છે તો તે ફીકી હોય શકે છે અને આ સાકરટેટી ખાવી તમને નહિ ગમે. કારણ કે તે મીઠી નથી હોતી.

સાકરટેટીનો નીચેનો ભાગ : સાકરટેટીનો ઉપરનો ભાગ જોવાની સાથે સાથે તેના નીચેનો ભાગ પર જુઓ. જો સાકરટેટી નીચેથી ડાર્ક છે તો સાકરટેટી મીઠી છે અને તે પ્રાકૃતિક રૂપે પાકેલી છે. જો સાકરટેટીનો નીચેનો ભાગ સામાન્ય છે તો તેને બિલકુલ ન ખરીદો. આ પ્રકારની સાકરટેટી મીઠી અને સ્વાદિષ્ટ હોય શકે છે પણ તે કેમિકલના ઉપયોગથી પકવેલી હોય છે.સાકરટેટીની સુગંધ : તમે સાકરટેટીની ખુશ્બૂથી પણ જાણી શકો છો કે, સાકરટેટી મીઠી છે કે ફીકી. જો સાકરટેટી માંથી તેજ ખુશ્બૂ આવે છે તો તે અંદરથી મીઠી અને પાકેલી હોય છે. અને જો સાકરટેટીમાંથી ખુશ્બૂ ઓછી આવે છે તો તે ફીકી પણ હોય શકે છે. અને જો સાકરટેટીને વધુ સમય સુધી સુંઘવા પછી ખુશ્બૂ આવે છે તો તે પાકેલી તો છે પણ અંદરથી મીઠી નથી હોતી.

સાકરટેટીનો વજન : સાકરટેટી મીઠી અને પાકેલી હોવાની સાથે સાથે તેમાં ઓછો વજન હોવો પણ જરૂરી છે. વધુ વજન વાળી સાકરટેટીની અંદર વધુ બીજ હોય છે. અને તે ઓછી પાકેલી હોય છે. ધ્યાન રાખો કે તમે પીળી અને મુલાયમ સાકરટેટી પણ ન ખરીદો, આવી સાકરટેટી અંદરથી સડેલી અને ગળેલી નીકળી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment