ગંદામાં ગંદા વ્હાઈટ શુઝ ફક્ત 5 મિનીટમાં થઈ જશે એકદમ નવા જેવા સાફ… લગાવી દો આ એક વસ્તુ… બદલી જશે બુટની શિકલ અને લાગશે એકદમ સફેદ દાંત જેવા…

મિત્રો આપણે સૌને સુંદર દેખાવું બહુ ગમે છે. પણ જો તમારી સુંદરતામાં તમારા ગંદા શુઝ્ને કારણે તમારે નીચું જોવું પડે છે. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે એક ખુબ જ સરળ ઉપાય લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે માત્ર 5 મીનીટમાં પોતાના શુઝને ચમકતા કરી શકશો.  

મોટાભાગે તમે સાંભળ્યુ હશે કે, કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોતાં પહેલા એ જોવામાં આવે છે કે તેણે શું પહેર્યું છે અને શું નહીં. ખાસ કરીને બીજાની નજર સૌથી પહેલા ચંપલ અને બુટ પર જ જાય છે. જો બુટ ગંદા હોય તો સામે વાળો વ્યક્તિ 1 સેકેંડની અંદર જજ કરવા લાગે છે કે, સામે વાળાનું સ્ટેટસ કેવું છે.આમ તો અન્ય બુટને લઈને નહીં, પરંતુ જ્યારે સફેદ બુટની વાત હોય તો તેની સફાઈ પર વધારે ધ્યાન આપવાની જરૂર રહે છે. જો સફેદ બુટ ગંદા હોય તો, દૂરથી જ દેખાઈ આવે છે. માટે જ તેની સફાઈ પર વધારે ધ્યાન આપવાની જરૂર રહે છે. જો તમારા વ્હાઇટ શૂઝ પણ કઇંક વધારે ગંદા થઈ ગયા હોય કે પછી બુટ પર કોઈ વસ્તુનો ડાઘ લાગી ગયો હોય તો તમે તેણે માત્ર 5 મિનિટમાં 1 જ વસ્તુથી એકદમ ક્લીન કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે? 

હાઈડ્રોજન પેરોક્સાઈડનો કરો ઉપયોગ:- હા, જે 1 વસ્તુ વિશે અમે તમને જણાવી રહ્યા હતા તેનું નામ હાઈડ્રોજન પેરોક્સાઈડ છે. ઘરની સફાઈ કે કોઈ પણ વસ્તુથી ડાઘ દૂર કરવા માટે તમે તેનો એક વખત નહીં પરંતુ ઘણી વખત ઉપયોગ કર્યો હશે. તમને જણાવી દઈએ કે, તેના ઉપયોગથી ગંદામાં ગંદા વ્હાઇટ શૂઝને થોડી જ મિનિટમાં સાફ કરી શકાય છે.

ફોલો કરો આ સ્ટેપ્સ:- સૌથી પહેલા 1 લિટર પાણીમાં 1 ચમચી ડીટર્જંટ પાવડર લઈને તેણે સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં 1-2 ચમચી હાઈડ્રોજન પેરોકસાઈસડ લિક્વિડ નાખીને પણ સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ આ મિશ્રણને નવશેકું કરી લો અને તેમાં બુટ નાખીને 5 મિનિટ સુધી એમ જ રહેવા દો. 5 મિનિટ બાદ ક્લીનિંગ બ્રશથી રગડીને સાફ કરી લો.નોટ:- મિશ્રણને વધારે ગરમ કરવાનું નથી, જો ઘરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લિક્વિડ ન હોય તો તમે કોઈ જનરલ સ્ટોરથી ખરીદી શકો છો. 

વ્હાઇટ શૂઝમાંથી જિદ્દી ડાઘ દૂર કરવાની ટિપ્સ:- જો વ્હાઇટ શૂઝ પર ઘાસ, સબ્જી વગેરે વસ્તુઓના ડાઘ લાગી ગયા હોય તો, હાઈડ્રોજન પેરોક્સાઈડ લિક્વિડની મદદથી તેણે સાફ કરી શકાય છે.

તે માટે ફોલો કરો આ ટિપ્સ:- સૌથી પહેલા 1 બાઉલમાં 2 ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ લિક્વિડ લો. હવે તેમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર બાદ આ મિશ્રણને લઈને ડાઘ વાળી જગ્યા પર લગાડીને 5 મિનિટ માટે છોડી દો. 5 મિનિટ બાદ ક્લીનિંગ બ્રશથી રગડીને સાફ કરી લો. તેનાથી સફેદ બુટ પર લાગેલા જિદ્દી ડાઘ સરળતાથી સાફ થઈ જાય છે. 

હાઈડ્રોજન પેરોક્સાઈડ અને લીંબુનો ઉપયોગ:- અત્યાર સુધીટી તમે હાઈડ્રોજન પેરોકસાઈડનો ઉપયોગ જાણી જ ગયા હશો, પરંતુ તમને જણાવી દઈએ કે હાઈડ્રોજન પેરોક્સાઈડ અને લીંબુનું મિશ્રણ ગંદામાં ગંદા શૂઝ સાફ કરવાનો એક બેસ્ટ ઉપાય છે.તે માટે ફોલો કરો આ ટિપ્સ:- 2 કપ પાણીમાં 1 ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ લઈને સરખી રીતે મિક્સ કરો. હવે તેમાં 2-3 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને 2 મિનિટ માટે સેટ થવા છોડી દો. ત્યાર બાદ આ મિશ્રણમા બ્રશ ડૂબાડીને બુટ પર રગડો.તેનાથી બુટ એકદમ ક્લીન થઈ જાય છે. 

સફેદ બુટ ક્લીન કરવાની અન્ય ટિપ્સ:- હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બેકિંગ સોડા સિવાય અન્ય વસ્તુઓના ઉપયોગથી પણ ગંદામાં ગંદા વ્હાઇટ શૂઝ પાંચ મિનિટમાં ક્લીન કરી શકાય છે. તે માટે તમે સિરકાનો ઉપયોગ કરી શકો છો. તે સિવાત ટૂથપેસ્ટના ઉપયોગથી પણ બુટની સફાઈ કરી શકાય છે. બોરેક્સ પાવડર પણ સફેદ બુટ સાફ કરવા માટે બેસ્ટ ક્લીનિંગ વસ્તુ છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment