ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું બયાન.. નોટો પર છાપો લક્ષ્મીજીનો ફોટો થશે ફાયદો

મિત્રો આપણે ત્યાં લક્ષ્મીજીનું ખુબ જ મહત્વ છે. તો આપણે ત્યાં પૈસાને લક્ષ્મી સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ મુદ્દે એક બીજેપી સાંસદ દ્વારા એક બયાન આપવામાં આવ્યું છે, જેણે ખુબ જ ચર્ચા મચાવી છે. તો આજે આ લેખમાં તમને જણાવશું કે બીજેપી સાંસદ દ્વારા શું બયાન આપવામાં આવ્યું છે. 

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ડોલરના મુકાબલે નીચે આવતા રૂપિયાને લઈને અજીબ બયાન આપ્યું હતું. તેમણે ભારતીય કરન્સીની સ્થિતિને સુધારવા માટે બેંક નોટમાં ધનની દેવી લક્ષ્મીજીની તસ્વીર છાપવાની વાત કરી હતી. 

મધ્યપ્રદેશના ખંડવામાં ‘સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાલા’ વિષય પર ભાષણ આપ્યા બાદ મીડિયાની સાથે વાતચીત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું નોટમાં ધનની દેવી લક્ષ્મીજીની તસ્વીર છાપવાના પક્ષમાં છું. 

ઇન્ડોનેશિયાની કરન્સી પર ભગવાન શ્રી ગણેશની તસ્વીર છાપવા મુદ્દે સવાલ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, આ સવાલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપી શકે છે. પરંતુ જ્યાં સુધી મારી વાત છે, તો હું તેના પક્ષમાં છું. ભગવાન ગણેશ બાધાઓને દુર કરે છે. મારું તો એવું માનવું છે કે, ધનની દેવી લક્ષ્મીની તસ્વીર બેંક નોટ પર છાપવાથી ભારતીય કરન્સીની સ્થિતિમાં સુધારો આવી શકે છે આ મુદ્દે કોઈએ પણ ખરાબ લગાવવાની જરૂર નથી. આ બાબતે સુબ્રમણ્યમ સ્વામીએ ચોક્કસ હિંદુ સંસ્કૃતિને લઈને વાત કરી છે. કેમ કે લક્ષ્મી’જીનું પૂજન લગભગ દરેક હિંદુ ઘર કરતું હોય છે. તેના શુભ માનવામાં આવે છે. 

આ દરમિયાન બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નાગરિકતા સંશોધન અધિનિયમ(CAA) પર પણ તેની વાત રાખી હતી. તેમણે જણાવ્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમમાં આપત્તિજનક કંઈ પણ નથી. તેના માટે કોંગ્રેસ અને મહાત્મા ગાંધીએ ખુદ નાગરિકતા સંશોધન કાનુન માટે અપીલ કરી હતી. 

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, વર્ષ 2003 માં સંસદમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ પાકિસ્તાનના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાની અપીલ કરી હતી. અમે એજ વસ્તુને લઈને આવ્યા છીએ. પરંતુ હવે કોંગ્રેસ તેનો સ્વીકાર નથી કરી રહ્યું, અને જણાવે છે કે અમે પાકિસ્તાનના મુસ્લિમો સાથે અન્યાય કર્યો છે. પરંતુ મારો સવાલ છે કે, તેમાં ક્યાં અન્યાય થાય છે ? પાકિસ્તાનના મુસ્લિમો ભારતમાં આવવા નથી ઇચ્છતા. તો આપણે તેને અહિયાં આવવા માટે મજબુર પણ ન કરી શકીએ. 

ભારતની જનસંખ્યા ખુબ જ ઝડપથી હોવાથી ચિંતા પણ વ્યક્ત કરી હતી. બીજેપી નેતાએ જણાવ્યું કે, જો આવી જ રીતે ભારતની જનસંખ્યા વધતી રહે, તો વર્ષ 2025 સુધીમાં ભારત દુનિયાનો સૌથી વધારે જનસંખ્યા વાળો દેશ બની જશે અને ચીનને પણ પાછળ છોડી દેશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment