PAYTM માં KYC અપડેટના નામે ગઠીયા ઘરે આવી છેતરે છે… સુરતમાં NRI ની પત્નીને આ રીતે છેતરી

આપણે બધા જ જાણીએ છીએ કે આજકાલ ટેકનોલોજી અને ઈન્ટરનેટની દુનિયામાં લોકોને ખુબ જ સુવિધા મળી રહી છે. કેમ કે આપણે જોઈએ છીએ કે મોબાઈલમાં એપ્લિકેશનો દ્વારા આજે વ્યક્તિ ઘરે બેઠા બેઠા જ ઘણા કામો કરી શકે છે. આજે કોઈ પણ વ્યક્તિએ અનુ વ્યક્તિને પૈસા મોકલવા હોય તો બેંકમાં જવાની જરૂર નથી પડતી. ઘર પર અથવા તો ઓફિસ પરથી પણ મોબાઈલ દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. 

આજકાલ લગભગ લોકો ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ તો ઓનલાઈન ફ્રોડ કેસો પણ ખુબ જ વધવા લાગ્યા છે. તો આજે અમે તમને એક સુરતના જહાંગીરપુરામાં બનેલી સત્ય ઘટના વિશે જણાવશું. માટે આ લેખને અવશ્ય વાંચો અને દરેક લોકો સાથે શેર પણ કરો. જેના કારણે આ લેખ વાંચ્યા બાદ કોઈ તમને છેતરી ન શકે. ઘણી વાર આપણા મોબાઈલમાં રહેલ પેમેન્ટ એપ્લિકેશન અપડેટ કરવા માટે નોટિફિકેશન આવતી હોય છે. 

પરંતુ જો કોઈ ફોન કોલ આવે તો તેને કોઈ પણ પ્રકારની આપણી બેન્કિંગ માહિતી અથવા તો કોઈ પાસવર્ડ જણાવવા જોઈએ નહિ. સુરતમાં પેટીએમના કેવાયસી અને એકાઉન્ટ અપડેટ કરવાના નામ પર એક કોલ આવ્યો અને સાયબર ક્રાઈમ કરનાર ગઠીયો લોકોને ગોળ ગોળ વાતો કરીને ફસાવે છે અને પૈસા પડાવે છે. આવો કેસ સુરત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 

સુરતના જહાંગીરપુરામાં વૈષ્ણોદેવી ટાઉનશીપ સામે એપાર્ટમેન્ટ રહેતા એક એનઆરઆઈની પત્નીને કોલ આવ્યો, જેમાં પેટીએમનું કેવાયસી અપડેટ કરવાનું જણાવ્યું અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, તેમાં પેટીએમમાં ગોલ્સ સ્કીમના ઓપ્શનમાંથી એક રૂપિયો ટ્રાન્સફર કરવા જણાવ્યું, ત્યાર બાદ વિશ્વાસમાં લઈને ઈન્ટરનેટના હેકિંગથી તેણે બે થી ત્રણ જ મિનીટમાં 1.75 લાખ રૂપિયા એનઆરઆઈની પત્નીના ખાતામાંથી ઉપાડી લીધા હતા. તે મહિલાનો પતિ દુબઈમાં બિઝનેસ કરે છે. 

મળતી માહિતી અનુસાર આ ઘટના, જહાંગીરપુરામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાના મોબાઈલ પર મેસેજ આવ્યો. જે મેસેજ પેટીએમ કેવાયસીને લઈને હતો. પરંતુ તે મહિલા મેસેજને સમજી ન શકી. ત્યાર બાદ તે નંબર પર મહિલાએ કોલ કર્યો અને અજાણ્યા શખ્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, તમારું પેટીએમ કેવાયસી કેન્સલ થાય તેમ છે, માટે તમારે એ અપડેટ કરવું પડશે. મહિલાને કોલમાં વાત દ્વારા વિશ્વાસમાં લઈને ભેજાબાજે ટીમ વ્યુઅર એપ્લિકેશન મહિલા મોબાઈલમાં ડાઉનલોડ કરાવી. 

ત્યાર બાદ એ શખ્સ દ્વારા કહેવામાં આવ્યું કે, પેટીએમ મારફત ગોલ્ડ સ્કીમ ઓપ્શનમાં એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો. આવું કહ્યા બાદ માત્ર બે થી ત્રણ જ મિનીટમાં તે મહિલાના SBI એકાઉન્ટમાંથી રૂપિયા 1 લાખ 75 હજાર ઈન્ટરનેટ દ્વારા ટ્રાન્સફર કરીને ઉપાડી લીધા હતા. પરંતુ આ બનાવમાં વધુ માહિતી લઈને પોલીસ આગળની કામગીરી કરી રહી છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment