આ ગામમાં છેલ્લા 97 વર્ષથી વસ્તી નથી વધી, તેનું કારણ પુરા દેશે જાણવા જેવું છે.

મિત્રો જો આપણને કહેવામાં આવે કે એક ગામની જનસંખ્યા છેલ્લા 97 વર્ષથી સ્થિર છે. તો મિત્રો આ વાત આપણને ખોટી લાગે અને આશ્વર્ય પણ થાય. પરંતુ તમને જણાવી દઈએ કે આ વાત એકદમ હકીકત છે. અમે તમને એક ગામ વિશે જણાવશું જ્યાંની વસ્તી એટલે કે જનસંખ્યા લગભગ 97 વર્ષથી સ્થિર છે. આ ગામ મધ્યપ્રદેશના બૈતુલ જીલ્લાના ધનોરા એક એવું ગામ છે, જ્યાંની જનસંખ્યા વર્ષ 1922 માં 1700 હતી, આજે પણ ત્યાંની વસ્તી 1700 જ છે. આ ગામમાં કોઈ પણ પરિવાર હોય તેને બે થી વધારે બાળકો નથી. પરંતુ સૌથી સારી વાત આ ગામની એ છે કે અહિયાં કોઈ પણ વ્યક્તિ દીકરો કે દીકરી વચ્ચેનો ભેદભાવ નથી રાખતું.

દુનિયામાં સમસ્યાઓનું સૌથી મોટું કારણ જનસંખ્યાનો વધારો માનવામાં આવે છે. કેમ કે દરેક દેશ-પ્રદેશ અને ગામોમાં જનસંખ્યામાં લગાતાર વધારો થઇ રહ્યો છે. બૈતુલનું ધનોરા ગામ આ દુનિયા માટે પરિવાર નિયોજન ક્ષેત્રમાં બ્રાંડએમ્બેસેડર છે. કેમ કે અહિયાં જનસંખ્યા વધતી જ નથી.  ધનોરા એક એવું ગામ છે જયાની જનસંખ્યા લગભગ છેલ્લા 97 વર્ષોથી સ્થિર બનેલી છે. એટલે કે આ વર્ષોમાં ગામની સંખ્યા 1700 થી આગળ વધી જ નથી. પરંતુ મિત્રો આવું શા માટે થયું તેની પણ એક રોચક કહાની છે. જેને જાણીને કોઈને પણ આશ્વર્ય થાય. તો ચાલો જાણીએ તેની કહાની.

સન 1922 માં આ ગામમાં કોંગ્રેસનું એક સંમેલન થયું હતું. જેમાં શામિલ થવા માટે કસ્તુરબા ગાંધી આવ્યા હતા. તેમણે ગ્રામીણ લોકોને ખુશહાલ જીવન જીવવા માટે ‘નાનો પરિવાર, સુખી પરિવાર’ એવું એક સૂત્ર આપ્યું. પરંતુ આ ગામના લોકોએ કસ્તુરબા ગાંધીની વાતને પથ્થરની લકીર માને છે અને ત્યાર બાદ ગામમાં પરિવાર નિયોજનનો સિલસિલો ચાલુ થયો.

ત્યાંના વડીલોનું કહેવું છે કે, કસ્તુરબા ગાંધીનો સંદેશ અહીં લોકોના દિલ અને દિમાગ પર એવી રીતે બેસી ગયો છે કે, સન 1922 પછી આ ગામમાં પરિવાર નિયોજન માટે ગ્રામીણોમાં જબરદસ્ત જાગરૂકતા આવી. લગભગ દરેક પરિવાર દ્વારા એક અથવા બે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. જેના કારણે ગામની જનસંખ્યા ધીમે ધીમે સ્થિર થવા લાગી. દીકરાની ચાહતમાં પરિવારને વધારવાની કુરીતિને અહીંના લોકોએ ખતમ કરી નાખી છે અને જો બે દીકરીનો જ જન્મ થાય તો ત્યાર બાદ ત્રીજા બાળક માટે કોઈ ઈચ્છા લોકો નથી રાખતા.  પરિવાર નિયોજનના મામલે આ ગામ એક મોડેલ બની ગયું છે. દીકરી હોય કે દીકરો, બે બાળક બાદ ત્રીજા બાળક વિશે અહીંના લોકો નથી વિચારતા. ત્યાં બે બાળકો બાદ પુરુષ પોતાના શુક્રાણુંને રોકી દે છે. ત્યાર બાદ સંતાન થવાની કોઈ નોબત જ નથી આવતી. આ ગામની ખાસ વિશેષતા એ પણ છે કે, દીકરી અને દીકરામાં ફર્ક જેવી કોઈ માનસિકતા આ ગામમાં જોવા મળતી નથી.

ગ્રામીણ લોકો જણાવે છે કે, ધનોરાના આસપાસના એવા ઘણા ગામ છે જેની જનસંખ્યા 50 વર્ષ પહેલા જેટલી હતી, તેનાથી અત્યાર સુધીમાં લગભગ પાંચ ગણી વધી ગઈ છે. પરંતુ ધનોરા ગામની જનસંખ્યા અત્યારે પણ 1700 જેટલી છે.

ગામના સ્વાસ્થ્ય કાર્યકર્તા જગદીશ સિંહ પરિહાર જણાવે છે કે, તેને ક્યારેય ગ્રામીણ પરિવાર નિયોજન કરવા માટે કહેવું નથી પડતું. બધા જ લોકો આપમેળે જ સમજી જાય છે. સ્થાનીય લોકોની સજાગતાના કારણે જ ત્યાં લોકો બે બાળકો બાદ પરિવાર નિયોજન કરે છે. મિત્રો આ બાબત ખુબ જ સારી કહેવાય, જો દેશના દરેક લોકો સમજીને આવી વિચારે તો દેશમાં ઘણી ક્રાંતિ આવી જાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment