શેરબજારમાં હાલમાં એવા ઘણા શેર છે જેમને રોકાણકારોને જંગી નફો કમાયને આપો છે. આજે આપણે કેમિકલ સેક્ટરના શેર દિપક નાઈટ્રેટ વિશે વાત કરીશું. દિપક નાઈટ્રેટ 2021 નો કેમિકલ સેક્ટરનો મલ્ટીબેગર શેર છે, આ શેર એ સાબિત કર્યું કે શેરબજારના રોકાણકારોને ધીરજનું મીઠું ફળ મળે છે.
દિપક નાઈટ્રેટએ તેના રોકાણકારોને જંગી વળતર આપી રહ્યા છે, જો આપણે દિપક નાઈટ્રેટના શેરનો ઇતિહાસ જોઈએ, તો આ શેરનું મૂલ્ય પાછલા દસ વર્ષમાં 14750 ટકા વધ્યું છે.
દિપક નાઈટ્રેટના શેરની કિંમતનો ઈતિહાસ : મલ્ટીબેગર શેર દિપક નાઈટ્રેટના શેરની કિંમત છેલ્લા એક મહિનામાં 2434 રૂપિયાથી વધીને 2583 થઈ ગઈ છે, આ સમયગાળામાં લગભગ 6 ટકાનો વધારો થયો છે. પાછલા 6 મહિનામાં આ શેરની કિંમતમાં 1600 માંથી 2583 નો વધારો થયો છે. જેના કારણે તેના શેરધારકોને લગભગ 60 ટકાનું વળતર મળ્યું છે. આમ વર્ષો-વર્ષો દિપક નાઈટ્રેટના શેરની કિંમતમાં થઈ રહેલા વધારાને કારણે તેની કિંમત 987 થી વધીને 2583 એ પહોચી ગઈ છે, તેની કિંમતમાં 2021 ના વર્ષમાં જ 160 ટકાનો વધારો થયો છે.
રોકાણકારોને થયો જંગી ફાયદો : છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર શેરમાં 720 માંથી 2583 રૂપિયાનો વધારો થયો છે, આ સમયગાળામાં આ શેરમાં 260 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા પાંચ વર્ષના ઈતિહાસ પર નજર નાખીએ તો આ શેરની કિંમત 123 રૂપિયાથી વધીને 2583 થઈ છે, જેના કારણે રોકાણકારોને 2000 ટકા વળતર મળ્યું છે. 10 વર્ષ પહેલાં NSE પર ઓકટોબર 2011 માં આ શેરની કિંમત 17.40 રૂપિયા હતી જે ઓકટોબર 2021 માં 2583 થઈ ગઈ છે, 10 વર્ષના સમયગાળામાં આ શેરમાં 14750 ટકાનો વધારો થયો છે, જે દર્શાવે છે શેરબજારમાં ધીરજ રોકાણકારોને કઈ રીતે માલા-માલ કરે છે.
રોકાણકારોના લાખોના થયા કરોડો : દિપક નાઈટ્રેટના શેરનો ઈતિહાસ જોતા કહી શકાય કે જો કોઈ રોકાણકારએ આ સ્ટોકમાં એક મહિના પહેલાં 1 લાખનું રોકાણ કર્યું છે તો તેના 1.06 લાખ થઈ ગયા હશે, અને કોઈ રોકાણકાર દ્વારા 6 મહિના પહેલાં આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હશે તો તેની કિંમત હાલમાં 1.60 લાખ થઈ ગઈ હશે. જો કોઈ રોકાણકાર દ્વારા એક વર્ષ પહેલાં 1 લાખનું રોકાણ કર્યું હશે તો તેની કિંમત 3.60 લાખ થઈ ગઈ હશે.
આજ રીતે કોઈ રોકાણકાર દ્વારા 5 વર્ષ પહેલાં આ રાસાયણિક સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હશે તો તેની કિંમત આજે 21 લાખ થઈ હશે. આજ રીતે જો 10 વર્ષ પહેલાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હશે તો તેની કિંમત 1.48 કરોડ થઈ ગઈ હશે. 10 વર્ષના સમયગાળામાં રોકાણકારોના રોકાણનું જંગી વળતર.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી