આ બે વસ્તુનું સેવન વધારી દેશે તમારી સુંદરતા અને ઇમ્યુનિટી, હાડકા અને શરીરને મજબુત કરી તરત મટાડી દેશે તાવ અને શરદી…

હાલ કોરોનાના કારણે દરેક લોકોનું ધ્યાન પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવા પર વધુ રહે છે. આથી તેઓ નવા નવા ઉપચાર દ્વારા તેમજ દેશી ઈલાજ દ્વારા પોતાની રોગ પ્રતિકારકશક્તિ વધારવાનું કામ કરે છે. આવો જ એક દેશી ઉપચાર છે ગોળ અને દેશી ઘી નો. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ. 

એક્સપર્ટ જણાવે છે કે થોડા ગોળ અને ઘી ને બપોરના ભોજન સાથે સેવન કરીને જમવાનુ પૂરું કરો. આયર્ન અને આવશ્યક ફેટી એસીડથી ભરપુર આ સંયોજન તમારી મીઠું ખાવાની ઈચ્છા પુરી કરશે જ સાથે હોર્મોંસ અને ઈમ્યુનીટીને પણ બુસ્ટ કરશે. જો તમે ક્યારેય પણ આવું સેવન ન  કર્યું હોય તો આજે જ તેનો પ્રયોગ કરી જુઓ.

ગોળના ફાયદા : 1) શરીરને એંનર્જી આપે છે : ગોળ શરીરને તરત જ એનર્જી આપે છે. જો તમને ખુબ જ થાક અને કમજોરીનો અનુભવ થાય છે તો ગોળનું ખાવુ તમારા સ્વાસ્થ્ય માટે  લાભદાયક છે. આની ખાસ વાત એ છે કે ગોળ જલ્દી પચી જાય છે અને એનર્જી લેવલ વધી જાય છે. આથી જયારે પણ તમને થાકનો અનુભવ થાય છે ત્યારે ગોળનું સેવન કરો. જો કે  ડાયાબિટીસના દર્દીએ તેનું સેવન કરવામાં કાળજી રાખવી પડે છે. 

2) હાડકાને મજબુત કરે છે : ગોળ હાડકાને મજબુતી આપે છે. ખાસ કરીને આ એમના માટે ખુબ જ ફાયદાકારક છે, જેના સાંધામાં હમેશા દુખાવો રહેતો હોય છે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબુત બનાવામાં સહાયક છે.  તેમજ શિયાળામાં સાંધામાં વધુ દુખાવો હોય તો આદુના એ ટુકડા સાથે ગોળનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી ફાયદો થાય છે. 

3) આયર્નની ઉણપ દુર થાય છે : ગોળ ખાવાથી શરીરમાં ક્યારેય આયર્નની કમી નહી થાય. જે લોકો એનીમીયાનો શિકાર છે તે ખાંડની જગ્યાએ ગોળ ખાય તો એનાથી તેમને ફાયદો થાશે.

4) ઉધરસ અને તાવમાં ફાયદો થાય છે : ગોળની તાસીર ગરમ હોય છે. જો કોઈને શિયાળામાં શરદી અને તાવ આવ્યો હોય તો એ લોકોએ ગોળ જરુર ખાવો જોઈએ. ગોળને કાચો ન ખાવો જોઈએ, તેને ચા માં ખાંડની જગ્યાએ કાચો ગોળ નાખીને ખાવો જોઈએ.

5) ત્વચાને ચમકદાર બનાવે છે : ગોળ ત્વચા માટે ફાયદાકારક છે. ગોળ લોહીમાં ખરાબ ટોક્સીનને દુર કરવામાં મદદ કરે છે. આનાથી લોહી સાફ થાય છે અને સ્કીનમાં પણ ચમક આવે છે. આ સાથે જ ખીલ અને કરચલીઓની સમસ્યા પણ દુર થઇ જાય છે.

6) અસ્થમાના રોગીએ ગોળ જરૂર ખાવો જોઈએ : અસ્થમાના રોગીઓ માટે ગોળ ફયદાકારક છે. આ ફક્ત શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે સાથે જ એંન્ટી એલર્જીક હોવાથી અસ્થમાના રોગીને રાહત પણ આપે છે.

દેશી ઘીના અન્ય ફાયદાઓ : 1) દરરોજ એક ચમચી દેશી ઘી ખાવાથી તમારુ હૃદય તંદુરસ્ત રહે છે, દેશી ઘી હાર્ટની નળીઓને બ્લોક થવાથી બચાવે છે.
2) દેશી ધી માં ફેટ ખુબ ઓછી માત્રામાં હોય છે, એટલા માટે સાચી રીતે વજન વધારવામા મદદગાર થાય છે.

3) આમા વિટામીન કે 2 હોય છે. વિટામીન  હાડકા સુધી કેલ્શિયમને પહોચાડવાનુ કામ કરે છે4) ઘી  મા એંન્ટી ઓક્સીડન્ટ હોય છે જે ત્વચાને હેલ્ધી બનાવવામા સહાયક થાય છે5) તેના સેવનથી તમારી ત્વચા મુલાયમ અને ચમકદાર બની રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment