વરસાદ પછી ગુજરાતની આ જગ્યા બની જાય છે સ્વર્ગ કરતા પણ અતિ સુંદર, એક વાર ફરવા જશો તો વારંવાર જવાનું મન થશે

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત આખી દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. તો તેવી જ રીતે ગુજરાતના અનેક એવા સ્થળો જે દેશ અને વિદેશમાં ખુબ જ ખ્યાતી પામ્યા છે. જ્યાં સુંદરતા અને કુદરતી વાતાવરણ લોકોના મનના મોહી લે છે. હાલ ચાલી રહેલા ચોમાસામાં પણ અમુક એવા સ્થળો છે જેની સુંદરતા ખરેખર નયનરમ્ય છે.

તો મિત્રો આજે આ લેખમાં અમે તમને ગુજરાતના એવા ફરવા લાયક સ્થળો વિશે જણાવશું. જેની રંગત ચોમાસામાં કંઈક અલગ જ ખીલેલી હોય છે. ગુજરાતના આ સ્થળો ચોમાસામાં સોળેકળાએ ખીલી જાય છે. જો તમે પણ ચોમાસામાં કુદરતી અને મનને ખુશ અને મોહી લે એવા સ્થળે ફરવાનું વિચારી રહ્યા છો, તો આ લેખને અંત સુધી જરૂર વાંચો. કેમ કે આ લેખમાં પરિવાર સાથે ફરી શકો એવા અદ્દભુત અને નયનરમ્ય ગુજરાતના સ્થળો વિશે જણાવશું.

1 )  પહેલું સ્થળ : મિત્રો દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વધઈ ગામની નજીકમાં આવેલ ગીરા ધોધ ગુજરાતનો સૌથી મોટો અને ખુબ જ જાણીતો ધોધ છે. આ ધોધ વધઈમાં આવેલા વાંસના જંગલો વચ્ચે આવેલો છે. આ ધોધ અંબિકા નદીનો અંશ છે અને આ ધોધની ખાસિયત પણ અદ્દભુત છે. આ ધોધનું પાણી પડવાનો અવાજ ખુબ જ દુર સુધી સંભળાય છે. આ ધોધનું પાણી લગભગ 30 મીટરની ઉંચાઈથી પડે છે, અને જેનો નજારો દરેક લોકોના મનને મોહી લે તેવો છે.

2 ) બીજું સ્થળ : મિત્રો આ ધોધ પણ ડાંગના જંગલમાં જ આવેલો છે. જેનું નામ છે બરડા ધોધ. આ ધોધ આહવાથી મહલ તર્જ જઈએ તો ત્યાં 10 કિલોમીટરના અંતરે આવેલો છે. તેમજ આ ધોધ જવા માટે તમે ચનખલ ગામથી પણ વાયા કરીને જઈએ શકો છો. જ્યારે વરસાદ આવે ત્યારે આ ધોધ પર પાણીનો અદ્દભુત અને કંઈક અલગ જ નજારો જોવા મળે છે. આ ધોધમાં પાણીનો પ્રવાહ ખુબ જ ભારે હોય છે. ચનખલ ગામથી બરડા જવા માટે પગપાળા ચાલીને જવું પડે, ત્યાંથી ચાલીને લગભગ 30 મિનીટ જેટલો સમય લાગે છે. આ ધોધની ખાસિયત એ છે કે પાણી ખડકો પરથી તળાવમાં પડે છે. જેનો નજારો ખુબ જ અદ્દભુત હોય છે.

3 ) ત્રીજું સ્થળ : આ ધોધ પંચમહાલ જિલ્લામાં આવેલો છે. જેનું નામ છે હથણી માતા ધોધ. હથણી માતા ધોધ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નજીક આવેલ છે. વરસાદ પડે ત્યાં બાદ આ ધોધમાં પાણી વહેતું થઈ જાય છે અને ત્યાંનું કુદરતી સુંદરતા નિહાળવા માટે પ્રવાસીઓ ખુબ જ દુરથી આવે છે. આ ધોધ તો લોકોને મોહિત કરી જ દે છે પરંતુ તેની આસપાસ રહેલું લીલોતરી વાતાવરણ પણ નિહાળવા જેવું હોય છે. આ ધોધ સુધી પહોંચવા માટે ઝરણામાંથી પસાર થવું પડે છે. તેમજ આ ધોધ પરથી પડતું પાણી પણ ખુબ જ મોહક છે.

4 ) ચોથું સ્થળ : આ સ્થળથી લગભગ કોઈ અજાણ નહિ હોય, દરેક વ્યક્તિએ તેનું નામ સાંભળ્યું હશે. જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ પાવગઢની. આ પર્વતોની તળેટીમાં આવેલું ચાંપાનેર ગામ એક સમયે ગુજરાતી રાજધાની રહી ચુક્યું છે. વરસાદની ઋતુમાં પાવાગઢના પર્વતો સોળેકળાએ ખીલી ઉઠે છે, ત્યાં પણ ઘણા નાના નાના ધોધ જોવા મળે છે અને અદ્દભુત કુદરતી સૌંદર્યનો નજરો પણ. પર્વતની ટોંચ પર મહાકાળી માતાનું મંદિર આ પર્વતમાળા અને ત્યાંના ધોધની વિશેષતાને વધુ વિકસાવે છે.

5 ) પાંચમું સ્થળ : આ સ્થળનું નામ છે પોલો ફોરેસ્ટ. પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 110 કિલોમીટર દુર આવેલું છે. આ સ્થળનું કુદરતી સૌંદર્ય એકદમ પ્રકૃતિના ખોળે આવેલું છે. આ સ્થળ ઇડરથી લગભગ 35 કિલોમીટર દુર આવેલ છે. ઇડરથી તમે આ સ્થળ પહોંચવા માટે જીપમાં પણ જઈ શકો છો. આ સ્થળની ખાસ વિશેષતા એ છે કે, અહિયાં ગમે તેવો ઉનાળો હોય 35 સે. થી ઉપર તાપમાન નથી જતું. આ સ્થળ પર હરિયાળી હોવાના કારણે ચોમાસામાં ફરવાની મજા કંઈક અલગ છે. ચોમાસામાં પાણીનો પ્રવાહ વધવાના કારણે આ જગ્યાની સુંદરતા કંઈક અલગ જ હોય છે.

6 ) છઠ્ઠું સ્થળ : મિત્રો લગભગ બધા જ લોકોએ સાપુતારાનું નામ સાંભળ્યું હશે. આ સાપુતારા એક હિલ્સસ્ટેશન તરીકે ખુબ જ જાણીતું છે. સાપુતારા દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે. જે લગભગ 1000 મીટરની ઉંચાઈ પર આવેલ છે. આ સ્થળ ઉનાળાની ભીષણ ગરમીમાં પણ 30 ડીગ્રીથી ઓછા તપામાનમાં હોય છે. આ જગ્યા પર ચોમાસામાં ફરવાની મજા કંઈક અનોખી હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment