કોઈ પણ દવા વગર જ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાના 5 અકસીર અને ઘરેલું ઉપચાર, આજીવન નહિ થાય હૃદયને લગતી કોઈ પણ બીમારીઓ…

બ્લડ પ્રેશર એક હાઈ બ્લડ પ્રેશર એક ખતરનાક બીમારી છે. જે આખી દુનિયામાં લોકોને પ્રભાવિત કરે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓની દીવાલ વિરુદ્ધ બ્લડ પ્રેશર એક ખતરનાક સ્થિતિ સુધી વધી જાય છે. જે સમયની સાથે હૃદયને નુકસાન કરી શકે છે. તેમજ તે સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી હૃદયની બીમારીઓને જન્મ આપી શકે છે. 

એક વખત જાણી લીધા પછી આ સ્થિતિને અવગણી નથી શકાતી, નહિ તો તે ખતરનાક બની શકે છે. જો કે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાના ઘણા ઉપચાર છે. દવા એક ઉપચાર છે, અને બીજા કુદરતી ઉપચાર છે, જે લાંબા સમયમાં પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. અહી 5 ઉપચાર બતાવવામાં આવ્યા છે. જેનાથી તમેં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો.

1) પહેલો ઉપાય : ઘણા અભ્યાસમાં હાઈ બ્લડ પ્રેશર માટે એક્સ્ટ્રા સોડીયમનું સેવન જવાબદાર માનવામાં આવ્યું છે. સોડીયમ પણ સ્ટ્રોકનું એક કારણ હોઈ શકે છે. સોડીયમના સેવનની દૈનિક માત્રામાં થોડી ઉણપ પણ હાઈ બ્લડ પ્રેશરની બાબતે દબાણને 5 થી 6 મિમી એચજી સુધી ઓછુ કરી શકે છે.

સોડીયમ સેવનનો પ્રભાવ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે લોકોને હેલ્દી રાખવા માટે નમકીન પ્રોસ્ડેડ ફૂડસનું સેવન સીમિત કરવું જોઈએ. સામાન્ય વ્યક્તિઓએ એક દિવસમાં 2,300 મીલીગ્રામ થી વધુ મીઠું ન ખાવું જોઈએ.

2) બીજો ઉપાય : હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દરેક લોકો માટે પોટેશિયમ એક જરૂરી તત્વ છે. શરીર મારફતે ઓછા પ્રમાણમાં જરૂરી આ ટ્રેસ મિનરલ્સ એક્સ્ટ્રા સોડીયમથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. અને બ્લડ વેસેલ્સ પર પ્રેશરને ઓછુ કરે છે. પ્રોસેસ્ડ અને પેક કરેલ ફૂડસ વધુ પડતા સોડીયમથી ભરેલા હોય છે અને તેને બેલેન્સ કરવા માટે તમારે ડાયેટમાં વધુ પોટેશિયમ વાળા ખોરાક સામેલ કરવા જોઈએ ઘણા ફૂડસ જેને તમે પોતાની ડાયેટમાં સામેલ કરી શકો છો, જેમ કે, લીલી શાકભાજી, ટામેટા, બટેટા, શક્કરીયા, ફળમાં સાકરટેટી, કેળા, એવોકડો, સંતરા, સુકો મેવો, દૂધ, દહીં વગેરે.

3) ત્રીજો ઉપાય : નિયમિત કસરત દરેક લોકો માટે જરૂરી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હેલ્દી રહેવા અને જૂની બીમારીના જોખમને ઓછુ કરવા માટે દરેક વ્યક્તિએ નિયમિત રૂપે 30 થી 45 મિનીટ કસરત કરવી જરૂરી છે. 

હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી લડી રહેલા લોકો માટે આ ખુબ જ જરૂરી છે. નિયમિત કસરત તમારા હૃદયને મજબુત બનાવે છે. તેને કુશળતાથી પંપ કરવા અને ધમનીઓ પર દબાણ ઓછુ કરવામાં મદદ કરે છે. એટલે દરરોજ 40 મિનીટ ચાલવું તમને સ્વસ્થ રહેવા અને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

4) ચોથો ઉપાય : સિગારેટ અને શરાબ હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આખી દુનિયામાં 16% કેસોમાં શરાબ એ હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર છે. શરાબ અને નિકોટીન બંને અસ્થાયી રૂપે બ્લડ પ્રેશરના લેવલને વધારે છે અને બ્લડ વેસેલ્સને નુકસાન કરાવી શકે છે. કારણ કે બંને વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. આથી તેને હંમેશા છોડી દેવું જરૂરી છે.

5) પાંચમો ઉપાય : હાલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફૂડસમાં રીફાઈન્ડ કાર્બ્સ અને એક્સ્ટ્રા ખાંડ પણ હાઈ બ્લડપ્રેશર માટે જવાબદાર છે. આ બે ફૂડસનું સેવન ઓછુ કરવાથી બ્લડ પ્રેશર લેવલને પણ સ્વાભાવિક રૂપે મેનેજ કરવામાં મદદ મળે છે.

બ્રેડ અને સફેદ ખાંડ જેવા ફૂડસ તમારા લોહીમાં ઝડપથી શુગરમાં પરિવર્તિત થઇ જાય છે. અને સમસ્યા પેદા કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના લેવલ વાળા લોકોએ વજન ઓછુ કરવા માટે ઓછુ કાર્બ આપવાની સલાહ આપવામાં આવે છે. મેદાની જગ્યાએ સાબુત અનાજ લો અને સફેદ ખાંડને ગોળ કે મધમાં બદલી શકાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment