સરગવાની ચા પીવાથી શરીરમાં થાય છે આ 9 પ્રકારના લાજવાબ ફાયદા, જાણો ક્યાં ક્યાં?

મિત્રો, જે પોષણ આપણને લીલા શાકભાજી ખાવાથી મળે છે, એટલું પોષણ આપણને અન્ય વસ્તુઓ ખાવાથી નથી મળતું અને કુદરતે અગણિત એવી વસ્તુઓ ખાવા માટે આપી છે, જેના વિશે આપણે કદાચ જાણતા પણ ન હોઈએ. આવી જ એક લીલી શાકભાજી છે સરગવો. સરગવામાં રહેલા પોષક તત્વો અનેક રીતે શરીરને તંદુરસ્ત રાખે છે. ચાલો તો આજે જાણી લઈએ આ સરગવાની ચા કરીને પીવાથી શું ફાયદાઓ થાય છે.

સાંભારમાં સરગવાનો સ્વાદ તો લગભગ લોકોએ ચાખી લીધો હોવો જોઈએ. પરંતુ અમે તમને વધુ જણાવીએ કે હવે લોકોએ સરગવાના પાંદડાની ચા બનાવવાનું શરૂ કરી દીધું છે. સરગવાની ચાના આવા ઘણા અનન્ય ફાયદા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

આજે લોકોનું જીવન ખુબ જ ભાગદોડ ભરેલું છે. જેના કારણે તેઓ સ્વસ્થ રીતે જીવી શકતા નથી. પણ જો આવા સમયે સરગવાની ચા પીવાથી તમે તમારા જીવનને થોડું વધુ સ્વસ્થ બનાવી શકો છો. તો અમે તમને સરગવાની ચાના ઘણા આરોગ્ય લાભો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માટે આ લેખને અંત સુધી વાંચો. બેક્ટેરિયાથી થતાં રોગોથી રક્ષણ આપે છે : બેક્ટરીયા આપણાં શરીરને ખુબ જ નુકસાન કરતાં હોય છે, પરંતુ સરગવામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ જેવા તત્વો જોવા મળે છે. જે શરીરમાં થતા અનેક રોગોથી ઘણા પ્રકારે રક્ષણ આપે છે.

કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે : તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સરગવાની ચા પીવાથી શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે અને શરીરમાં હૃદયરોગનું જોખમ ઘટી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે : જો તમારા શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ નથી, તો તમારે દરરોજ સરગવાની ચા પીવી જોઈએ. સરગવાની ચા શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં પણ ખુબ મદદગાર સાબિત થાય છે.
ડાયાબિટીસ દૂર કરે છે : સરગવાની ચા પીવાથી શરીરમાં સુગરનું લેવલ પણ નિયંત્રિતમાં રહે છે. આ સિવાય, પેશાબમાં પ્રોટીનની માત્રાને નિયંત્રિત કરીને, હિમોગ્લોબિનનું સ્તર પણ સરગવાની ચા પીવાથી યોગ્ય રહે છે.શરીરને ડિટોક્સ કરે છે : શરીરમાં હાજર ઝેરી પદાર્થો સરગવાની ચા પીવાથી બહાર આવે છે. ઉપરાંત, તમારું શરીરને પણ ડિટોક્સ કરે છે.

અસ્થમાના રોગ માટે સૌથી બેસ્ટ ઉપાય છે : સરગવાની ચા પીવાથી અસ્થમાની સમસ્યા પણ દૂર થઈ શકે છે, સાથે સાથે ફેફસાં પણ યોગ્ય રીતે કામ કરે છે. તે શ્વસનતંત્રની પણ મરામત કરે છે.

હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે : ઇસોથિઓસિંએનટે અને નિઅજીમિનિ જેવા તત્વો સરગવામાં જોવા મળે છે. જે ધમનીઓને જાડી થતી અટકાવે છે. આમ શરીરમાં હાઈ બ્લડપ્રેશરની અગવડતા પણ ઘટાડે છે.

વજન ઓછું કરવામાં મદદ કરે છે : સરગવાની ચા પીવાથી વજન પણ ઓછું થાય છે. જો તમે વધારે કેલરીયુક્ત ખોરાક ખાતા હો, તો આ ચા પીવાથી તમારા શરીરમાં એનર્જીની  સાથે ચરબી પણ સંગ્રહિત થતી નથી.શરદી ઉધરસથી દૂર રાખે છે : શરદી, ઉધરસ, વાયરલ ચેપ જેવી સમસ્યાઓને રોકવામાં પણ સરગવાની ચા ખૂબ જ રાહત આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Leave a Comment