ફક્ત 22 વર્ષનો આ છોકરો ખરીદી ચુક્યો છે સવા-સવા કરોડના બે મોટા ઘર ! 30 વર્ષની ઉંમરમાં થઈ જશે રીટાયર્ડ. જાણો કેવી રીતે કમાઈ છે એ પૈસા..

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેનું પોતાનું એક ઘરનું ઘર હોય, અને આ માટે તે આખી જિંદગી મહેનત કરતો હોય છે અને અંતમાં તેનું સપનું તેની ઢળતી ઉંમરે પૂરું થાય છે. જ્યારે આજે અમે તમને એક એવા યુવકની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે માત્ર 22 વર્ષની ઉંમરે પોતાના સવા-સવા કરોડના બે મકાન ખરીદી લીધા છે.

પોતાનું ઘર હોય એ દરેક લોકોનું સપનું હોય છે અને આ ઘર ખરીદવા માટે લોકોની આખી જિંદગી નીકળી જાય છે. પણ ઘણા એવા લોકો પણ હોય છે જેનું નસીબ નાની ઉંમરે જ ચમકી જતું હોય છે. આવો જ એક યુવક છે જોશ પેરોટ. જે માત્ર 22 વર્ષનો છે. તે અત્યાર સુધીમાં બે ઘર ખરીદી ચુક્યો છે. અને તે ત્રીજી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યો છે. 30 વર્ષની ઉંમર સુધીમાં તે 10 ઘર ખરીદીને રીટાયર થવા માંગે છે. ચાલો તો જાણી લઈએ જોશ પેરોટે કંઈ રીતે આ કર્યું, તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

જાણકારી અનુસાર જાણવા મળ્યું છે કે, બ્રિટેનના જોશ પેરોટ એ પોતાનું પહેલું ઘર 1.1 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યું છે. તે સમયે તે માત્ર 19 વર્ષનો હતો. આ માટે તેણે પોતાની બે-બે જોબની સેલેરીથી બચાવેલ પૈસાનો ઉપયોગ કર્યો છે, પછી તેણે આ ઘર ભાડામાં આપી દીધું. ત્યાર પછી તેણે 21 વર્ષની ઉંમરે 1.4 કરોડ રૂપિયામાં બીજું ઘર ખરીદી લીધું.

જોકે તેની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે પેરોટે બે અઠવાડિયાના વર્ક એક્સપીરીયંસ પ્લેસમેન્ટ પર એક રીયલ એસ્ટેટ એજેંટના રૂપમાં કામ કરવાનું શરુ કર્યું હતું. 2015 માં કોર્સ પૂરો કર્યા પછી તેણે દર અઠવાડિયા માં બે દિવસ (કોલેજ થી સમય કાઢીને) જોબ કરવાનું શરુ કર્યું હતું. તેણે પોતાના માતા-પિતાના સ્વામિત્વ વાળી એક કંપનીમાં સફાઈ કરવાનું કામ શરુ કર્યું હતું.

જ્યારે 2018 માં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેણે ફૂલ ટાઈમ જોબ શરુ કરી દીધી. તેનાથી પેરોટે 14 લાખ 5 હજાર રૂપિયા બેંકમાં જમા કરી લીધા. 2020 આવવા સુધીમાં 30 લાખ વાર્ષિક કમાણી થવા લાગી. તેણે આ બધા પૈસા પોતાના નવા ઘર માટે સેવ કર્યા. જેની કિંમત 1 કરોડ 42 લાખ રૂપિયા છે.

હજુ વધુ સંપત્તિ ખરીદવાની ઈચ્છા : જે ઘરમાં પેરોટે રહેવાની ઈચ્છા જણાવી છે તેમાં 20 લાખ રૂપિયા રીનોવેશન ખર્ચ થવાનો છે. પણ તેણે આ મેળવવા માટે ખુબ જ મહેનત કરી. લેબર વર્કથી લઈને બધા પ્રકારના નાના-મોટા કામ કર્યા. જોશ આ રીતે જ હજુ વધુ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યો છે. એવી સંપત્તિઓ કે જેની કિંમતમાં વૃદ્ધિ થતી રહે, પછી તે લાભનો ઉપયોગ બીજા ઘર માટે જમા કરી શકાય.

પ્રોપર્ટી વિશે સારી જાણકારી રાખતા પેરોટે કહ્યું છે કે, ‘કોઈ કારણ નથી કે મારી ઉંમરના લોકો ઘર નથી ખરીદી શકતા, તમારે માત્ર આ માનસિકતાથી બહાર નીકળવાની જરૂર છે. ઘણી વસ્તુઓ છે જેને તમે એક નિશ્ચિત ઉંમરે જ કરી શકો છો.’

પરંતુ વિશેષજ્ઞનું કહેવું છે કે, પેરોટ જેવા સપના પુરા કરવા દરેક લોકોના હાથની વાત નથી. કારણ કે આ બધું તમારી વ્યક્તિગત વિત્તીય સ્થિતિ પર આધાર રાખે છે. આમ જોશ પેરોટે પોતાની મહેનતથી નાની ઉંમરે પોતાનું સપનું પૂરું કર્યું. જેમાં તેની મહેનત દેખાઈ આવે છે. તેમજ આ માટે તેણે કોઈ પણ કામને નાનું નથી સમજ્યું, પરંતુ દરેક કામને હૃદયથી કરીને પોતાના સપનાને પુરા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તે સફળ થયો છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment