દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની માતા હંમેશા ગુલાબી રંગની સાડીમાં જ શા માટે નજર આવે છે ? હકીકત અને માન્યતાઓ જાણીને વિશ્વાસ નહિ આવે…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથી ધનવાન અમીર બીઝનેસમેન મુકેશ અંબાણી દેશ-વિદેશમાં ખુબ જ જાણીતું નામ છે. મુકેશ અંબાણી સિવાય તેની પત્ની નીતા અંબાણી અને તેનો આખો પરિવાર હંમેશા બોલીવુડના સ્ટારની જેમ જ ચર્ચાનો વિષય રહે છે. તમે અક્સર મુકેશ અને નીતા તેમજ તેના બાળકો વિશે અનેક કિસ્સાઓ સંભાળ્યા હશે.

પરંતુ શું તમે જાણો છો કે એશિયાના સૌથી અમીર માણસ મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી પણ ચર્ચાનો વિષય રહે છે. તેનું કારણ છે તેની ગુલાબી સાડી. ખુબ જ ઓછા લોકો જાણે છે કે, કોકિલાબેન હંમેશા ગુલાબી રંગની સાડીમાં જ જોવા મળે છે. ચાલો તો તમને જણાવી દઈએ આ વિશેનું ખાસ કારણ.

ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો. ધીરુભાઈ અંબાણીની પત્ની કોકિલાબેન અંબાણી હાલ 86 વર્ષના છે. તેમનો જન્મ 24 ફેબ્રુઆરી 1934 માં ગુજરાતના જામનગર શહેરમાં થયો હતો. કોકિલાબેને પોતાનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો છે. કોકિલાબેન 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ધીરુભાઈ અને કોકિલાબેનના લગ્ન 1955 માં થયા હતા. બંનેના ચાર બાળકો થયા. મુકેશ અંબાણી, અનીલ અંબાણી અને બે પુત્રીઓ દીપ્તિ અને નીના.

મુકેશ અંબાણીની માતા અને નીતા અંબાણીની સાસુ કોકિલાબેન અંબાણી મોટા ભાગના પ્રસંગોમાં ગુલાબી રંગની સાડી જ પહેરે છે. પારિવારિક પ્રસંગ હોય કે કોઈ ઇવેન્ટ હોય તે ગુલાબી સાડીમાં જ જોવા મળે છે. 

વાસ્તવમાં રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીને ગુલાબી રંગ ખુબ જ પસંદ છે. આ જ કારણ છે કે, તે જ્યાં પણ જોવા મળે છે ત્યાં ગુલાબી સાડીમાં જ દેખાય છે.

આ સિવાય તમને એક ખાસ વાત જણાવી દઈએ કે કોકિલાબેન અંબાણી મોટાભાગે ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા અને સબ્યસાચીના ડિઝાઇન કરેલ કપડા પહેરવાનું વધુ પસંદ કરે છે.

આમ જોઈએ તો ભારતીય રીતી-રીવાજ અનુસાર ગુલાબી રંગ સન્યાસ, શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. સામાન્ય રીતે પતિના નિધન પછી મહિલાઓ ગુલાબી રંગમાં વધુ જોવા મળે છે. કદાચ કોકિલાબેન આ કારણે પણ ગુલાબી સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે વર્ષ 2002 માં ધીરુભાઈ અંબાણીનું નિધન થઇ ગયું હતું.

એટલું જ નહિ કોકિલાબેનને હરવા-ફરવાનો પણ ખુબ શોખ છે. તેને લંડન અને સ્વીઝીલેન્ડ ખુબ જ પસંદ છે. કહેવાય છે કે જયારે ધીરુભાઈ અંબાણી જીવતા હતા ત્યારે કોકિલાબેન તેમની સાથે ફરવા જતા હતા, હજુ પણ તે પરિવારના કોઈ પણ સદસ્ય સાથે વર્ષમાં બે વખત જરૂર ફરવા જાય છે.

આ સિવાય તેમને ગાવાનો શોખ પણ ખુબ છે. એટલું જ નહિ કોકિલાબેનને ગાડીઓનો પણ ખુબ જ શોખ છે. તેની પાસે દુનિયાની લગભગ દરેક ગાડી છે. પણ મર્સિડીઝ બેંજ તેની સૌથી વધુ પસંદીદા ગાડી છે. 

મુંબઈ માં ‘કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ’ તેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. જેને ભારતના પ્રમુખ હોસ્પિટલોમાંથી એક માનવામાં આવે છે.

તેમની પાસે 2.9 બિલિયન (18000 કરોડની) કુલ સંપત્તિ છે. જો કે આ સંપત્તિ તેમની ધીરુભાઈ અંબાણીના નામે છે. વર્ષ 2016 માં તેમણે પોતાના પતિના સ્થાન પર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં જ કોકિલાબેન પરદાદી બની છે. જયારે મુકેશ અને નીતા દાદા-દાદી બન્યા છે. તેમની પુત્રવધુ શ્લોકા અને આકાશે દીકરાને જન્મ આપ્યો છે. જેનું નામ તેમણે પૃથ્વી અંબાણી રાખ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment