મહાભારતના યુદ્ધમાં બંને સેનાનો ભોજન પ્રબંધ કોણે કર્યો? જાણો આ લેખમાં મોટું રહસ્ય..

મિત્રો આપણે બધા જ લોકો મહાભારત વિશે જાણીએ છીએ. કુરુક્ષેત્રમાં થયેલા યુદ્ધ વિશે પણ બધા જ લોકો જાણતા હોય છે. પરંતુ કોઈએ એ વિચાર નહિ કર્યો હોય કે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આટલી બધી મોટી સેના માટે જમવાનો પ્રબંધ કોણ કરતું  હશે ? તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે વિસ્તારથી જણાવશું. માટે આ લેખમાં આ માહિતી ખુબ જ જાણવા જેવી છે. જેને જાણીને તમને પણ ખુબ જ આશ્વર્ય થશે. તો જાણો આ લેખમાં કૌરવ અને પાંડવ બંનેની સેના માટે કોણ કરતું હતું જમવાની વ્યવસ્થા ?

મહાભારતને આમ જો માનવામાં આવે તો વિશ્વનું સૌથી પ્રથમ વિશ્વયુદ્ધ કહી શકાય. કેમ કે લગભગ જ કોઈક એવું રાજ્ય હશે જેમણે આ યુદ્ધમાં ભાગ ન લીધો હોય. આર્યવ્રતના સમસ્ત રાજા કૌરવ અથવા તો પાંડવના પક્ષમાં રહીને યુદ્ધમાં સહભાગી બન્યા હતા. આ યુદ્ધમાં બે જ વ્યક્તિએ ભાગ લીધો ન હતો. જેમાં બલરામ અને રૂક્ષ્મણીજી છે. જેમણે આ યુદ્ધમાં સંપૂર્ણ ભાગ લીધો ન હતો.

પરંતુ એક રાજ્ય પણ હતું જેમણે આ યુદ્ધ ક્ષેત્રમાં ભાગ લીધો ન હતો. જે આ યુદ્ધથી વીરત હતું. તે રાજ્યનું નામ છે ઉડુપી. જે દક્ષિણનું રાજ્ય છે. જ્યારે ઉડુપીના રાજા પોતાની સેના સહીત કુરુક્ષેત્ર પહોંચ્યા ત્યારે કૌરવ અને પાંડવ બંનેએ પોતાની સેનામાં આવી જવા માટે આગ્રહ કર્યો. પરંતુ ઉડુપીના રાજા ખુબ જ દૂરદર્શી હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, “હે માધવ ! બંને બાજુથી જેને પણ જુવો યુદ્ધ માટે ઉત્સુક જોવા મળે છે. પરંતુ શું કોઈએ એ વિચાર્યું છે કે બંને તરફથી ઉપસ્થિત આટલી વિશાળ સેનાના ભોજનનો પ્રબંધ કેવી રીતે થશે ?

ત્યારે આ વાત પર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મહારાજ ! તમે બિલકુલ ઉચિત વિચાર્યું છે. આ વાતને છેડવા પરથી મને પ્રતીત થાય છે કે તમારી પાસે તેની પણ કોઈ યોજના હશે. જો કોઈ યોજના હોય તો અવશ્ય અમને જણાવો.

તેના પર ઉડુપી નરેશે જવાબ આપ્યો, હે વાસુદેવ ! તે સત્ય છે, ભાઈઓ વચ્ચે થઇ રહેલા આ યુદ્ધને હું ઉચિત નથી માનતો. આ કારણે આ યુદ્ધમાં મને ભાગ લેવાની ઈચ્છા નથી. પરંતુ હવે યુદ્ધને ટાળી ન શકાય. એટલા માટે મારી ઈચ્છા છે કે હું અમારી પૂરી સેના સાથે અહીં હાજર રહેલી બધી જ સેના માટે ભોજનનો પ્રબંધ કરીશ.

આ વાત પર ભગવાન શ્રી કૃષ્ણ હર્ષિત થયા અને કહ્યું, મહારાજ ! તમારો વિચાર અતિ ઉત્તમ છે. આ યુદ્ધમાં 50 લાખ યુદ્ધા ભાગ લેશે, અને તમારા જેવા કુશળ રાજા ભોજનનો પ્રબંધ કરે તો અમે આ બાબતે નિશ્વિત થઇ જઈએ. આમ પણ મને ખબર છે કે સાગર જેવડી આ વિશાળ સેનાના ભોજનનો પ્રબંધ કરવો તમારા અને ભીમસેન સિવાય કોઈ પણ વ્યક્તિથી સંભવ નથી. પરંતુ ભીમસેન આ યુદ્ધમાંથી વીરત ન થઇ શકે, એટલા માટે મારી તમને પ્રાથના છે કે તમારી સેના સહીત બંને સેનાના ભોજનનો ભાર તમે સંભાળો. આ પ્રકારે ઉડુપીના મહારાજાએ બંને સેનાના ભોજનની વ્યવસ્થા કરી હતી.

પહેલા દિવસે તેમણે ઉપસ્થિતિ બધા જ યોદ્ધાઓ માટે ભોજનનો પ્રબંધ કર્યો હતો. પરંતુ તેની કુશળતા એવી હતી કે દિવસના અંત સુધીમાં એક પણ અન્નનો દાણો બરબાદ ન થાય. જેમ જેમ દિવસ વિતતા ગયા યોદ્ધઓની સંખ્યા પણ ઓછી થતી ગઈ. બંને સેનાના યોદ્ધ આ જોઇને આશ્વર્યચકિત રહી જતા હતા. કે દિવસના અંત સુધીમાં ઉડુપી નરેશ માત્ર એટલું જ ભોજન બનાવતા હતા, જે વાસ્તવમાં હાજર હોય. પરંતુ કોઈને પણ એ ખબર પડતી ન હતી કે ઉડુપી નરેશને કેમ ખબર પડી જતી કે આજ કેટલા યોદ્ધનું મૃત્યુ થયું તો કેટલા યોદ્ધાની ભોજન વ્યવસ્થા કરવાની છે. આટલી વિશાળ સેના માટે ભોજનનો પ્રબંધ કરવો એક ખુબ જ આશ્વર્યજનક વાત છે. પરંતુ તેનાથી વધારે હેરાની વાળી વાત તો એ હતી કે એક અન્નનો દાણો પણ બરબાદ ન થતો. જે એક ચમત્કાર જ કહેવાય.

અંતમાં યુદ્ધ સમાપ્ત થયું અને પાંડવોની જીત થઇ. પરંતુ રાજ્યાભિષેકના દિવસે યુધિષ્ઠિરે ઉડુપી નરેશને પૂછી લીધું, હે મહારાજ! આખા દેશના રજાઓ અમારી પ્રશંસા કરી રહ્યા છે કે કેવી રીતે ઓછી સેના હોવા છતાં કૌરવની સેનાને પરાસ્ત કરી નાખી, જેનું નેતૃત્વ ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, કર્ણ જેવા મહારથી કરતા હતા. પરંતુ અમને લાગે છે કે અમારા કરતા વધારે પ્રશંસાને પાત્ર તમે છો. જેમણે ન માત્ર આટલી વિશાળ સેનાની ભોજન વ્યવસ્થા કરી, પરંતુ તેની સાથે એવો પ્રબંધ પણ કર્યો કે અન્નનો એક પણ દાણો વ્યર્થ ન થયો. હું તમારી પાસે આ કુશળતાનું રહસ્ય જાણવા માંગું છું.

આ વાત પર ઉડુપી રાજાએ હસતા હસતા કહ્યું કે, “સમ્રાટ ! તમેં જો આ યુદ્ધ પર જીત મેળવી હોય તો તેનો શ્રેય કોને આપો ?” આ વાત પર યુધિષ્ઠિર દ્વારા જવાબ આપવામાં આવ્યો, “શ્રી કૃષ્ણ સિવાય તેનો અર્થ કોને જઈ શકે ? જો ભગવાન શ્રી કૃષ્ણ ન હોત તો તેને પરાસ્ત કરવા અસંભવ હતા.”

ત્યારે ઉડુપી નરેશે કહ્યું, “હે મહારાજ ! તમે જેને મારો ચમત્કાર કહી રહ્યા છો તે ભગવાન શ્રી કૃષ્ણનો જ પ્રતાપ છે.” પરંતુ આ વાત સાંભળીને બધા જ લોકો આશ્વર્ય ચકિત થઇ ગયા. ત્યારે ઉડુપી નરેશ દ્વારા આ વાત પરથી રાઝ હટાવવામાં આવ્યું અને કહ્યું, હે મહારાજ ! ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિદિન રાત્રે શીંગ ખાતા હતા. હું પ્રતિદિન તેના શિબિરમાં ગણીને શીંગ રાખતો હતો. તેના ખાધા બાદ હું ફરી ગણતો કે ભગવાને કેટલી શીંગ ખાધી છે. તે જેટલી શીંગ ખાતા હતા તેનાથી 1000 ગણા સૈનિક યુદ્ધમાં મૃત્યુ પામતા હતા. જો 50 શીગ ખાય તો 50 હજાર યોદ્ધ યુદ્ધમાં મૃત્યુ પામતા હતા.

તે રીતે હું આગળના દિવસે ભોજન ઓછું બનાવતો હતો. આ જ કારણ હતું કે કોઈ દિવસ ભોજનનો બગાડ b થયો. ભગવાન શ્રી કૃષ્ણના આ ચમત્કારને જોઇને બધા જ લોકોએ તેની સામે મસ્તક જુકાવ્યુ અને નમસ્કાર કર્યા.

આ કથા મહાભારતમાં સૌથી દુર્લભ કથાઓમાંથી એક છે. કર્નાટકના ઉડુપી જીલ્લામાં સ્થિત કૃષ્ણ મઠમાં આ કથા હંમેશા સાંભળવા મળે છે. એવું માનવામાં આવે છે આ મઠની સ્થાપના ઉડુપી સમ્રાટ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને માધવાચાર્યજી એ આગળ વધારી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment