મંગળવારના દિવસે રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ… જાણો તમારી રાશી માટે મંત્ર | થશે અઢળક ફાયદા

લગભગ બધા જ લોકો જાણતા હોય છે કે, મંગળવારનો દિવસ ખાસ તો હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે તો શુભ ફળ મળે છે. હનુમાનજીને એક પરાક્રમી દેવતાઓમાં માનવામાં આવે છે. હનુમાનજીને કષ્ટભંજન પણ કહેવામાં આવે છે, કેમ કે જો હનુમાનજીની ધ્યાન પૂર્વક પૂજા કરવામાં આવે તો જીવનના બધા જ કષ્ટ દુર થઇ જાય છે. પરંતુ આજે અમે તમને રાશિ અનુસાર એવા ખાસ મંત્ર જણાવશું. જેને મંગળવારના દિવસે જપ કરવામાં આવે તો ખાસ લાભ થાય છે. સાથે સાથે જીવનમાં સફળતા પણ મળે છે.

સૌથી પહેલા છે મેષ રાશિ અને વૃશ્વિક રાશિ : આમ તો કોઈ પણ મનુષ્ય હનુમાનજીના સિદ્ધ મંત્રનો જાપ કરી શકે છે. પરંતુ રાશિ અનુસાર જો મંત્ર જાપ કરવામાં આવે તો વધારે અસરકારક બને છે. આચાર્ય કૃષ્ણકાંત ચાતુર્વેદી અનુસાર મેષ અને વૃશ્વિક રાશિના જાતકોના સ્વામી મંગળ હોય છે. એટલા માટે આ રાશિના જાતકોએ મંગળવારના દિવસે ‘ॐ अं अंगारकाय नमः’ ના મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કરવાથી મેષ અને વૃશ્વિક રાશિના જાતકોની બધી જ મનોકામના પૂર્ણ થશે.

વૃષભ અને તુલા રાશિ : વૃષભ અને તુલા રાશિના લોકોનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે. તો આં રાશિના લોકોએ મંગળવારના દિવસે ‘ॐ हं हनुमते नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કરવાથી આ બંને રાશિના જાતકોની રક્ષા થશે.

મિથુન અને કન્યા રાશિ : મિથુન અને કન્યા રાશિના જાતકોનો સ્વામી બુધ હોય છે. આ લોકોએ ‘अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्। सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥’ નો જાપ કરવો જોઈએ. આ રાશિના જાતકો જો મંગળવારના દિવસે આ મંત્રનો જાપ કરે તો તેના પર આવતા બધા જ સંકટ દુર થાય છે.

કર્ક રાશિ : મિત્રો કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર હોય છે. તો તેમણે ‘ॐ अंजनिसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्।’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર પણ મંગળવારના દિવસે કર્ક રાશિના જાતકોએ એ કરવો જોઈએ. આ મંત્રના જાપથી કર્ક રાશિના જાતકોના વિકાસના રસ્તા ખુલી જશે.

ત્યાર બાદ આવે છે સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોના લોકોનો સ્વામી સૂર્ય હોય છે.  તો તેના માટે આ રાશિના જાતકોએ મંગળવારના દિવસે ‘ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट स्वाहा।’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી આ રાશિના જાતકો તેના દુશ્મનથી સુરક્ષિત રહે છે.

ધન અને મીન રાશિ : ધન અને મીન રાશિના જાતકોનો સ્વામી ગુરુ હોય છે. તેના કારણે તેમણે ‘ॐ हं हनुमते नमः।’ નો જાપ મંગળવારના દિવસે કરવો જોઈએ. તેનાથી તમને મનગમતી નોકરી મળે છે અને સાથે સાથે સફળતા પણ મળશે.

મકર અને કુંભ રાશિ : મકર અને કુંભ રાશિનાં લોકોનો સ્વામી હોય છે શનિ. તો તેમણે મંગળવારના દિવસે ‘ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।’ નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ મંગળવારનાં દિવસે કરવાથી મકર અને કુંભ રાશિના જાતકો માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આં બધા જ મંત્રનો જાપ મંગળવારના દિવસે સ્નાન કર્યા બાદ રુદ્રાક્ષ અથવા લાલ ચંદનની માળાથી કરવા શુભ માનવામાં આવે છે. રાશિ અનુસાર તમે મંત્રનો જાપ કરતા પહેલા હનુમાનજીની પ્રતિમા આગળ સરસવના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ. આ ચમત્કારી મંત્રનો સમય સવારે 6 વાગ્યાથી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી શુભ માનવામાં આવે છે. પરંતુ તેમાં સાંજના 7 વાગ્યાથી 8 વાગ્યાનો સમય વધારે સારો હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment