આ કંપનીએ શેર ધારકોને બનાવી દીધા માલામાલ… એક બે નહીં પણ સાત ગણા ડબલ કરી દીધા પૈસા

મિત્રો શેરબજારમાં પૈસા રોકવા, અને તેમાંથી નફો મેળવવો એ તો જાણે કિસ્મતની વાત છે. આથી જેના નસીબ જોર કરતા હોય તે રાતોરાત માલામાલ થઈ જાય છે. આવું જ કઈક એક કંપનીના શેરધારકો સાથે થયું છે. એક વર્ષમાં આ કંપનીએ 600 પ્રતિશતથી વધુ રીટર્ન આપ્યું છે. તેની તુલના જો સેન્સેક્સ સાથે કરવામાં આવે તો એક વર્ષમાં સેંસેક્સ એ લગભગ 65% નું રીટર્ન આપ્યું છે. 

એથેનોલ બ્લેન્ડિંગ ટેકનોલોજી સાથે જોડાયેલ પ્રાજ ઇન્ડસ્ટ્રીજ એ છેલ્લા એક વર્ષમાં પોતાના શેરધારકોને માલામાલ કરી દીધા છે. આ કંપનીએ એક વર્ષમાં 600 પ્રતિશત થી વધુ રીટર્ન આપ્યું છે. એટલે કે એક વર્ષના તેના શેરધારકોના પૈસા સાત ગણા થઈ ગયા છે. 

ગયા વર્ષે (2020) 19 -મે એ આ કંપનીના શેર 53.95 રૂપિયા પર બંધ થયા હતા. બુધવાર એટલે કે 19 મે 2021 એ આ શેર 398 રૂપિયાની ઉંચાઈ સુધી પહોચી ગયા હતા. જો કે અંતમાં તે આ 387.65 રૂપિયા બંધ રહ્યા હતા. 

સાત ગણા થઈ ગયા પૈસા :

તમને જણાવી દઈએ કે લગભગ 13 મહિનામાં આ શેર એ 600 પ્રતિશત થી વધુ રીટર્ન કર્યું છે. તેની સરખામણી જો સેંસેક્સ સાથે કરવામાં આવે તો એક વર્ષમાં સેંસેક્સ લગભગ 65% નું રીટર્ન આપ્યું છે. જે વ્યક્તિએ 19 મે 2020 ના રોજ આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હશે, બુધવારે તેની મૂડી વધીને સાત લાખ રૂપિયા થી વધુ થઈ ગઈ હશે. 

એટલું જ નહિ પણ આ વર્ષની શરૂઆત થી અત્યાર સુધી માં આ શેર લગભગ 232 પ્રતિશત સુધીનું રીટર્ન આપી ચુક્યા છે. કંપનીનો માર્કેટ કેપ બુધવારે વધીને 7,109.35 કરોડ રૂપિયા પહોચી ગયા. 

શું છે કંપનીની ખાસિયત/વિશેષતા :

પ્રોફીટમાર્ટ સિક્યુરીટી માં ડાયરેક્ટર (રીસર્ચ) અવિનાશ ગોરક્ષકર જણાવે છે કે ‘પ્રાજ ઇન્ડસ્ટ્રીજ એથેનોલ બ્લેન્ડિંગ ઇકવીપમેન્ટ સેક્ટર ની એક હાઈટેક ટેકનોલોજી સૈવી કંપની છે. તેની પાસે હાલ તો લગભગ 650 કરોડ રૂપિયા નો ખુબ જ મજબુત ઓર્ડર છે. કંપની 2જી એથેનોલ ના અવસરને મેળવવા માટે સક્ષમ છે. જેમાં ખુબ ઓછી કંપનીઓ સફળ થઈ છે. આ સીબીજી (કોમ્પ્રેસ્ડ બાયોગેસ) સ્પેસમાં પ્રવેશ કરી રહી છે. જેની કારોબારી સંભાવના ખુબ જ સારી છે.’ 

એયુએમ કેપિટલ માર્કેટ ના રીસર્ચ હેડ રાજેશ અગ્રવાલ કહે છે, કે ‘પ્રાજ નું પ્રદર્શન ખુબ જ સારું છે ચૌથા ક્વાર્ટરનું પરિણામ ખુબ જ સકારાત્મક રહ્યું છે, સરકાર હવે એથેનોલ બ્લેન્ડિંગ પર ભાર આપી રહી છે.’ 

બેગણાથી પણ વધુ નફો થયો :

કંપનીએ ચૌથા ક્વાર્ટર માં લગભગ 52 કરોડ રૂપિયાન શુદ્ધ નફો કર્યો છે. જયારે એક વર્ષ પહેલા આ અવધીમાં કંપનીનો નફો 24.86 કરોડ રૂપિયા જ હતો. માર્ચ 2021 સુધી કંપની ની પાસે 650 કરોડ રૂપિયા નો ઓર્ડર હતો. જયારે એક વર્ષ પહેલા આ ઓર્ડર માત્ર 222 કરોડ રૂપિયા નો હતો. 

કંપનીને હિન્દુસ્તાન પેટ્રોલીયમ થી યુપીના બદાયુંમાં એક સીબીજી પ્રોજેક્ટ સ્થાપિત કરવાનો એક મોટો ઓર્ડર પણ મળ્યો છે. કંપનીના બોર્ડ એ પોતાના શેરધારકો ને 31 માર્ચ પુરા થયેલ વિત્ત વર્ષ માટે 2.16 રૂપિયા પ્રતિ શેરનો લાભ આપ્યો છે. 

Leave a Comment