Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ટૂંકી વાર્તાઓ

શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો હ્રદય સ્પર્શી પત્ર.

Social Gujarati by Social Gujarati
April 19, 2018
Reading Time: 1 min read
0
શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો હ્રદય સ્પર્શી પત્ર.

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર

( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.)

મારી લાડકી દિકરી……

RELATED POSTS

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું.

મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે.

બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે. ભણવામાં ઓછુ અને મોજમજામાં વધુ ધ્યાન આપે છે કારણકે એના પર ધ્યાન રાખનાર માતા-પિતા હાજર નથી હોતા. આવા બધા સમાચારો વાંચ્યા પછી મારા પેટનું પાણી પણ નથી હલતુ કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.

કેટલાક લોકો એવી વાતો કરતા હોય છે કે ગામડામાંથી શહેરમાં આવેલી છોકરીઓ વૈભવી જીવન જીવવા માટે ન કરવાના કામો પણ કરે છે. બેટા, ગામડામાં આપણે ભલે સાવ નાના મકાનમાં રહેલા હોઇએ પણ આબરુ બહુ મોટી છે. સારા સારા કપડા, મોબાઇલ, બાઇક કે કારમાં ફરવા માટે સંસ્કારો સાથે સમજૂતિ કરી લેતી છોકરીઓની વાતો સાંભળીને પણ મને કંઇ જ થતુ નથી કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.

હમણા એક ભાઇ વાત કરતા હતા કે હું એક હોટલમાં રોકાયો હતો. મેં ત્યાં સગી આંખે જોયુ કે એક કલાકમાં 7 છોકરા છોકરીની જોડી હોટેલમાં આવી અને રીશેપ્શન પરથી એને આસાનીથી રુમ પણ મળી ગયો. આ બધા જ છોકરા-છોકરીઓ કોલેજમાં ભણનારા હતા. છોકરીઓ મોઢુ ના દેખાય જાય એટલે મોઢા પર ચૂંદડી બાંધીને આવતી હતી. મેં આ વાત તારી બાને કરી તો એ ઢીલી થઇ ગઇ પણ મને કાંઇ ના થયુ કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે.

થોડા દિવસ પહેલા ટીવીમાં એક સમાચાર આવતા હતા કે આજકાલ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં દેખાય છે એના કરતા રેસ્ટોરન્ટમાં વધુ દેખાય છે. કોઇને કોઇ બહાનાથી વારંવાર જાત-જાતની અને ભાત-ભાતની પાર્ટીઓ થાય છે અને ઘણીવખત તો મોડી રાત સુધી આવી પાર્ટી ચાલ્યા કરે છે. ટીવીમાં તો એવુ પણ બતાવતા હતા કે છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ સીગારેટ પીવા લાગી છે. બેટા, તારો મોટોભાઇ મને કહે,”પપ્પા, બહેન તો ભણવામાં ધ્યાન આપતી હશે ને ?” મેં કહ્યુ, “આપણે દિવસ-રાત કેવી કાળી મજૂરી કરીને એને ભણાવીએ છીએ એ તારી બહેન સારી રીતે જાણે છે.” ટીવીના આ સમાચાર પછી ઘણા મા-બાપ વિચારે ચડ્યા હશે પણ મને કંઇ ના થયુ કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.

હજુ ગઇકાલે જ તારી બા મને કહેતી હતી કે આપણી શેરીમાં રહેલી પેલી છોકરી શહેરમાં ભણીને આવી છે. ડીગ્રી તો મળી ગઇ પણ ભણવાને બદલે હરવા-ફરવામાં રહી એટલે જ્ઞાનના અભાવે હવે નોકરી મળતી નથી.હવે એના લગ્નની વાત ચાલે છે પણ એને તો શહેરમાં જે જીવન જોયુ અને જીવ્યુ એવો જ છોકરો જોઇએ છે. પણ લાયકાત અને હેસિયત વગર એવો છોકરો તો ક્યાંથી મળે એટલે એના મા-બાપને બહુ ચિંતા થાય છે. તારી બાને પણ કદાચ તારી બાબતમાં આ જ ચિંતા હશે એવુ લાગ્યુ પણ મને કોઇ જ ચિંતા નથી કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.

બેટા, આપણા ગામમાં શાકભાજી વેંચતા પેલા પશાકાકાને તું ઓળખે છે ને ? એની દિકરીને પશાએ પેટે પાટા બાંધીને ભણવા માટે મોટા શહેરમાં મોકલેલી. ગયા અઠવાડીએ એ છોકરીએ બીજા કોઇ છોકરા સાથે લગ્ન કરી લીધા. પશાને બીચારાને જાણ પણ ના કરી આ તો છાપામાં બંનેના ફોટા આવ્યા ત્યારે ખબર પડી. પશો રોઇ રોઇને અડધો થઇ ગયો. આ વાત સાંભળી ત્યારે મને એક સેકન્ડ માટે તારો ચહેરો દેખાણો પણ પછી તરત જ મનમાંથી વિચાર કાઢી નાંખ્યો કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.

બેટા, કાગળ થોડો લાંબો લખ્યો છે એટલે તને વાંચવામાં તકલીફ પડી હશે એ માટે મને માફ કરજે. બેટા, તને હાથ જોડીને એક જ વિનંતી કરુ છું કે તને આપેલી સ્વતંત્રતા, સ્વચ્છંદતા ના બની જાય એ જોજે. મારી અને આપણા પરિવારની આબરુ તારા હાથમાં છે એનું ધ્યાન રાખજે. હું હંમેશા તારી સાથે જ છું અને તારી સાથે જ રહીશ પણ બેટા, મારો વિશ્વાસ તુટવા નહી દેતી. એવુ કંઇ ન કરતી કે બીજા કોઇ મા-બાપ એની દિકરીને ભણવા માટે શહેરમાં મોકલવાનું માંડી વાળે. બેટા, આપણા પરીવારની આબરુની સાથે સાથે ગામડાની અસંખ્ય હોશીયાર દિકરીઓનું ભવિષ્ય પણ તારા હાથમાં છે એ યાદ રાખજે.

લી. હંમેશા તારુ સારુ વિચારતો તારો પિતા

– શૈલેશ સગપરીયા 

તમારો વાચવાનો ઉત્સાહ એજ અમારી સફળતા છે. ધન્યવાદ.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

Tags: college studentdaddaughter letterdaughter storygujarati storyletterpita no patrshailesh sagpariyastory
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….
ટૂંકી વાર્તાઓ

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

September 9, 2022
પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે
ટૂંકી વાર્તાઓ

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

December 16, 2022
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું
ટૂંકી વાર્તાઓ

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021
આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.
Inspiration

આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.

June 5, 2019
18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……
ટૂંકી વાર્તાઓ

18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……

June 3, 2019
કરોડપતિના ઘરે દીકરીના લગ્ન કરતા પહેલા આ વાત અવશ્ય જાણો… આ તાજો બનેલો દાખલો તમારી આંખ ખોલી દેશે
ટૂંકી વાર્તાઓ

કરોડપતિના ઘરે દીકરીના લગ્ન કરતા પહેલા આ વાત અવશ્ય જાણો… આ તાજો બનેલો દાખલો તમારી આંખ ખોલી દેશે

May 30, 2019
Next Post
આ 10 ક્રૂર અને ખતરનાખ મોત સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે | માણસ એક નહિ પણ હજાર વાર મારતો .

આ 10 ક્રૂર અને ખતરનાખ મોત સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે | માણસ એક નહિ પણ હજાર વાર મારતો .

પહેલી નજરથી બરાબર લગતા કોયડાને  અભણ ડોસાએ ઉકેલી બતાવ્યો. – ૧૦૦ % લોકો ભૂલ ખાઈ જશે આ કોયડામાં.

પહેલી નજરથી બરાબર લગતા કોયડાને અભણ ડોસાએ ઉકેલી બતાવ્યો. - ૧૦૦ % લોકો ભૂલ ખાઈ જશે આ કોયડામાં.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો મુકેશ અંબાણીના ઘરના કચરાનું શું થાય છે,   શું તમને ખબર છે?

જાણો મુકેશ અંબાણીના ઘરના કચરાનું શું થાય છે, શું તમને ખબર છે?

September 29, 2019
આ છે ભારતની મિસાઈલ મહિલા, જેણે આપી ભારતને અગ્નિ મિસાઈલ.  કોમેન્ટમાં થેંક્યું લખજો.

આ છે ભારતની મિસાઈલ મહિલા, જેણે આપી ભારતને અગ્નિ મિસાઈલ. કોમેન્ટમાં થેંક્યું લખજો.

March 8, 2025
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.