શું તમે જાણો છો ફિલ્મોમાં ઉપયોગ થયેલા કપડાઓ શુટિંગ બાદ ક્યાં જાય છે ?
મિત્રો બોલીવુડની એક ફિલ્મમાં એક્ટર્સ કેટલીય વાર કપડા બદલતા હોય છે. એટલું જ નહિ એક ફિલ્મના ગીતમાં જ ચારથી પાંચ વાર તેઓ કપડા બદલતા હોય છે. મિત્રો કહેવાય છે કે ફિલ્મ એક્શન રિપ્લે જેમાં એશ્વર્યા રાઈ, અક્ષય કુમાર અને આદિત્ય રોય કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચને ફિલ્મમાં 125 વાર કપડા બદલાવ્યા હતા. ત્યાર બાદ કરીના કપૂરની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું હિરોઈન. તે ફિલ્મમાં કરીનાએ 130 વાર કપડા બદલ્યા હતા. તો મિત્રો એ લોકોએ તો ઘણી વાર કપડા બદલાવ્યા અને સુંદર પણ દેખાયા. પરંતુ સવાલ એ છે કે ત્યાર બાદ આખરે એ કપડા જાય છે ક્યાં. તો ક્યારેક તો તમને વિચાર આવ્યો હશે ને કે ફિલ્મનું શુટિંગ ખતમ થયા બાદ આ કપડાઓ ક્યાં જતા હશે તો આજે અમે તમને જણાવશું કે શુટિંગ બાદ કપડાઓ ક્યાં જાય છે અને તેનું શું થાય છે.
સામાન્ય રીતે તો ફિલ્મનું શુટિંગ પૂરું થતા જ તેની સાથે જોડાયેલ દરેક સામાનને પેટીઓમાં ભરીને પ્રોડક્શન હાઉસ પહોંચાડી દેવામાં આવે છે. સામાનની પેટીઓ પર ફિલ્મનું નામ પણ લખવામાં આવે છે. ત્યાર બાદ તે સામાનને કોઈ અન્ય ફિલ્મમાં મિક્સ એન્ડ મેચ કરીને ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોઈ ચણીયા ચોલી હોય તો તેના ચણીયાને કોઈ અન્ય બ્લાઉઝ સાથે મેચ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તે ફિલ્મની લીડ એક્ટ્રેસ તો નથી જ ઉપયોગ કરતી. પરંતુ તે અન્ય લોકો માટે જ કામ આવે છે. પરંતુ તેનો તે રીતે ઉપયોગ કરી લેવામાં આવે છે.
કોઈ પણ કપડા જે ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે બધા જ કપડા પ્રોડક્શન હાઉસ મોકલી દેવામાં આવે છે. કારણ કે, તે કપડા પ્રોડક્શનની કોસ્ટમાં જ આવે છે. જો કે કોઈ હીરો કે હિરોઈન પોતાના કપડા ફિલ્મ માટે ખરીદવા જાય તો પણ તે કપડા પ્રોડક્શન હાઉસ જ મોકલી દેવામાં આવે છે. પરંતુ કોઈ હીરો કે હિરોઈન ફિલ્મની યાદ રૂપે કોઈ કપડા પોતાની પાસે રાખવા ઈચ્છે તો તે કપડા તે રાખી શકે છે. બાકી તો પરત જ કરી દેવામાં આવે છે.
પરંતુ ઘણી વાર હીરો કે હિરોઈનના પહેરેલા કપડા નીલામ પણ કરવામાં આવે છે. ત્યાર બાદ કપડાની નીલામી દ્વારા એકઠી થતી રકમ જરૂરીયાત મંદ લોકોની મદદ કરવામાં વપરાઈ છે અથવા તો તેનું કોઈ દાન કરી દેવામાં આવે છે. પરંતુ આ કોઈક બાબતોમાં જ થાય છે દરેક વખતે આ રીતે નીલામી નથી કરવામાં આવતી.
ફિલ્મો બાદ ટીવી સિરિયલોની વાત કરીએ તો તેમાં પણ ઘણા ડીઝાઈનર કપડાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ મુદ્દા પર ટીવી પ્રોડ્યુસર રાજુ શાહીએ જણાવ્યું કે તે કોઈ એક કપડાના સપ્લાયરને પોતાની સાથે જોડી લે છે અને ત્યાર બાદ દરેક અવસર અનુસાર કપડાઓ મંગાવે છે અને તેનો ઉપયોગ કર્યા બાદ તેને પરત કરી દેવામાં આવે છે. તેમાં કોઈ ડ્રેસ રીપીટ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
તો મિત્રો આ રીતે ફિલ્મોમાં ઉપયોગમાં લેવાયેલ કપડાનો અન્ય ફિલ્મમાં મિક્સ એન્ડ મેચ કરીને ઉપયોગ કરી લેવામાં આવે છે. તો ક્યારેક તેની નીલામી કરી તેમાંથી મળતા પૈસાનું દાન કરી દેવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google