સ્નાન કર્યા બાદ તરત જ પાંચ વાર આ ચોપાઈ બોલી લો |દેખાશે આવા ચોંકાવનારા પરિણામો.

મિત્રો મનુષ્યનું જીવન દુઃખ અને સુખનો સાર હોય છે. ઘણી વખત અમુક સમસ્યાઓ થોડા સમય માટે આવે છે તો અમુક સમસ્યાઓ લાંબો સમય સુધી આપણો પીછો નથી છોડતી. ક્યારેક સમસ્યાઓ આપણા અંકુશમાં પણ નથી હોતી. તો આવી સમસ્યાઓનો ઉકેલ ભગવાન પાસે જ હોય છે. તુલસી દાસજી દ્વારા રચિત રામચરિત માનસમાં એવી ઘણી બધી ચોપાઈઓ છે. જેનો જાપ કરીને આપણા જીવનમાં આવતા સંકટોનું નિવારણ લાવી શકાય છે.

આજે અમે આ લેખમાં એક એવી મહત્વની ચોપાઈ જણાવશું કે જેનો તમે જાપ કરો તો મોટામાં મોટી સમસ્યાઓ પણ તમારા જીવનમાં લાંબો સમય સુધી ટકી નહિ શકે.

જો પ્રભુ દીનદયાલા કહાવા, આરતી હરણ બેદ જસ ગાબા,

જપહિં નામુ જન આરત ભારી, મિટહિં કુસંકટ હોહિં સુખારી,

દીનદયાલ બિરદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી.

તો મિત્રો આ ચોપાઈ છે કે જેનો નિયમિત જાપ કરવાથી કોઈ પણ સંકટ આપણા જીવનમાં ટકતું નથી અને તેની સાથે આપણી મનોકામના પણ પૂર્ણ થાય છે. હવે મિત્રો એ પણ જાણી લઈએ કે આ ચોપાઈનો જાપ ક્યારે અને કંઈ રીતે કરવો જેના કારણે આ ચોપાઈ વધારે અસરકારક બની જાય.

આ ચોપાઈના જાપનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા સવારે વહેલા ઉઠી જવું. ત્યાર બાદ વહેલી સવારે સ્નાન કરી લેવું અને સ્વચ્છ કપડા પહેરી લેવા. ત્યાર બાદ એક લાલ કપડાને પાથરો અને તેના પર ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા છબી અથવા ચિત્રને સ્થાપિત કરો.

ત્યાર બાદ ભગવાનની મૂર્તિ, છબી જે કંઈ પણ રાખ્યું હોય તેના પર તિલક લગાવો અને ચોખા પણ અર્પિત કરવા. હવે એક દીવો પ્રજ્વલિત  કરો અને એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે દીવો એવી રીતે પ્રજ્વલિત કરવો કે તે ચોપાઈ પૂરી ના થાય ત્યાં સુધી ચાલે.

ત્યાર બાદ ભગવાનને ભોગ પણ લગાવવો. તેના માટે તમે કોઈ મીઠી વસ્તુ જેવી કે ખીર, લાડુ વગેરે વસ્તુનો ભોગ લગાવી શકો છો. હવે સૌપ્રથમ તમારે ભગવાન રામની પૂજા આરતી કરવાની છે. ત્યાર બાદ તમારે એક તુલસીની માળા લેવાની છે અને આ માળા ફેરવતા ફેરવતા આ ચોપાઈનો જાપ કરવાનો છે.

જો તમારે આ ચોપાઈનું શુભ ફળ પ્રાપ્ત કરવું હોય તો તમારે નિયમિત રીતે રોજે પાંચ વખત આ રીતે તુલસીની માળા ફેરવતા ફેરવતા ચોપાઈનો જાપ કરવાનો છે. આવું કરવાથી આ ચોપાઈના જાપની અસર તમને થોડા દિવસોમાં જ જોવા મળશે અને તમને પોતાને આ મંત્રની શક્તિનો આપોઆપ અહેસાસ થઇ જશે. તમને થોડા દિવસોમાં એવા પરિણામો મળશે તથા લાભો થશે કે તમને પોતાને પણ વિશ્વાસ નહિ આવે.

તો મિત્રો તમે પણ તમારા જીવનમાં આવતી સમસ્યાઓ અને દુઃખોને દુર કરવા માંગો છો અથવા તેમાં રાહત મેળવવા માંગો છો તો તમે એક વાર આ ચોપાઈનો જાપ નિયમિત કરી જુઓ તમને પરિણામ અવશ્ય મળશે. પરંતુ એક ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની છે કે આ ચોપાઈનો જાપ ખુબ સાચા દિલથી કરવાની છે અને તમારું બધું દુઃખ ભગવાનના ચરણે રાખીને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે આ ચોપાઈનો જાપ કરવાનો છે તો જ તેનું પરિણામ જોવા મળશે.

Leave a Comment