આ હિરોઈન પણ પોતાના પતિની મારપીટને કરતી હતી સહન… જાણો કોણ કોણ છે તે હિરોઈન… આખરે તેણે લીધો આવો નિર્ણય.

આ હિરોઈન પણ પોતાના પતિની મારપીટને કરતી હતી સહન… જાણો કોણ કોણ છે તે હિરોઈન… આખરે તેણે લીધો આવો નિર્ણય.

મિત્રો આ સંસારમાં દરેક પતિ અને પત્ની વચ્ચે, પ્રેમી અને પ્રેમિકા વચ્ચે નાના નાના ઝગડાઓ થતા જ હોય છે. કોઈ વ્યક્તિ હોય તેને તેના સાથે નાની નાની ટસલ થતી રહેતી હોય છે. પરંતુ મિત્રો એ નાના નાના ઝગડાઓમાં પણ પ્રેમ છુપાયેલો હોય છે. ઘણી વાર બે પ્રેમી કે પતિપત્ની વચ્ચે નાના નાના ઝગડાઓ પણ પ્રેમને વધારે છે અને પ્રેમને ગાઢ બનાવે છે.

પરંતુ મિત્રો પ્રેમ સંબંધમાં ઘણી વાર નાની બાબતો મોટું સ્વરૂપ પણ લઇ લેતા હોય છે. ઘણી વાર આગળ જતા ક્યારેક ઝગડાઓ એટલા વધી જતા હોય છે કે તે મારપીટનું સ્વરૂપ પણ લઇ લેતા હોય છે. ઘણીએ વાર લોકો એવું વિચારતા હોય છે કે સામાન્ય લોકોના ઘરે જ આવું બનતું હોય છે. પરંતુ મિત્રો ખરેખર તો સેલિબ્રિટીઓના ઘરે પણ આવું ઘણી વાર બનતું હોય છે. તો આજે અમે તમને અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવશું જેને પોતાના પતિ અને બોયફ્રેન્ડ સાથેના ઝગડામાં મારપીટ થઇ હોય. તો ચાલો જાણીએ કોણ છે એ એક્ટ્રેસ.

મિત્રો સૌથી પહેલા ટીવી જગતની એક મશહુર એક્ટ્રેસ અને બીગ બોસની વિનર રહી ચૂકેલ શ્વેતા તિવારી. શ્વેતા તિવારીની વાત કરીએ તેના પ્રેમ લગ્ન થોડા વર્ષો સુધી જ ચાલ્યા હતા. થોડા વર્ષો સુધી લગ્ન જીવનમાં સુખેથી સાથે રહ્યા બાદ રાજા ચૌધરી અને શ્વેતા તિવારીએ તલાક લઇ લીધા હતા. તલાક લેવાનું મુખ્ય કારણ એવું જણાવવામાં આવે છે કે રાજા ચૌધરી શ્વેતા તિવારી સાથે ખુબ ઝગડાઓ કરતો અને તેની સાથે મારપીટ પણ કરતો હતો. જેના કારણે શ્વેતા તિવારીએ તલાક લેવાનું નક્કી કર્યું.

તમને જણાવી દઈએ કે અભિનેતા રાહુલ મહાજને બે લગ્ન કર્યા છે. પરંતુ નવાય અને આશ્વર્યની વાત તો એ છે કે આજે બંને માંથી એક પણ પત્ની તેની સાથે રહેતી નથી. તેની પાછળનું કારણ સામે આવ્યું હતું કે તે ખુબ જ અજુગતું હતું. રાહુલ મહાજનના બન્ને પત્નીઓ સાથે તલાક લેવાનું કારણ તેમની મારપીટ જણાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઘણી વખત રાહુલ મહાજન પોતાની પત્નીઓ સાથે મારપીટ કરતા હતા. જેના કારણે બંને પત્નીએ તેને તલાક આપી દીધા હતા.

આ લીસ્ટમાં આદિત્ય પંચોલી અને કંગના રનૌતનું પણ નામ આવે છે. એક સમય બોલીવુડમાં એવો પણ હતો જ્યારે આદિત્ય પંચોલી અને કંગના રનૌત વચ્ચે લવ અફેર ચાલતો હતો. અફેર હોવાના કારણે આદિત્ય પંચોલી અને કંગના રનૌત બંને ઘણા લાંબા સમય સુધી બંને એક બીજા સાથે રહ્યા પણ હતા. પરંતુ ત્યાર બાદ કંગના રનૌતે આદિત્ય પંચોલીને અચાનક જ છોડી દીધો. કંગના રનૌતે આદિત્ય પંચોલીને છોડ્યો અને તેની સાથેનો પ્રેમ સંબંધ તોડ્યો. તેનું કારણ પણ મારપીટ જ જણાવવામાં આવે છે.

ત્યાર બાદ આવે છે પોતાના સમયની ખુબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી જીનત અમાન. તમને જણાવી દઈએ કે એક પાર્ટીમાં સંજય ખાને જીનત અમાનને ખુબ જ મારી હતી. આ મારપીટના કારણે જીનત અમાનની અંખ પર ખુબ ઈજા થઇ હતી અને તમને જણાવી દઈએ કે એ મારપીટનું નિશાન આજે પણ તેમની આંખોમાં જોવા મળે છે.

ત્યાર બાદ આવે છે દલજીત કૌર. તમને જણાવી દઈએ કે એક સમયે અભિનેત્રી દલજીત કૌરે પોતાના પતિ શાલીન વિરુદ્ધ મારપીટના આરોપની ફરિયાદ નોંધાવી હતી. દલજીતનું આ બાબતે કહેવું હતું કે તેનો પતિ શાલીન હંમેશા તેની સાથે મારપીટ કરતો હતો અને આ જ કારણે શાલીન અને દલજીત હંમેશા માટે એક બીજાથી અલગ થઇ ગયા હતા.

રણબીર શૌર્ય અને પૂજા ભટ્ટે પણ પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ પૂજાનું કહેવું હતું કે લગ્ન બાદ રણબીર શરાબના નશામાં તેની સાથે મારપીટ કરતો હતો. જેના કારણે પૂજા ભટ્ટે રણબીરને તલાક આપી દીધા હતા.

તો મિત્રો આજે જો આવા મોટા સ્ટારોના ઘરોમાં પણ થતું હોય તો એવા સામાન્ય ઘરોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. આજે લાખો મહિલાઓ રોજ પોતાના પતિના આવા અત્યાચારોને ભારતમાં સહન કરે છે. માટે આવા નમાલા લોકો માટે આજે જ આવાજ ઉઠાવો અને અત્યાચારોને સહન કરવાનું બંધ કરી દો. તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે કોઈ પણ કારણ વગર જો પતિ ઘરમાં પત્ની સાથે મારપીટ કરતો હોઉં તો તેને શું સજા આપવી જોઈએ એ કોમેન્ટ કરીને જણાવો.

Leave a Comment