છોકરીને બચાવવા માટે ટેક્સી ડ્રાયવરે કર્યું કંઈક આવું….તેનો બદલો આપ્યો છોકરીઓએ આવો.. જાણો આ સત્ય ઘટનાને…

છોકરીને બચાવવા માટે ટેક્સી ડ્રાયવરે કર્યું કંઈક આવું….તેનો બદલો આપ્યો છોકરીઓએ આવો.. જાણો આ સત્ય ઘટનાને…

મિત્રો વાહનો અને વધતી જતી વસ્તીના કારણે દિવસે દિવસે અકસ્માતનો આંકડો ઉંચો આવતો જાય છે. રસ્તા પર ક્યારે અચાનક જ કોઈ મોટો અકસ્માત સર્જાય તેની કોઈને પણ જાણ નથી થતી. અમુક અકસ્માતો તો એટલા ગંભીર હોય છે કે લોકો તેમના હાથ પગ ખોઈ બેસે છે, તો કોઈ લોકો ત્યાં જ રસ્તામાં મૃત્યુ પામી જતા હોય છે. કોઈને ગંભીર ઈજા થઇ હોય તો લોકો પોલીસ અને એમબ્યુલન્સને ફોન કરવામાં રહે છે ત્યાં અકસ્માતનો શિકાર થયેલ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી બેસે છે.

ઘણા અકસ્માતો એવા રહ્યા હશે જેમાં વ્યક્તિના બચવાના ચાન્સીસ હોય, પરંતુ તેમ છતાં પણ તે ત્યાં જ મૃત્યુ પામે છે. તેના માટેનું સૌથી મોટું કારણ છે કે તેને તે સમયે તાત્કાલિક સારવાર નથી મળતી. તેથી તેઓ મૃત્યુ પામે છે. પરંતુ જો તેને તાત્કાલિક કોઈ હોસ્પીટલમાં પહોંચાડી દેવામાં આવે અને તેની સારવાર ચાલુ કરી દેવામાં આવે તો કદાચ એ વ્યક્તિ બચી પણ શકે. પરંતુ આજે લોકો પોલીસના ચક્કરમાં ન પડવું પડે તેમજ તેમનો સમય ન બગડે તે માટે અકસ્માતગ્રસ્ત વ્યક્તિને હોસ્પીટલે લઇ જતા નથી અને એમબ્યુલન્સને ફોન કરી દેતા હોય છે.

પરંતુ મિત્રો જો અકસ્માત બાદ તે વ્યક્તિને સમયસર હોસ્પીટલે લઇ જવામાં આવે અને તેની સમયસર સારવાર કરવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી પણ શકે છે અને આ રીતે કોઈને તાત્કાલિક હોસ્પીટલે પહોંચાડવા તે આપણી નૈતિક ફરજ પણ છે. પરંતુ બધા લોકો સરખા નથી હોતા, અમુક લોકો ખુબ દયાળુ હોય છે. જેથી તે તાત્કાલિક તેની સારવાર માટે પ્રયત્નો પણ કરે છે અને જીવ પણ બચાવી લેતા હોય છે.

તો આજે અમે તમને એવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક સામાન્ય ટેક્સી ડ્રાઈવરે યુવતીનો જીવ બચાવવા પોતાની રોજીરોટીનું એકમાત્ર સાધન એટલે કે પોતાની ટેક્સીને પણ વહેંચીને તેને મદદ કરી. વાત એમ છે કે એક યુવતીનું રસ્તા પર અચાનક જ અકસ્માત સર્જાય છે. અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે અને તરફડતી હાલતમાં તે રસ્તા પર પડી જાય છે. લોકો તેને જોવે છે પણ કોઈ મદદ કરવા માટે આગળ નથી આવતું. બધા આ દ્રશ્ય જોઇને અફસોસ સાથે પોતાને રસ્તે આગળ વધી જતા હતા.

પરંતુ રાજબીર નામક એક ટેક્સી ડ્રાઈવરના મનમાં આ દ્રશ્ય જોઈ દયા જાગી અને તે તાત્કાલિક જ પોતાની ટેક્સીમાં યુવતીને બેસાડીને હોસ્પીટલે લઇ ગયો. ત્યાર બાદ ડોકટરે તેની સારવાર ચાલુ કરી તપાસ બાદ ડોકટરે ટેક્સી ડ્રાઈવર રાજબીરને જણાવ્યું કે આ છોકરીનું ઓપરેશન તાત્કાલિક જ કરવું પડશે અને તેના માટે 2,50,000 રૂપિયા જેટલો ખર્ચ થશે. તે છોકરીનું ઓપરેશન થઇ જાય અને તેનો જીવ બચી જાય તે માટે તે ડ્રાઈવરે પોતાની ટેક્સીને વહેંચીને ખર્ચો ચૂકવ્યો.

ત્યાર બાદ છોકરીનું ઓપરેશન સફળ રહે છે અને છોકરીનો જીવ પણ બચી જાય છે અને તેની હાલતમાં થોડો સુધાર આવતા તે ઘરે પણ જતી રહે છે. આ યુવતી સહાનપુરની રહેવાસી હતી અને તેનું નામ અસીમા હતું. ઘરે ગયા બાદ છોકરી ધીમે ધીમે એકદમ ઠીક થઇ જાય છે. ત્યાર બાદ અસીમાએ તે ડ્રાઈવરને મળવાનું  મન થયું કે જેણે તેનો જીવ બચાવ્યો હતો અને તે ડ્રાઈવરની ઘરે પહોંચી જાય છે. છોકરી પોતાનો અભ્યાસ કરી રહી હોય છે અને તેના અભ્યાસ માટે છોકરીને ગોલ્ડ મેડલ મળવા જઈ રહ્યું હતું તેથી છોકરીએ ડ્રાઈવરને ત્યાં આવવાનો આગ્રહ કર્યો.

ત્યારે ટેક્સી ડ્રાઈવરની આર્થિક પરિસ્થિતિ ઠીક ન હતી. કારણ કે તેની રોજી રોટીનું એકમાત્ર સાધન તો તેણે તે છોકરીની મદદ કરવામાં વહેંચી દીધું હતું. પરંતુ અસીમાએ ત્યાર બાદ ટેક્સી ડ્રાઈવરને એક ટેક્સી લઈને આપી હતી.

તો આ રીતે એક સામાન્ય ટેક્સી ડ્રાઈવરે ટેક્સી વહેંચીને એક યુવતીનો જીવ બચાવ્યો અને બદલામાં છોકરીએ પણ તેને ટેક્સી લઈને આપી હતી.  આવો બદલો જોઇને પરિચિત લોકો મોમાં આંગળા નાખી ગયા, અને આ છોકરીની ઉદારતા અને ડ્રાઈવરની મદદ કરવાની ભાવના વિશે વાતો કરવા લાગ્યા.  આપણે પણ આ ડ્રાઈવર પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને લોકોનો જીવ બચાવવો જોઈએ.

તો મિત્રો હજુ પણ આવા લોકો આપણા સમાજમાં જોવા મળે છે જે ખુદની રોજીરોટીને વહેંચીને પણ બીજા લોકોના જીવ બચાવી લે છે. તો મિત્રો શું આપણે પણ આવા કાર્ય કરવા જોઈએ કે બીજા લોકોની જેમ રસ્તા પરથી આગળ વધી જવું જોઈએ. તમને યોગ્ય લાગે તો કોમેન્ટમાં “ગૂડ વર્ક” જરૂર લખજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ
Image Source: Google

 

Leave a Comment