2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો…વાંચો તેમના ચમત્કારો
આજે અમે વાત કરીશું એક એવા સંતની જે લગભગ 2000 વર્ષથી જીવિત છે. આ સંત હિમાલયની ગુફાઓમાં પોતાના શિષ્યોની સાથે રહે છે અને આ સંત તેવા આધ્યાત્મિક જિજ્ઞાસુઓને દર્શન આપે છે જે પૂર્ણ રૂપે આધ્યાત્મમાં સમર્પિત છે. આ મહાન અદ્દભુત સંતનું નામ છે મહાવતાર બાબાજી. તેમણે જ સંત કબીર, શંકરાચાર્ય અને લહાડી મહાશયને દીક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા હતા. તો મિત્રો ચાલો જાણીએ કે 2000 વર્ષથી આ સંત કેવી રીતે જીવંત છે અને શું છે તેના રહસ્યો.
મહાવતાર બાબાજી હિમાલયના સિદ્ધાશ્રમનામની જગ્યા પર બિરાજમાન છે. પરંતુ એવું કહેવાય છે કે આ આશ્રમ હજુ સુધી કોઈને મળ્યો નથી. બાબાજીને આશ્રમના પ્રમુખ ગુરુ મનાય છે. કહેવાય છે કે બાબાજીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ સિદ્ધાશ્રમમાં પ્રવેશી નથી શકતું. આ બાબાજી પર એક પુસ્તક પણ લાખાયું છે જેનું નામ છે “ઓટોબાયોગ્રાફી ઓફ યોગી” એટલે કે યોગી આત્મકથા. આ બુકના લેખક પરમહંસ યોગાનંદજી છે અને તેના ગુરુ શ્રી યુક્તેશ્વરજી અને શ્રી યુક્તેશ્વારના ગુરુ લહાડી મહાશય છે અને લહાડી મહાશયના ગુરુ આ બાબાજી છે.
લહાડી મહાશય જ્યારે એક વાર હિમાલયમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમને મહાવતાર બાબાજીના દર્શન થયા હતા. ત્યાર બાદ બાબાજીએ લહાડી મહાશયને ક્રિયા યોગ શીખવ્યો અને આદેશ આપ્યો કે અન્ય લોકોને પણ ક્રિયા યોગ શીખવવામાં આવે. “ઓટોબાયોગ્રાફી ઓફ યોગી” બુકમાં પરમહંસજી લખે છે કે તેમની પ્રત્યેક્ષ મુલાકાત બાબાજી સાથે 15 જુલાઈ 1920 ના રોજ થઇ હતી.
આ ઉપરાંત શ્રી યુક્તેશ્વરજી દ્વારા લખાયેલ “ધ હોલી સાઈન્સ” માં પણ બાબાજીને પ્રત્યેક્ષ રીતે મળ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાબાજીને 1861 થી 1935 સુધીના સમયગાળામાં ઘણા સાધુ સંતો દ્વારા જોવામાં આવ્યા હતા. જે પણ લોકોએ બાબાજીને જોયા છે તે બાબાજીની ઉંમર આશરે 25 વર્ષની આસપાસ જણાવે છે.
ઘણા વિદ્વાનોનું એવું માનવું છે કે મહાવતાર બાબાજીનું નાનપણનું નામ નાગરાજ હતું અને તેમનો જન્મ પરાંગપીટટે તામીલનાડુમાં થયો હતો અને તેમના ગુરુનું નામ સંત ગોબરનાથ હતું. કહેવાય છે કે એક વખત બાબાજીએ નાના હતા ત્યારે પોતાની માતાની આજ્ઞા વગર ફળ ખાઈ લીધા હતા. જ્યારે આ વાતની જાણ તેમની માતાને થઇ ત્યારે તે ખુબ ગુસ્સે થયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં બાબાજીના મોંમાં એક કપડું નાખી દીધું જેના કારણે બાબજીનો જીવ જતા જતા બચ્યો. મૃત્યુને આટલું નજીકથી જોયા બાદ તેમનું ભૌતિક જીવન પરથી મન ઉઠી ગયું અને તેઓ આધ્યાત્મની શોધમાં નીકળી ગયા.
પરંતુ એક દિવસ બાબાજીનું અપહરણ થઇ ગયું અને તેમને વહેંચી દેવામાં આવ્યા. પરંતુ જે વ્યક્તિએ તેમને ખરીદ્યા હતા તે ખુબ જ દયાળુ હતા. તેથી બાબાજીને મુક્ત કરી દીધા. ત્યાંથી છૂટ્યા બાદ બાબાજીની આધ્યત્મમાં વધારે રૂચી જાગી અને તેના માટે તેમણે શાસ્ત્રોનું અધ્યયન કરવાનું શરૂ કર્યું. ત્યાં તેમની મુલાકાત સંત ગોબરનાથ સાથે થઇ અને ત્યાર બાદ બાબાજીએ સંત ગોબરનાથને ગુરુ બનાવ્યા અને દીક્ષા પ્રાપ્ત કરી અને દિવસ રાત સાધનામાં લીન રહેવા લાગ્યા.
ત્યાર બાદ બાબાજીને ઘણું બધું ગુરુ જ્ઞાન ગ્રહણ કર્યું ત્યારે તેમના ગુરુ સંત ગોબરનાથજીએ કહ્યું કે હવે તેણે આગળની દીક્ષા સંત અગસ્ત પાસેથી લેવી જોઈએ. પરંતુ ત્યારે બાબાજી પાસે ગુરુ અગસ્ત સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હતો. તેથી તેમણે વચન રાખ્યું કે જ્યાં સુધી તેની મુલાકાત ઋષિ અગસ્ત સાથે નહિ થાય ત્યાં સુધી તે કંઈ પણ ખાધા વગર પ્રાર્થના કરશે.
જળ અને અન્ન ન ગ્રહણ કરવાના કારણે થોડા દિવસ બાદ બાબાજીનું શરીર એકદમ નબળું પડી ગયું હતું અને તેઓ મૃત્યુના મોંમાં ધકેલાતા જતા હતા. ત્યાર બાદ બાબાજીની આધ્યાત્મ રૂચી અને સાહસ અને પ્રાર્થના જોઇને મહાઋષિ અગસ્ત તેમની સામે પ્રકટ થયા અને બાબાજીને અન્ન ગ્રહણ કરાવ્યું. ત્યાર બાદ ઋષિ અગ્સ્તે બાબાજીને ક્રિયા કુંડલીની પ્રાણાયામની દીક્ષા આપી. ક્રિયા કુંડલીની પ્રાણાયામની પ્રાપ્તિ કર્યા બાદ તેઓએ અખંડ સાધનાનો પ્રારંભ કર્યો અને અમૃતવ પ્રાપ્ત કર્યું.
ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં કુપુચીનાથી 13 કિલોમીટર દુર દ્રોણાગીરીમાં સ્થિત છે. આમાં સમય સમય પર સાધકો આવીને સાધના કરે છે. તમને જાણાવી દઈએ કે ફિલ્મ અભિનેતા પણ મહાવતાર બાબાજીના પરમ ભક્ત છે અને ઘણી વખત તેમની ગુફાના દર્શન માટે જતા હોય છે.
કહેવાય છે કે બાબાજી હિમાલયની શીવાલીક પહાડીઓમાં રહે છે અને બાબાજીએ પોતાના ઘણા શિષ્યોને ત્યાં દર્શન પણ આપ્યા છે. બાબાજીના ચમત્કારિક કિસ્સાઓ પણ ખુબ પ્રચલિત છે. જેમાં એક વખત એક શિષ્ય બાબાજી પાસેથી દીક્ષા લેવાની જીદ કરી બેઠો અને કહેવા લાગ્યો કે જો તમે મને દીક્ષા નહિ આપો તો હું પહાડી પરથી કુદી જઈશ. ત્યારે બાબાજીએ તેને કહ્યું કે કુદી જા. ત્યારે તે શિષ્ય પહાડ પરથી કુદી ગયો અને બાબાજીએ અન્ય શિષ્યોને તેનું શબ શોધી લાવવા કહ્યું. ત્યાર બાદ અન્ય શિષ્ય તેનું શબ શોધી લાવ્યા અને ત્યાર બાદ બાબાજીએ તેને પૂનર્જીવિત કર્યો અને કહ્યું કે હું તારી પરીક્ષા લઇ રહ્યો હતો.
ત્યાર બાદ એક વાર બધા શિષ્યો જ્યારે શિક્ષા લઇ રહ્યા હતા ત્યારે એક શિષ્યના ખભા પર બાબાજીએ સળગતું લાકડું ફેંક્યું. ત્યારે અન્ય શિષ્યોએ બાબજીનો વિરોધ કર્યો ત્યારે બાબાજીએ જણાવ્યું કે તેમણે તેને મૃત્યુથી બચાવવા માટે તે લાકડું ફેંક્યું હતું ત્યાર બાદ બાબાજીએ તેના વાગ્યા પર હાથ ફેરવ્યો અને તે બિલકુલ મટી ગયું.
આ બાબાજી વિશે વિદ્વાનો અને મહાન સાધુઓ જ જાણે છે. તેમના આધાર પર જ આ લેખ લખવામાં આવ્યો છે. એટલા માટે કોઈ ચોક્કસ સાબિતી હાલ મળતી મળતી નથી પરંતુ આ બાબાજી વિશે પુસ્તક લખનાર લેખનું કહેવું છે કે આ બાબાજી ખરેખર હયાત છે અને તેમણે તેના જોયા પણ છે. તો મિત્રો તમને આ બાબાજીની વાત કેવી લાગી તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google