દરેક મહિલાએ રાખવું જોઈએ આ ખાસ બાબતોનું ધ્યાન….. નહિ તો તમારા ઘરમાં પ્રવેશી શકે છે ગરીબી…
આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે મહિલાઓ ઘરની લક્ષ્મી સમાન ગણાય છે. પરંતુ આજના સમય મહિલાઓ માત્ર ઘર જ નહિ, પરંતુ ઓફીસો પણ સંભાળતી હોય છે અને આજના સમયમાં એ ખુબ જ સારું કહેવાય છે, તેનાથી સ્ત્રીઓનું માન વધે છે. પરંતુ તેમ છતાં પણ ઘણી એવી બાબતો છે જેનું મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમને જણાવી દઈએ જે ક્યારેક મહિલાઓ જો આ વાતોનું ધ્યાન ન રાખે તો તેમણે આર્થિક સંકટો તેમજ અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
જે ઘરની મહિલાઓ આ બાબતોનું ધ્યાન રાખે છે તેના ઘરમાં માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. જેના કારણે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી અનુભવાતી નથી અને ઘરની બરકત વધતી રહેતી હોય છે. આ ઉપરાંત તે ઘર સુખ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે છે.
મહિલાઓએ સૌથી પહેલા તો એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં ક્યારેય પણ ચિડાવું કે ચીસો પડાવી જોઈએ નહિ અને ઊંચા અવાજમાં જોર જોરથી બોલવું જોઈએ નહી. ઘણી વાર સાસુ વહુના જગડામાં આવું જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જો મહિલાઓ આ વાતનું ખાસ ધ્યાન રાખે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા છવાયેલી રહે છે. તેમજ ઘરમાં કોઈ ઝગડા પણ નથી થતા. જેના કારણે ઘરમાં શાંતિ પણ જળવાય રહે છે.
બીજી બાબતનું મહિલાઓએ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તે ભોજન બનાવે ત્યારે સૌથી પહેલા એક પ્લેટમાં બધું ભોજન થોડી થોડી માત્રામાં લઈને ભગવાનને થાળ સ્વરૂપે અર્પણ કરવું જોઈએ અને ભગવાનને અર્પણ કર્યા પહેલા ઘરના કોઈ પણ વ્યક્તિને ભોજન કરવા દેવું જોઈએ નહી. તેનો મતલબ એવો છે કે તમે ઘરમાં જે પણ વસ્તુ બનાવો તેનો સૌથી પહેલો ભોગ ભગવાનને લગાવવો, ત્યાર બાદ તે ભોગ લગાવેલ જમવાનું તમારા ભોજનમાં રાખી દેવું અને પછી જ ઘરના બધા જ સભ્યોએ ભોજન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં પ્રેમ વધશે અને સુખ શાંતિનો વાસ થશે. આ ઉપરાંત ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભોજન કરવાથી ઘરમાં ક્યારેય ધાન એટલે કે અનાજ ખૂટતું નથી અને માતા અન્નપૂર્ણા હંમેશા તમારા ઘર પર મહેરબાન રહે છે.
ત્યાર બાદનો ઉપાય ઘરના અને રૂમમાં જે પાયદાન એટલે કે પગલુછણીયા સાથે સંબંધિત છે. મિત્રો તમારા ઘરના તેમજ રૂમના પગલુછણીયા નીચે ફટકડીનો પાવડર બનાવી તેને એક પોટલીમાં બાંધીને તે પોટલી તેની નીચે રાખી દેવી જોઈએ. આ ઉપરાંત આ ઉપાયમાં ધ્યાન રાખવું કે પોટલી પગલુછણીયાની બિલકુલ વચ્ચે મુકેલી હોવી જોઈએ.
આ ઉપાય દ્વારા નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે, આ ઉપરાંત ઘરના સભ્યોનો તણાવ દુર થાય છે, તેમજ દરેક જગ્યાએ સફળતાઓ પ્રાપ્ત થાય છે, આ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે ઘરમાં રહે છે, જેના કારણે ઘરમાં બરકત રહે છે અને ક્યારેય આર્થિક સમસ્યાઓ આવતી નથી, તેમજ પ્રગતિના દ્વાર ખુલે છે જેના કારણે વ્યક્તિને જીવનમાં ખુબ જ પ્રગતિ મળે છે, આ ઉપરાંત વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો પણ અંત આવે છે.
માટે જે મહિલાઓ ઘરમાં આ નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખે છે અને પાલન કરે છે તે ઘર હંમેશા સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યથી ભરપુર રહે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google