શિયાળામાં ગમે તેવી ડ્રાય અને ફાટી ગયેલી ત્વચા બની જશે એકદમ સોફ્ટ અને ચમકદાર… અજમાવો આ મફત દેશી ઉપાયો, ખીલી ઉઠશે ત્વચાની સુંદરતા…

શિયાળો આવે એટલે તેની અસર આપણી ત્વચા પર તરત જ જોવા મળે છે, ઠંડી હવાના કારણે હાથ પગની સ્કીન રફ થવા લાગે છે, ત્વચા ફાટવા લાગે છે. આથી તમારો દેખાવ પણ ખુબ જ ખરાબ લાગવા લાગે છે. પણ ઘણી ટીપ્સ અપનાવીને તેમાં ફરીથી જાન લાવી શકો છો. 

શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને નીરસ બની જાય છે. ઠંડીમાં ચહેરા પર નમી રહેતી નથી, જેના કારણે ખંજવાળ આવે છે અને ત્વચાની ચમક ખોવાય જાય છે. હિટર્સ, બ્લોવર્સ અને ગરમ પાણી આ બધી જ વસ્તુઓ ચામડી ખરાબ કરવાનું કામ કરે છે. માટે આ ઋતુમાં ત્વચાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અમુક સિમ્પલ રીતથી તમે આ ઋતુમાં પણ પોતાની ત્વચા હેલ્થી અને ચમકદાર બનાવી શકો છો.

1) ત્વચાને મોઈશ્ચરાઈસ કરો : શિયાળામાં સ્કીનની ચમક બનાવી રાખવા માટે ત્વચા પર ઓઈલ લગાવવું ખુબ જ જરૂરી છે. શિયાળામાં ચમકતી ત્વચા મેળવવા માટે સૌથી જરૂરી વસ્તુ છે તેને મોઈશ્ચરાઈસ કરવી. તે સ્કિનને હાઈડ્રેડ રાખવામા મદદ કરે છે અને નેચરલ ઓઇલને જાળવી રાખે છે. જેનાથી ત્વચાની નમી જળવાઈ રહે છે. આ માટે તમે નાળિયેરનું તેલ, એરંડાનું તેલ, ઓલિવ ઓઇલ, છાશ અને ખીરાથી બનેલા નેચરલ મોઈશ્ચરાઈસર આપનાવી શકો છો. 

2) ખૂબ વધારે પાણી પીવું : આપણા શરીરમાં પાણીનું ખુબ જ મહત્વ છે, તે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં તમારી મદદ કરે છે. શિયાળાના દિવસોમાં લોકો પાણી પીવાનું ઓછું કરી દે છે અને તેના કારણે સ્કીન ડિહાઈડ્રેડ થઈ જાય છે. આપણાં શરીરમાંથી કોઈ ને કોઈ રૂપે પાણી નીકળતું રહે છે. માટે જ ઠંડીના દિવસોમાં પણ જરૂરી છે કે તમે પાણી પીવાનું ઓછું ન કરો. તમે જેટલું વધુ પાણી પીશો, તેટલી જ વધારે તમારી ત્વચા ચમકદાર બનશે. 

3) નવશેકા પાણીથી ચહેરો સાફ કરવો : શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી માંસપેશીઓને આરામ મળે છે, પરંતુ ત્વચા માટે ગરમ પાણી ખૂબ જ નુક્સાનકારક હોય છે. ચહેરાને ગરમ પાણીથી ધોવાથી ત્વચા શુષ્ક અને પોપડાવાળી બની જાય છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો ગરમ પાણીથી ચહેરો બિલકુલ ન ધોવો જોઈએ. જો તમે ઠંડા પાણીથી ચહેરો ન ધોઈ શકો તો શિયાળાની ઋતુમાં નવશેકા પાણીથી ચહેરો સાફ કરવો તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. તેનાથી તમને ઠંડી પણ નહીં લાગે અને તમારા ચહેરાની પ્રાકૃતિક નમી પણ આસાનીથી જશે નહીં. આમ શિયાળામાં તમારે થોડા નવશેકા ગરમ પાણીથી ચહેરો સાફ કરવો જોઈએ.

4) રાત્રે તમારી ત્વચાનું ધ્યાન રાખવું : જો તમે એકદમ હેલ્થી ત્વચાની ઇચ્છા રાખતા હોય તો રાત્રે તેની સંભાળ રાખવી ક્યારેય ભૂલવી નહીં. સૂતા પહેલા ત્વચાને ડીપ મોઈશ્ચરાઈસ કરવી. રાત્રિના 7-8 કલાકોમાં આ મોઈશ્ચરાઈસર ત્વચા પર કામ કરે છે, જેના કારણે બીજા દિવસે સવારે ત્વચા પર એક નવી જ ચમક આવી જાય છે. જો તમને ખીલની સમસ્યા હોય તો કેમિકલ પ્રોડેક્ટનો ઉપયોગ બિલકુલ ન કરવો. આમ તમે ત્વચાની સંભાળ રાખીને શિયાળામાં પણ ત્વચામાં નમી અને ચમક બનાવી રાખી શકો છો. 

આવી કેટલીક કમાલની ટિપ્સ અજમાવીને તમે શુષ્ક અને નીરસ ત્વચામાં જાન લાવી શકો છો. આવી રીતે તમારી ત્વચાની સારસંભાળ રાખવાથી ઠંડીની ઋતુમાં પણ તમારી ત્વચા એકદમ ચમકદાર બનશે. આમ અમુક સિમ્પલ રીતથી તમે આ ઋતુમાં પણ તમારી ત્વચાને હેલ્થી અને ચમકદાર બનાવી શકો છો. ખાસ કરીને મોઈશ્ચરાઈસ કરવાથી સ્કિનને ઘણો જ ફાયદો થાય છે અને ત્વચા શુષ્ક બનતી નથી.    

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment