ખરાબ લાઇફ સ્ટાઇલ અને ડાયટની અસર હંમેશા આપણા પેટ અને પાચન તંત્ર ઉપર પડે છે આપણે શું ખાધું છે તેની અસર આપણા સ્વાસ્થ્ય અને સંપૂર્ણ શરીર તથા પેટના ઉત્સેચકો ઉપર જ પડતી હોય છે. તે આપણા આંતરડાના બેક્ટેરિયાને પ્રભાવિત કરે છે તેનાથી આપણું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે.
પાચનશકિત ઘટવાના કારણે અપચો, એસીડીટી, પેટનો દુખાવો અને કબજિયાત જેવી પેટથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની સાથે જ ખાવાનું યોગ્ય રીતે ન પચવું અને વજન વધવાનું કારણ પણ સામે આવે છે. એવી પરિસ્થિતિમાં આ દરેક વસ્તુથી બચવા માટે અમુક આયુર્વેદિક ટોનિક આપણી મદદ કરી શકે છે. આ ટોનિકની ખાસ વાત એ છે કે તે નેચરલ વસ્તુઓથી બનેલ છે અને તે એટલું આસાન છે કે આપણે તેને ઘરે જ બનાવી શકીએ છીએ.
પેટ માટે ઉપયોગી ટોનિક : 1) પાચનશકિત વધારવા હિન્ગ મુલેઠી ટોનિક : હિંગ અને મુલેઠી બંને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હિંગ આપણા મેટાબોલિઝમને યોગ્ય કરે છે અને ડાઈજેસ્ટીવ સિસ્ટમને પણ વધારે છે તેનાથી તમે જે પણ કઈ પણ ખાવ છો તે આસાનીથી પચી જાય છે. આ રીતે તમે પેટથી જોડાયેલી સમસ્યાઓથી બચી શકો છો. બીજી તરફ મુલેઠીમાં ઉપસ્થિત લિકોરીસ કબજિયાત એસીડીટી છાતીમાં બળતરા પેટમાં ચાંદા જેવી પાચન સમસ્યાઓના ઇલાજમાં ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. તે એન્ટી બેક્ટેરિયલ છે અને પેટના સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે.
બનાવવાની રીત : સૌપ્રથમ એક નાની કાચની બોટલ લો. હવે તેમાં પાંચ ચમચી મધ નાખો. હવે મુલેઠીના જડને પીસીને તેમાં ઉમેરો. તેની ઉપર સૂંઠ નાખો. હવે તેમાં એક ચમચી હીંગ ઉમેરીને સાઈડ પર રાખો. હવે તેની આવી જ રીતે રાખો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એક નાની ચમચી કાઢો અને ૨૫૦ એમએલ પાણીની સાથે નાખીને લગભગ પાંચ મિનિટ સુધી ઉકાળો. હવે આ ટોનિકની પીવો.
તેને ભોજન લીધાના અડધા કલાક પછી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તે પાચનતંત્રને તેજ કરે છે અને આપણા ખોરાકને આસાનીથી પચાવવામાં પણ મદદ કરે છે. આ પ્રકારે તે આપણા પાચનતંત્રમાં સુધારો કરે છે અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે. તેની સાથે જ તમે બાળકોને પેટમાં દુખાવો અથવા કબજિયાતના ઈલાજ માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. જે લોકોને ભૂખ લાગતી નથી તેમને પણ દરરોજ ખાલી પેટ તમે આ ટોનિક આપી શકો છો.
2) પેટના દુખાવા માટે અજમા ઘીનું ટોનિક : અજમો હંમેશા પેટના દુખાવા માટે રામબાણ ઈલાજ રહ્યો છે. અજમો પેટના કીડાને મારી શકે છે. તેની સાથે જ તેનો અર્ક પેટથી જોડાયેલી તકલીફને શાંત કરે છે અને પેટના દુખાવામાં આરામ આપે છે. અજમામાં થાયમોલ હોય છે જે ગેસ્ટ્રિકની જ્યુસના પ્રોડકશનને વધારે છે. તૈયારીમાં જ આપણને પેટની તકલીફ અને એસિડિટીથી રાહત આપે છે. વાત હવે ઘીની કરીએ તો ઘીમાં એસિડ હોય છે જે આપણા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આપણે જ્યારે અજમા અને ઘીનું ટોનિક લઈએ ત્યારે તે પેટના દુખાવાને દૂર કરવામાં મદદ મળે છે.
બનાવવાની રીત : સૌપ્રથમ એક ડબ્બામાં પાંચ ચમચી દેશી ઘી ગરમ કરીને મુકો. હવે તેમાં સંચળ ઉમેરો. ત્યારબાદ તેમાં સૌથી વધુ અજમો નાખો. હવે તેને બંધ કરીને મુકો. તમે જ્યારે પણ પેટમાં દુખાવો થાય ત્યારે તેને એક ચમચી ગરમ પાણી સાથે લો.
આ દરમિયાન ઘી આંતરડાની અંદર ચીકણાહટ ઉત્પન્ન કરશે તો મીઠું બેક્ટેરિયા દૂર કરશે અને અજમો એન્ટિ-ઇન્ફ્લેમેટરી જે બળતરા વિરોધી ગુણ ધરાવે છે. તેને દૂર કરશે અને દુખાવાને ઓછો કરશે. આ પ્રકારે પેટના દુખાવાને દૂર કરવા માટે તે મદદગાર સાબિત થશે તેની સાથે જ તેને રાત્રે લેવાથી સવારે તમારું પેટ સાફ પણ થઈ જાય છે.
3) ઉબકા માટે વરિયાળીનું ટોનિક : વરીયાળીના ઘણા બધા ફાયદા જોવા મળે છે. તે માત્ર માઉથ ફ્રેશનર તરીકે જ નહીં પરંતુ ભોજન પચાવવા માટે પણ મદદ કરે છે, તે પાચક ઉત્સેચકોમાં વધારો કરે છે. તે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની ચીકણી માંસપેશીઓને આરામ આપવાની સાથે જ સોજો અને પેટમાં ખેંચાણની સમસ્યાને ઓછી કરવા માટે મદદ કરી શકે છે. આ ટોનિકને તમે ઘરે બનાવીને મૂકી રાખી શકો છો અને ક્યાંય પણ લઇ જઇ શકો છો.
બનાવવાની રીત : સૌ પ્રથમ પાંચ ચમચી વરીયાળી લો અને તેને ત્યાં સુધી ઉકાળો કે તે ઓછી ન થઈ જાય. ત્યારબાદ ઉકાળેલા પાણીમાં તાજા આદુના ટુકડા 1 ચપટી હિંગ અને સિંધવ મીઠું ઉમેરો. હવે જ્યારે આ પાણી ગાઢું થવા લાગે ત્યારે તેને કાચની બોટલમાં બંધ કરીને મુકો. હવે તમે ભોજન કર્યા બાદ તેને એક ચમચી સામાન્ય ગરમ પાણીની સાથે લો. તે આપણને આવતા ઉબકા દૂર કરવામાં આસાનીથી મદદ કરશે.
4) એસીડીટી માટે તુલસી ટોનિક : એસીડીટીમાં તુલસી આપણને આરામ આપવાનું કામ કરે છે. તુલસીમા એન્ટી-એસિડિક ગુણ જોવા મળે છે, જે એસિડિટીને ઓછું કરવા માટે મદદ કરે છે. તેની સાથે જ તે આપણા શરીરમાં પીએચ લેવલને પણ યોગ્ય રાખે છે. તથા એસિડીટીના રસનુ ઉત્પાદન પણ ઓછું કરે છે. તે સિવાય તુલસીના પાન મોંમાં લાળ વધારે છે અને પેટની એસિડિટીને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. જેનાથી ખાલી પેટ ગેસની સમસ્યા થતી નથી.
બનાવવાની રીત : 1 નાની ચમચી સિંધવ મીઠું, ચપટી સેકેલું જીરૂ પાવડર, થોડું છીણેલું આદું અને ધાણાના બીજ નાખો. હવે તુલસીને આ બધી વસ્તુ સાથે ઉમેરીને પીસી લો. ત્યારબાદ તેને થોડીક વખત તાપમા મૂકો અને તેને કાચની બોટલમાં ભરો. હવે તમને જ્યારે પણ એસીડીટીનો અનુભવ થાય ત્યારે એક ચમચી કાઢીને તેનું સેવન કરો. ધ્યાન રાખો કે તેને લાંબા સમય સુધી રહેવા ન દો થોડું બનાવો અને તેનો ઉપયોગ કરો.
5) કબજિયાત દૂર કરતું ટોનિક : કબજીયાતની સમસ્યા ઘણા બધા લોકોને ખૂબ જ હેરાન કરે છે. કબજીયાત ઠીક કરવા માટે સૌ પ્રથમ તો એ જરૂરી છે કે તમે તમારા મેટાબોલિઝમ પ્રક્રિયાને તીવ્ર કરો. તે આંતરડાંની પ્રક્રિયાને યોગ્ય કરે છે એવામાં કબજીયાતની સમસ્યાને દૂર કરવા માટે આ ખાસ ટોનિક તમારી મદદ કરી શકે છે.
બનાવવાની રીત : બે ચમચી તજ પાવડર લો. પાંચ ચમચી વરિયાળીના બીજ લો. થોડા ફુદીનાના પાન લો. એક મોટી ચમચી પિસેલી હળદર લો. 1 મોટી ચમચી છીણેલુ આદુ લો. એક લીટર પાણી લો. બે ચમચી લીંબુનો રસ લો. હવે એક લીટર પાણીમાં આ બધી જ વસ્તુઓ નાખીને ઉકળવા મુકો. જ્યારે તે ઉકળીને એકદમ જાડું થઇ જાય અને ઓછું થઈ જાય ત્યારે તેને ઠંડું પડવા દો. હવે કાચની બોટલમાં તેને ભરો અને કબજિયાત થાય ત્યારે તમે અડધો કપ સામાન્ય ગરમ પાણીમાં તેને ઉમેરો અને ઉપરથી મધ નાખીને પીવો તે તમારું પેટ સાફ કરી દેશે અને તેની સાથે જ તમારી ચયાપચયની ક્રિયાને પણ તીવ્ર કરશે.
આ પ્રકારે આ પાંચ ટોનિક પેટની પાંચ અલગ અલગ તકલીફોને દૂર કરવા માટે કામ આવી શકે છે. ધ્યાન રાખો કે આ નેચરલ છે. તેથી તેને લાંબા સમય સુધી બનાવી રાખીને ઉપયોગ ન કરો. તમે તેને સાતથી દસ દિવસમાં ઉપયોગ કરી શકો છો તો આ ટોનિકને ઘરે બનાવો અને પેટની અલગ-અલગ સમસ્યાઓ માટે તેનો ઉપયોગ કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી