ભારતના આ ફેમસ ક્રિકેટર પર બનશે બાયોપિક ફિલ્મ, તેના હીરોને જાણીને ખુશ થઈ જશો.

મિત્રો હાલ બોલીવુડ જગતમાં ફિલ્મોનું ખુબ જ ચલણ જોવા મળી રહ્યું છે. જેમાં મોટી સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો પર હોય છે. તેમાં પણ જો ફિલ્મ કોઈ ક્રિકેટર પર હોય તો સોને પે સુહાગા જેવું માનવામાં આવે છે. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકરની લાઈફ પર ફિલ્મ બની અને સુપરહિટ પણ રહી. જો કે આવનાર સમયમાં ઘણા બીજા ક્રિકેટરો પર પણ બાયોપિક ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

તેમાં ખાસ કરીને છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે કે, ટીમ ઇન્ડિયાના સૌથી કામયાબ કેપ્ટનોમાંથી એક સૌરવ ગાંગુલી છે. તો તમને જણાવી દઈએ કે તેની પણ બાયોપિક બની રહી છે અને એ બાયોપિકમાં ગાંગુલીનો રોલ ઋત્વિક રોશન કરવાના છે. જો કે હજુ સુધી તેનું કોઈ આધિકારિક એલાન થયું નથી. પરંતુ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, જો ઋત્વિક રોશન તેનો રોલ કરવા ઈચ્છે તો પછી તેના જેવી બોડી બનાવી પડશે. તેમણે આ વાત ફિલ્મ’ એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથે એક ચેટ શો માં કહી હતી.

નેહા ધૂપિયાએ જ્યારે ગાંગુલી સાથે બાયોપિક વિશે પૂછ્યું તો સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેના દિમાગમાં ફિલહાલ કોઈ એવું નામ નથી જે તેનો રોલ કરી શકે. પરંતુ તેણે એ વાત જરૂર કહી કે, જો ઋત્વિક રોલ કરવા ઈચ્છે તો તેના જેવી બોડી બનાવવી પડશે. ગાંગુલીએ કહ્યું કે, ‘દરેક લોકો ઋત્વિકની બોડીની તારીફ કરે છે. લોકો કહે છે કે, તમારે ઋત્વિક રોશન જેવી બોડી બનાવવી જોઈએ. પરંતુ મારું માનવું છે કે, મારી બાયોપિક કરવા માટે ઋત્વિક રોશનને મારા જેવી બોડી બનાવવી પડશે. 

https://www.instagram.com/p/CFJ9sBpn1iH/?utm_source=ig_web_copy_link

ગાંગુલીએ કહ્યું કે, નેહા ધૂપિયા સાથે વાતચીતમાં ન તો આ વાતની પૃષ્ટિ થઈ અને ન તો આ વાત પર ઇનકાર કર્યો કે, તેના જીવન પર કોઈ બાયોપિક બની રહી છે. તમને જણાવી દઈએ કે, ઋત્વિક રોશન સુપર 30 નામની બાયોપિકમાં કામ કરી ચુક્યા છે. જેમાં તેમણે IIT ની તૈયારી કરાવનાર આનંદ કુમારનો રોલ કર્યો છે. આ ફિલ્મ માટે તેમણે પોતાનું વજન પણ ઘટાડ્યું હતું. ફિલહાલ ઋત્વિકે પોતાની આગળની ફિલ્મ માટે એલાન નથી કર્યું. પરંતુ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કેઆવનારી ફિલ્મમાં તેઓ પોતાના પપ્પા રાકેશ રોશન સાથે કામ કરશે.

મિત્રો તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલી ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. વર્ષ 2000 માં તેમણે ટીમ ઇન્ડિયાને મેચ ફિક્સિંગના દૌર માંથી બહાર કાઢી હતી. આ સિવાય વિદેશમાં શરૂઆતી જીત અપાવવાનો શ્રેય પણ ગાંગુલીને જાય છે. ધોનીના કેપ્ટન બનવા પહેલા કેપ્ટનના બધા જ સારા રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે જ હતા. વર્ષ 1996 માં ટીમ ઇન્ડિયા માટે દેબ્યું કરનારા સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યા છે જ્યારે 311 વન-ડે મેચમાં તેમના નામે 11 હજાર કરતા વધુ રન છે. તમને જણાવી દઈએ કે હજુ કોઈ આધિકારિક જાહેરાત નથી કરવામાં આવી કે સૌરવ ગાંગુલી પર બાયોપિક બનશે. આ માત્ર એક લાઈવ ચેટ દરમિયાન થયેલી વાતચીત દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Leave a Comment