દરેક વ્યક્તિનો સવારનો નાસ્તો હેલ્દી જ હોવો એ ખુબ જ જરૂરી છે. આ કારણે મોટાભાગના લોકો પોતાના નાસ્તામાં દૂધથી લઈને ઓટ્સ, કેળા, દહીં, જ્યુસ વગેરે લેતા હોય છે. ખરેખર તો આ બધી જ વસ્તુ કેલ્શિયમથી પરિપૂર્ણ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, આપણે નાસ્તામાં વિટામીન C થી યુક્ત ખાવાની વસ્તુઓને પણ શામિલ કરવી જોઈએ. તેનાથી તમને માત્ર ઉર્જા જ નહિ, પરંતુ તેનાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબુત બનશે.
પરંતુ તેના માટે તમારે સવારના નાસ્તામાં એક ફળનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ એ ફળ વિટામીન C થી ભરપુર હોવું જોઈએ. તો તેના માટે તમે અનાનસને પણ સવારના નાસ્તામાં શામિલ કરી શકો. આ ફળ તમારા શરીરના વિટામીનની કમીને પૂરી કરે છે. આ ફળ વિટામીનની કમી તો પૂરી કરે જ છે પરંતુ તેનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. તો આજે આ લેખમાં અમે તમને અનાનસના ફાયદા વિશે જણાવશું. જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
વિટામીન C નો સારો સ્ત્રોત : અનાનસમાં ખુબ જ સારી માત્રામાં વિટામીન C મળી આવે છે. સાથે જ તેમાં ફાયબરથી લઈને મેગ્નીઝ જેવા ખનિજ પણ મળી આવે છે. અનાનસમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે તે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં પણ સહાયક થાય છે. આ સિવાય તે આપણા શરીરને અનેક પ્રકારની બીમારી અને રોગોથી પણ બચાવે છે. એટલા માટે રોજ નાસ્તામાં અનાનસ જરૂર ખાવ. અનાનસના ઘણા બધા સારા ફાયદા આપણી ત્વચા માટે પણ છે. અનાનસ આપણી ત્વચા સંબંધી પરેશાનીઓ માંથી પણ છુટકારો આપે છે. વજન કરે કંટ્રોલ : ઘણા પોષક તત્વોની ખાણ કહેવાતું ફ્રૂક્ટોઝની માત્ર મળી આવે છે. જેમાં તમને ખુબ જ એનર્જી મળે છે. અનાનસની એક સ્લાઈસમાં લગભગ 42 કેલેરી મળી આવે છે. પરંતુ તેમાં 4% ક્રાબ્સ પણ મળી આવે છે. તેનાથી તમારું પેટ ભરેલું હોય તેવો જ અહેસાસ થાય છે. તેમજ અનાનસ તમારું વજન પણ નિયંત્રણમાં રાખે છે.
પેટ સંબંધી પરેશાનીઓમાં રાહત : રોજના નાસ્તામાં અનાનસને જરૂર શામિલ કરો. તેનાથી તમને પેટ સંબંધી પરેશાનીઓમાં પણ રાહત મળે છે. એક અધ્યયન અનુસાર અનાનસ અતિસારમાં પણ રાહત આપે છે. સાથે જ તેના સેવનથી તમારી પાચન ક્રિયા પણ મજબુત બને છે.ત્વચા માટે ઉપયોગી : વિટામીન C થી ભરપુર હોવાના કારણે અનાનસ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબુત બનાવે છે. આ સિવાય અનાનસમાં અમુક એવા તત્વ પણ હોય છે જે સોઝા ઓછા કરવાની સાથે ઘાવને જલ્દી ભરી દે છે. અનાનસનું સેવન કરવાથી સ્કિન પર ખુબ જ ગ્લો આવે છે અને તે ચહેરા પર રહેલા દાગને પણ ખતમ કરી નાખે છે.