તડકામાંથી આવી લૂ લાગી હોય, તો ઘરમાં આવી ખાઈ લ્યો આ વસ્તુ… ફક્ત 5 જ મિનીટમાં શરીરની ગરમીને દુર કરી ઉનાળામાં રાખશે બીમારીઓ મુક્ત…

ઉનાળાના દિવસોમાં લૂ લાગવી એ એક સામાન્ય પરંતુ ગંભીર બાબત છે. સખત ગરમી અને તાપને કારણે લોકોને ઝાડા, ડાયેરિયા, ઉલટી, સ્કીન સમસ્યા વગેરે થઈ જાય છે. આથી લૂ થી બચવા માટે તમારે કેટલીક કાળજી રાખવાની જરૂર પડે છે. આથી જો તમે લૂ લાગવાથી બચવા માંગતા તો તમારે એવા ઉપાયો અપનાવવા જોઈએ જેનાથી તમને લૂ ન લાગે.

એપ્રિલનો મહિનો ચાલી રહ્યો છે અને ગરમી તેની ચરમ સીમાએ પહોંચી ચૂકી છે. વરસાદ આવવાની તો હજુ ઘણી વાર છે. તેવામાં ગરમીથી પોતાનો બચાવ કરવો વધારે મુશ્કેલ થઈ ગયું છે. ગરમીમાં ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ પરેશાન કરી શકે છે. જેમાં સૌથી કોમન છે લૂ લાગવાની સમસ્યા. આ ગરમી લોકોને અનેક બીમારીથી ઘેરી વળે છે.

ગરમીમાં લોકો પ્રયત્ન કરે છે કે ઘરમાં જ રહે. એર કંડિશનરની ઠંડી હવાના મજા લેતા રહે પરંતુ કામના કારણે બહાર જવું જ પડે છે. પછી બહારની ગરમીમાં જતાં જ ગરમ હવાને કારણે લૂ લાગી એ સાવ સામાન્ય સમસ્યા પરંતુ ગંભીર સમસ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, માત્ર લૂ લાગવાથી શરીરની આખી ઇન્ટરનલ સિસ્ટમ હલી જાય છે અને ઘણા પ્રકારની નાની મોટી બીમારીઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે લૂ લાગે તો શું કરવું જોઈએ.

લૂ લાગવી શું હોય છે ? : તડકા અથવા ગરમ હવામાં વધારે સમય રહેવાથી જ્યારે બોડી જરૂરિયાત કરતાં વધારે ગરમ થઈ જાય છે તો બોડીનું ઇન્ટરનલ ટેમ્પરેચરમાં અસર થાય છે. બોડીનું મૂળ તાપમાન હલી જાય છે અને અચાનક વધી જાય છે. તે તાવમાં વધેલા તાપમાન કરતાં પણ વધારે હાનિકારક હોય છે. આમ વધેલું તાપમાન તમારા શરીર પર ખરાબ અસર કરે છે.

લૂ લાગવાના કોમન લક્ષણ : જેમાં ખુબ વધારે પરસેવો આવવો, માથું ચકરાવવું, નબળાઈ અનુભવવી, ખુબ જ વધારે માથાનો દુખાવો થવો, બોડીનું ટેમ્પરેચર અચાનક વધી જવું…

લૂ લાગવા પર તરત જ કરો આ 5 કામ : પાણી – પાણી પીવું એ ઉનાળાની ખાસ જરૂરિયાત છે. તેનાથી તમારું શરીર તમને પૂરતા પ્રમાણમાં હાઈડ્રેટ રાખે છે. સૂર્યનો ધોમધખતો તડકો અને તેની ગરમી માત્ર બહારથી જ નહિ પરંતુ અંદરથી પણ બોડીને ડિહાઈડ્રેડ કરીને ઘણી તકલીફો આપે છે. માટે જ લૂ લાગતાં જ તરત સૌથી પહેલા પાણી પીવું. અલગ અલગ રૂપમાં લિક્વિડ વસ્તુઓનું સેવન કરવું.

કાચી કેરી – ઉનાળામાં કેરીનું સેવન તમારા માટે ખુબ જ સારું છે. કેરી એ ઉનાળાનું ફળ છે. કાચી કેરીનું શરબત લૂ લાગવા પર ઝડપથી રાહત અપાવે છે. કાચી કેરીની મદદથી ઘરે જ કેરીનો રસ કાઢો. તેમાં મરી પાવડર અને સંચળ પણ મિક્સ કરો. તેને પીવાથી ગરમીમાં રાહત મળે છે.

એપ્પલ સાઈડર વિનેગર – લૂ લાગે ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં 1 ચમચી એપ્પલ સાઈડર વિનેગર અને એક ચમચી ભરીને મધ મિક્સ કરી તેને પીવું. સવાર સાંજ તેને પીવાથી લૂ લાગવા પર રાહત મળી શકે છે.

લસ્સી – છાશ કે લસ્સી, આ ગરમી માટેનું દેશી એનર્જી ડ્રિંક છે. લસ્સીની બદલે છાશ ગરમીમાં વધારે ફાયદાકારક હોય છે. તેમાં મરી પાવડર અને સંચળ મિક્સ કરીને પીવાથી લૂ થી જલ્દી રાહત મળે છે. ગરમીમાંથી આવતા જ તરત તેને પીવામાં આવે તો બીમાર પડવાથી બચી શકાય છે.

ડુંગળી – ગરમીમાં લૂ ની મારથી બચવું હોય તો, દરરોજ ખાવાની સાથે સાથે કાચી ડુંગળી પણ ખાવી જોઈએ. પરંતુ જો લૂ લાગી જાય તો તરત જ ડુંગળીનું પાણી પીવું. તેને પીવા સિવાય કાનની પાછળ અને પગના તળિયા તેમ જ છાતી પર પણ લગાડવો. તેનાથી તરત જ ગરમીથી રાહત મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment