આંખનોમાં દેખાતા આ 6 સંકેતો હોય તો આજે જ થઈ જજો સાવધાન, હોય શકે છે આ 6 પ્રકારની ગંભીર બીમારીઓ… નજરઅંદાજ કરવાની ભૂલ બની શકે છે જીવનું જોખમ…

મિત્રો જયારે આપણા શરીરમાં કોઈ બીમારી હોય છે ત્યારે આપણું શરીર જ આપણને કેટલાક સંકેત આપતું હોય છે કે, તમારા શરીરમાં કંઈ બીમારી છે અથવા તો ભવિષ્યમાં બીમારી થશે. આવી જ રીતે આંખ દ્વારા પણ તમને કેટલીક બીમારીનો સંકેત મળી જાય છે. જેમાં હાઈ કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ સુધી તમને બીમારીનો સંકેત મળી શકે છે.

આંખ દ્વારા સ્વાસ્થ્ય વિશે ઘણું બધુ જાણી શકાય છે. આંખોથી જડાયેલા આ લક્ષણોને જેટલા જલ્દી ઓળખી લો, તેટલું જ જલ્દી કોઈ બીમારીને ગંભીર થતાં અટકાવી શકાય છે. આ લક્ષણોની ઓળખથી કોઈ પણ બીમારીને ઓળખીને સમય રહેતા તેનો ઈલાજ કરી શકાય છે. આથી જો તમને આંખ દ્વારા કોઈ નવા સંકેત મળે છે તો તમે નીચે આપેલ બીમારીની તપાસ જરૂરથી કરાવો.

એવું કહેવામાં આવે છે કે, આંખો હૃદયની વાત કહે છે પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય વિશે પણ ઘણું બધુ જણાવે છે. આંખોના બદલાતા રંગથી ઘણું બધુ જાણી શકાય છે, પરંતુ તેને સરખી રીતે ઓળખવું એ જરૂરી છે. અમુક લક્ષણો તમારા માટે મેડિકલ હેલ્પનું કામ કરી શકે છે.

ડાયાબિટીસ : જ્યારે તમને આંખમાં આછું દેખાય છે ત્યારે તમારી આંખ ડાયાબિટીસ તરફ ઈશારો કરે છે. ધૂંધળું દેખાવું એ આંખથી જોડાયેલી એક સમસ્યા હોય શકે છે પરંતુ, તેનો સંબંધ ટાઈપ 2 ડાયાબિટીસ સાથે પણ હોય શકે છે. ખુબ વધારે વધેલું બ્લડ શુગર નસ પર દબાવ નાખે છે. તેના કારણે આંખના પાછળના ભાગમાં લોહીના ધબ્બા દેખાવા લાગે છે. આ લોહીના ધબ્બાનો મતલબ છે કે, તમારું બ્લડ શુગર લેવલ ખતરનાક સ્ટેજ પર પહોંચ્યું છે. તમારે તેના પર તરત જ ધ્યાન આપવાની જરૂર છે. જો બ્લડ શુગરના આ સ્તર પર સમય રહેતા ધ્યાન આપવામાં ન આવે તો તેનાથી આંખોની રોશની હંમેશા માટે જતી રહે છે.

કેન્સર : બ્રેસ્ટ કેન્સરના લક્ષણ પણ તમારી આંખમાં દેખાઈ શકે છે. જ્યારે કેન્સરની કેશિકાઓ શરીરના અન્ય ભાગમાં ફેલાવા લાગે છે તો, તેની અસર આંખ પર પડવા લાગે છે. યુવિયા તે સંકેત આપે છે કે, કેન્સરની કેશિકાઓ તમારી આંખમાં ફેલાઈ ચૂકી છે. જો તમને ધૂંધળું દેખાવું, આંખમાં દુખાવો અને ફ્લેશ જેવી સમસ્યાઓ અનુભવાતી હોય તો તરત જ તમારા ડોકટરનો સંપર્ક કરવો.

હાઈ કોલેસ્ટ્રોલ : લોહીમાં વધેલું કોલેસ્ટ્રોલ ધીરે ધીરે આંખોમાં જમા થવા લાગે છે. તેનો સૌથી સાફ સંકેત એ છે કે, તમારી આંખોની આસપાસ સફેદ અથવા નીલા કલરની રિંગ બનવા લાગવી. જો કે ઘણા કેસમાં તે વધતી ઉંમરની નિશાની પણ હોય શકે છે. પરંતુ તેનું અન્ય એક કારણ કોલેસ્ટ્રોલ પણ છે. જો તમને આવા લક્ષણો દેખાતા હોય તો તમારા કોલેસ્ટ્રોલની તપાસ જરૂરથી કરાવો.

ખરાબ રેટિના : રેટિનાની આસપાસ નાના-નાના ધબ્બા જેવા નિશાન જોવા મળે છે જેને આઈ ફ્લોટર્સ કહે છે. આ ફ્લોટર્સની વધતી સંખ્યા રેટિનલ ટિયર એટલે કે, તેના અલગ થવાનો સંકેત આપે છે. એક સમય બાદ તે તમારી આંખોને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે.

ઇન્ફેક્શન : કોર્નિયા પર દેખાતા સફેદ દાગ ઇન્ફેક્શનનો સંકેત હોય શકે છે. તે મોટાભાગે એ લોકોમાં જોવા મળે છે જે ચશ્માની બદલે કોંટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે. લેન્સમાં બેક્ટેરિયા સરળતાથી લાગી જાય છે અને તેના કારણે ઇન્ફેક્શન ફેલાઈ જાય છે.

કમળો : આંખોનો સફેદ ભાગ પીળો થઈ જાય તો કમળાનો સંકેત હોય શકે છે. કમળો એક એવી સ્થિતિ છે જે લોહીમાં ક્લ્હુબ વધારે બિલિરૂબીનનું કારણ હોય છે. લોહીમાં તેની માત્રા ત્યારે વધી જાય છે જ્યારે તમારું લીવર તેને સરખી રીતે ફિલ્ટર કરી શકતું નથી. એવી સ્થિતિમાં સ્કીન અને યુરીન પણ પીળી થવા લાગે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment