વોશ બેસિનમાંથી દુર્ગંધ આવે તો નાખી દો આ એક વસ્તુ, 1 જ મિનીટમાં દુર્ગંધ અને ગંદકી થઈ જશે સાફ… દરેક ગૃહિણીઓ ખાસ ખાસ જાણો..

મિત્રો આપણે વોશ બેસીનનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. પણ તમે ઘણી વખત જોયું હશે કે તેમાંથી ખુબ દુર્ગંધ આવતી હોય છે. જેના કારણે વોશ બેસીન પાસે જવું પણ મુશ્કેલ થઇ જાય છે. આ સમયે સામાન્ય રીતે તમે તેમાં કોઈ લીક્વીડ અથવા તો ઘર વપરાશ માટે વપરાતું તેજાબ નાખીને સાફ કરી લો. પણ આવું વારંવાર થતું હોય તો તમારે તેનો કોઈ સચોટ ઉપાય કરવો જોઈએ. આજે અમે તમને આ લેખમાં વોશ બેસીનમાંથી આવતી દુર્ગંધ ને દુર કરવા માટેના કેટલાક સરળ ઉપાય વિશે જણાવીશું.  

ઘરના કોઈ પણ ખૂણામાંથી દુર્ગંધ આવવાથી આખા ઘરનો માહોલ ખરાબ થઈ જાય છે. આ જ કારણ છે કે, ઘણા લોકો બાથરૂમની વોશબેસીન માંથી આવતી દુર્ગંધની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. જોકે અમુક એવા ટિપ્સ છે જેની મદદથી તમે આ દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને તેના વિશે જ જણાવવા જઇ રહ્યા છે.ગરમ પાણી:- જયરે તમારા વોશ બેસીન માંથી દુર્ગંધ આવે છે ત્યારે તમે તેને દુર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. ગરમ પાણી ઘરના અન્ય કામની જેમ વોશ બેસિનની સફાઈમાં પણ તમારી સહાયતા કરી શકે છે. ઘણી વખત વોશબેસીનમાં દુર્ગંધ ગંદકીના કારણે આવતી હોય છે. એવામાં ગરમ પાણી બધી જ ગંદકી તેની સાથે દૂર કરે છે. 

દુર્ગંધ દૂર કરવા માટે બસ તમારે અડધી બાલ્ટી પાણી ગરમ કરવાનું છે. ગરમ પાણીને કોઈ મગની મદદથી વોશ બેસિનમાં નાખો. આમ કરવાથી વોશ બેસિનની દુર્ગંધની સાથે સાથે પાણી અટકવાની સમસ્યા પણ મટે છે. ગરમ પાણીને કારણે વોશ બેસિનમાં રહેલ કીટાણું દુર થઇ જાય છે અને દુર્ગંધ આવતી બંધ થઇ જાય છે.

આમ કરો ક્લીનિંગ:- બજારમાં મળતા કોઈ ક્લીનીંગ પાવડર દ્વારા પણ તમે વોશ બેસીન માંથી આવતી દુર્ગંધને દુર કરી શકો છો. વોશ બેસિનની સફાઈ માટે માર્કેટમાં મળતા પાવડરને પણ યુઝ કરી શકાય છે. ડ્રેન એક્સપર્ટ અને ડ્રેન ક્લીનિંગ નામથી મળતો પાવડર ખાસ કરીને વોશ બેસિનની સફાઈ માટે જ બનાવવામાં આવ્યો છે. 

ફુદીનાના પાંદડા:- જેમ ફુદીનો તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે તેમ ફુદીનાની મદદથી તમારા વોશ બેસીનની સફાઈ તેમજ દુર્ગંધ પણ દુર કરી શકાય છે. ફુદીનાના પાંદડામાં ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ આવતી હોય છે. વોશ બેસિનની દુર્ગંધ દૂર કરવા માટે તમે દરરોજ બાથરૂમ સાફ કર્યા પછી 7 થી 10 પાંદડા વોશ બેસિનમાં રાખી લો.આમ કરવાથી દુર્ગંધના બદલે ફુદીનાના પાંદડાની સ્મેલ આવે છે. ઘરના કોઈ પણ ખૂણા માંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે આ સૌથી સરળ રીત છે. 

નેફ્થ્લીન બોલ્સ:- નેફ્થ્લીન બોલ્સમાં ઘણા લાંબા સમય સુધી સુગંધ આવતી રહેતી હોય છે. એવામાં વોશ બેસિનની સફાઈ બાદ 1 કે 2 બોલ્સ રાખી લેવાથી માત્ર વોશ બેસિનમાં જ નહીં પરંતુ આખા બાથરૂમમાં સુગંધ આવે છે.દરરોજ કરો સફાઇ:- ઘણી વખત વોશ બેસિન માંથી દુર્ગંધ એટલા માટે આવતી હોય છે કે, આપણે લાંબા સમય સુધી સફાઈ નથી કરી શકતા. આ દુર્ગંધી દિવસે દિવસે વધતી જાય છે અને આખા બાથરૂમમાં દુર્ગંધ ફેલાવે છે. એક વાત યાદ રાખો કે તમારા ઘરની સફાઈ એ તમારી જવાબદારી છે આથી ઘરના દરેક ખુણાની સફાઈ કરવી જરૂરી છે. તેમાંથી વોશ બેસીન પણ અગત્યનો ભાગ છે.  

એવામાં સૌથી સારો વિકલ્પ છે કે, તમે દરરોજ તમારા વોશબેસીનની ક્લીનિંગ પાવડર અથવા ડીટર્જંટની મદદથી સફાઈ કરો. તો આ હતા અમુક ટિપ્સ જેની મદદથી તમે તમારા વોશ બેસિન માંથી આવતી દુર્ગંધ દૂર કરી શકો છો. આમ વોશ બેસીનની સફાઈ ઘરની સ્વચ્છતા માટે જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment