જયારે મહિલાઓને ગર્ભાશયમાં ગાંઠ થાય છે ત્યારે તેને માટે ડોક્ટર ઓપરેશન કરવાનું કહે છે. પણ આયુર્વેદમાં ગર્ભાશયની ગાંઠ કાઢવા માટેના કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આથી જો તમે ઓપરેશન વગર ગાંઠને દુર કરવા માંગતા હો તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ.
યુટેરાઇન ફાઇબ્રોઈડ મહિલાઓને થતી એક સામાન્ય સમસ્યા છે. તેને ગર્ભાશયની ગાંઠ અથવા સામાન્ય ભાષામાં રસોળીની ગાંઠ પણ કહેવામા આવે છે. વાસ્તવમાં આ પ્રકારની ગાંઠ કેન્સર હોતી નથી અને ન તો ગર્ભાશયના કેન્સરથી જોડાયેલી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડિત હોય, તો તમારે એ ન સમજવું જોઈએ કે તમારા ગર્ભાશયમાં કેન્સર છે.આ પ્રકારની ગાંઠ ગર્ભાશયની અંદર કે દીવાલ પર થઈ શકે છે. ગાંઠ એક અથવા ઘણી હોય શકે છે. એવું માનવામાં આવે છે કે, આ પ્રકારની ગાંઠનો આકાર સફરજનના બીજ થી લઈને દ્રાક્ષ જેટલો મોટો હોય શકે છે. ઘણી મહિલાઓને પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ સમસ્યા થતી જ હોય છે. સમસ્યા એ છે કે તેના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી. તેનો ઈલાજ મહિલા પર દેખાતા લક્ષણો પર નિર્ભર રહેલો છે. મેડિકલમાં તેનો ઈલાજ અમુક દવાઓ કે સર્જરી દ્વારા કરવામાં આવે છે.
આયુર્વેદિક એક્સપર્ટનું માનવું છે કે, આયુર્વેદમાં ગર્ભાશયની ગાંઠનો ઈલાજ રહેલો છે અને તમને દવાઓ કે સર્જરી વગર પણ આરામ મળી શકે છે. જોકે, મહિલાઓની ગાંઠ મોટી હોય તો સર્જરી એકમાત્ર ઉપાય છે. એવામાં આયુર્વેદિક ડોક્ટરની પાસે પણ કોઈ વિકલ્પ બચતો નથી. આયુર્વેદમાં ગર્ભાશયની ગાંઠની સાઇઝ આયુર્વેદિક દવાઓ, ડાયટ અને રૂટિન દ્વારા ઘટાડી શકાય છે. ડોક્ટરની સલાહ છે કે, જો તમને કોઈ લક્ષણ દેખાતા ન હોય છતાં પણ ઇલાજમાં મોડુ કરવું જોઈએ નહીં.ગર્ભાશયની ગાંઠના લક્ષણો:- ગર્ભાશયની ગાંઠ માટે ઘણી મહિલાઓને કોઈ લક્ષણો હોતા નથી. જોકે અમુક મહિલાઓમાં લક્ષણો ફાઇબ્રોઈડના સ્થાન, આકાર અને સંખ્યાથી પ્રભાવિત હોય શકે છે. અમુક મહિલાઓમાં આ લક્ષણો દેખાઈ શકે છે- માસિકધર્મમાં ભારે રક્ત્સ્ત્રાવ, માસિકધર્મ એક અઠવાડિયાથી વધુ સમય ચાલવું, પ્લેવિક દબાણ કે દુખાવો, જલ્દી પેશાબ આવવો, મૂત્રાશય ખાલી કરવામાં મુશ્કેલી, કબજિયાત, પીઠમાં કે પગમાં દુખાવો.
ગર્ભાશયની ગાંઠનું કારણ:- મેયો ક્લિનિકનું માનવું છે કે, ડોક્ટર ગર્ભાશયમાં ગાંઠનું કારણ જાણતા નથી. પરંતુ ઘણા અધ્યાયનો અને શોધકર્તઓએ તેના અમુક કારણોની ખોજ કરી છે. તેમનું માનવું છે કે, જીનેટિક ચેંજિસ, હાર્મોનમાં બદલાવ, સ્થૂળતા, અસંતુલિત ભોજન વગેરે તેના કારણો હોય શકે છે. ગર્ભાશયની ગાંઠનો ઈલાજ:- એવું માનવામાં આવે છે જે મોટાભાગના કેસમાં તેના લક્ષણો દેખાતા નથી. આ જ કારણ છે કે ઘણા કેસમાં તેના ઈલાજની જરૂર હોતી નથી. જોકે, લક્ષણો દેખાય તો તમારે ઇલાજની જરૂર પડે છે. સામાન્ય રીતે ઈલાજ ઉંમર, સ્વાસ્થ્ય સ્થિતિ, લક્ષણોની ગંભીરતા, ગાંઠનું સ્થાન, આકાર વગેરે પર નિર્ભર કરે છે. તેના ઇલાજમાં અમુક દવાઓ સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે.
આયુર્વેદમાં કેવી રીતે થાય છે ગર્ભાશયની ગાંઠનો ઈલાજ:- ડોક્ટરનું માનવું છે કે, ગર્ભાશયમાં ઘણા પ્રકારની ગ્રંથિઓ રહેલી હોય છે. તેના ઈલાજ દરમિયાન દર્દીમાં દોષનું લેવલ જોવામાં આવે છે. મુખ્ય રૂપથી વાત અને કફ દોષને જોવામાં આવે છે. દોષ અને લક્ષણના આધારે તેના ઇલાજની પ્રક્રિયા વધારવામાં આવે છે.
પાચનક્રિયા સારી બનાવવી જરૂરી છે:- ડોકટરનું માનવું છે કે, તેના ઈલાજની સૌથી પહેલો ઉપચાર છે કે પાચનક્રિયા સારી બનાવવામાં આવે. જેથી શરીરની અંદર રહેલી ગંદકીને બહાર કાઢી શકાય. તે માટે તમારે સરળતાથી પછી જાય તેવા ખાદ્ય પદાર્થો જેમકે, ભાત અને સબ્જીઓનું વધારે સેવન કરવું જોઈએ. તે સિવાય બપોરે અને રાત્રે હળવું ભોજન લેવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી