સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, ફેબ્રુઆરી 2021 સુધીમાં અલ્પ સંખ્યામાં જ હશે એક્ટિવ કેસો. રહી જશે આટલા કેસો….

વર્ષ 2020 લગભગ આખી દુનિયા માટે મુશ્કેલીનો પહાડ બની ગયું છે. કોરોના વાયરસના કારણે દેશ અને દુનિયામાં ખુબ જ મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડ્યો છે. પરંતુ આપણા દેશમાં હાલ નવી એક આશાની કિરણ જાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આવનાર વર્ષમાં કેસો ઘટી જવાની સંભાવના છે. જેની સંખ્યા જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ શું છે નવી આશાની કિરણ. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, આવતા વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને લગભગ 40 હજાર થઈ જશે. તેમણે આ વાત ઘણા મોટા સાયન્ટિસ્ટના રિચર્સના આધાર પર કહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયએ દુનિયાના ઘણા સાયન્ટિસ્ટસની મદદથી ભવિષ્યમાં કોરોના વાયરસના કેસોનું આંકલન મોડેલ તૈયાર કરાવ્યું છે. સાયન્ટિસ્ટસની ટેકનીકના આધાર પર રિચર્સમાં સામે આવ્યું છે કે, દેશમાં આવનાર ત્રણ મહિનામાં કોરોનાના કેસો ઓછા હશે. તેમજ ફેબ્રુઆરી 2021 સુધી દેશમાં માત્ર 40 હજાર એક્ટિવ કેસ રહેશે.

કેસોને વધતા રોકવા પડશે : સ્વાસ્થ્ય મંત્રીએ વેક્સિનને લઈને કહ્યું કે વેક્સિનેશન, સ્ટાફની ટ્રેનિંગ અને અન્ય બાબતોને લઈને સમય આવવા પર રાજ્ય સરકારોની સાથે વાતચીત કરવામાં આવશે. તેમણે આ વિશે આગળ જણાવતા કહ્યું કે, અમને એવો ભરોસો છે કે, દેશમાં હવે કોરોના વાયરસના મામલા વધવા નથી દેવા. અમે લગાતાર ઘટતા કેસોને પણ જોઈ રહ્યા છીએ.

શું કહ્યું નીતિ આયોગના સદસ્યએ : આ પહેલા નીતિ આયોગના સદસ્ય વી. કે. પોલે ઠંડીના મૌસમમાં સંક્રમણની બીજી લહેરની આશંકાથી ઇનકાર નથી કર્યો. જો કે તેનું એવું પણ કહેવું છે કે જો બચાવની ગાઈડલાઈનને અપનાવવામાં આવે તો ફેબ્રુઆરી 2021 સુધી દેશમાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણમાં થઈ શકે છે.

પીએમ એ પણ સમીક્ષા બેઠકમાં લીધી હતી જાણકારી : હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિન અને તેની ડિલીવરી સિસ્ટમને લઈને સમીક્ષા બેઠક કરી હતી. તે બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રુંએ ડિટેલમાં જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રી કહી ચુક્યા છે કે, ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં કોરોના વેક્સિન આવવાની સંભાવના છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment