વ્રતમાં શા માટે ખાવામાં આવે છે સિંધાલુણ, જાણી લો તેના વિશે આ જરૂરી વાત.

નમક આપણા હેલ્દી ડાયટનો એક ખુબ જ જરૂરી ભાગ છે. નમક વગર ભોજનમાં સ્વાદ તો નથી આવતો પરંતુ પાચન ક્રિયામાં પણ કંટ્રોલ નથી રહેતો. હાલ આપણે ત્યાં નવરાત્રી ચાલી રહી છે. તો નવરાત્રીમાં લોકો માતાજીના અનુષ્ઠાન અને વ્રત પણ કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે, વ્રત દરમિયાન ભોજનમાં સિંધાલુણનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે, સિંધાલુણનું સેવન સામાન્ય નમક કરતા સેહત માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ખરેખર તેની પાછળ પારંપરિક અથવા ધાર્મિક કારણ નહિ, પરંતુ સિંધાલુણ હેલ્થ માટે ખુબ જ સારું હોય છે. સિંધાલુણનો ઉપયોગ તમે વ્રતના દિવસો સિવાય સામાન્ય દિવસોમાં પણ કરી શકાય છે. તો આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

વ્રતમાં શા માટે ખાવું જોઈએ સિંધાલુણ : શુદ્ધ રહેવા માટે વ્રત દરમિયાન સિંધાલુણ ખાવામાં આવે છે. તે સાથે જ વ્રતના સમયે શરીરને વધુ પોષણની જરૂર હોય છે. એટલા માટે વ્રત દરમિયાન સિંધાલુણ ખાવામાં આવે છે. સિંધાલુણ શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. નમકની ઉણપથી મસલ્સના ખેંચાણથી આયોડિનની ઉણપ થઈ શકે છે. સીધાલુંણ તેના ઠંડા ગુણોના કારણે ઓળખવામાં આવે છે. તે આંખો માટે પણ ખુબ સારું હોય છે. તેમાં આયરન, જિંક, મેગ્નેશિયમ વગેરે કેટલાક અન્ય મિનરલ પણ રહેલા હોય છે.

તે સાથે જ તેમાં સોડિયમ અને પોટેશિયમની માત્રા ખુબ પ્રમાણમાં રહેલી હોય છે તે શરીરમાં ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ બનાવી રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી વર્ષમાં બે વાર એવા સમય પર આવે છે, જ્યારે વાતાવરણમાં બદલાવ થાય છે. તે દરમિયાન શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર થવાના કારણે લોકો બીમારીઓની ચપેટમાં પણ આવી જાય છે. આ સમયે વ્રત રાખવાથી શરીર મજબુત બને છે.

વજન અને તણાવ પણ ઓછો કરે છે : સિંધાલુણનું સેવન વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે. સિંધાલુણ શરીરમાંથી ફેટ સેલ્સને હટાવવામાં પણ મદદ કરે છે અને ખાવાની ક્રેવિંગને પણ કંટ્રોલમાં રાખે છે. સિંધાલુણ શરીર દ્વારા મિનરલને બહેતર અવશોષણમાં મદદ કરે છે. આ સિવાય, તે શરીરમાં પીએચ લેવલને બનાવી રાખવામાં પણ મદદ કરે છે. આ સિવાય સિંધાલુણને ડાયટમાં શામિલ કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખે છે અને શરીરમાંથી ટોક્સીનને બહાર કાઢવામાં મદદ મળે છે. સિંધાલુણ શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું બેલેન્સ બનાવી રાખવામાં પણ મદદ કરે છે, જે તણાવ તેમજ સ્ટ્રેસથી લડવામાં મદદ કરે છે.

પાચનતંત્ર અને ઇમ્યુનિટી સિસ્ટમ મજબુત બને છે : મીઠું પાચનતંત્ર માટે ખુબ જ સારું માનવામાં આવે છે અને તે ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબુત કરે છે. તે ખાવાથી જરૂરી પોષકતત્વો અને મિનરલને અવશોષિત કરવામાં મદદ કરે છે. બોડીમાં ઇલેક્ટ્રોલાઈટ્સને જાળવી રાખે છે તેનાથી વ્રત દરમિયાન એનર્જી બની રહી છે. સિંધાલુણમાં આયોડીનની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. એટલા માટે તે હાઈ બ્લડપ્રેશર અને આંખોની સમસ્યાને દુર રાખે છે. તેમાં કોઈ પણ કેમિકલ નથી હોતું.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment