99% લોકો નથી જાણતા આંખ ફરકવાનું સાચું કારણ, આપે છે શરીરના ગંભીર સંકેતો.

મિત્રો તમે ઘણા વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે જો આંખ ફડકે તો તેનાથી શુભ અને અશુભ એવું બનતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, આ ખરેખર સાચું છે કે ખોટું ? એમ કહેવાય છે કે, આંખનું ફરકવું એ તમારા જીવન પર અસર કરે છે. તેમજ તમારા કાર્યો પર પણ તેનો પ્રભાવ પડે છે. ચાલો તો આ વિશે વિગતે જાણી લઈએ.

આંખોનું ફરકવું જો કે એક અંધવિશ્વાસ સાથે જોડવામાં આવે છે. વધારે લોકો તેને અશુભ માને છે. પરંતુ શું હકીકતમા એવું થાય છે ? પરંતુ આંખોનું ફરકવું એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલુ હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં માંસપેશીઓનું ફરકવું સામાન્ય વાત છે. જ્યારે માંસપેશિયોમાં સંકોચન હોય છે. તો તે ફરકવા લાગે છે.

આપણી માંસપેશિઓ ફાઈબરથી બનેલી હોય છે. જેને તાંત્રિકા નિયંત્રિત કરે છે. તંત્રિકાઓને નુકશાન પહોંચવાથી માંસપેશિયો ફરકવા લાગે છે. વધારે કેસોમાં માંસપેશિઓનું ફરકવું કોઈ ચિંતાનું કારણ નથી. પરંતુ તે ક્યારેક ગંભીર પણ સાબિત થઈ શકે છે અને આવી સ્થિતિમાં તમારે ડોક્ટરને બતાવું જોઈએ.

આંખોનું ફરકવું શું છે : આંખોની માંસપેશિઓ જ્યારે અકડાઈ જાય છે ત્યારે તે ફરકવા લાગે છે. આ એંઠન અથવા  ખેંચાણ ઉપર અને નીચે બંને પાંપણમા થાય છે. અમુક લોકોમાં આ ખુબ સામાન્ય હોય છે. પરંતુ કોઈ લોકોની આંખો એવી જોર-જોરથી ફરકવા લાગે છે કે, એમને દેખાતું બંધ થઈ જાય છે. આવી સ્થિતિને બ્લેફેરોસ્પાજ્મ કહે છે.

આંખોનું ફરકવું કોઈ સેકેંડથી લઈને એક અથવા બે મિનિટ સુધી રહે છે. આ કેટલાક દિવસો સુધી પણ રહી શકે છે. અને એવું પણ થઈ શકે છે કે, તમને કેટલાક મહિના સુધી અનુભવ પણ ન થાય. આંખોનું ફરકવાથી કોઈ દુઃખાવો નથી થતો અને જાતે જ સારું થઈ જાય છે. પરંતુ કોઈ વાર આ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ થઈ શકે છે.

કેમ ફરકે છે આંખો : ક્યારેક-ક્યારેક આંખો કોઈ કારણ વગર પણ ફરકી શકે છે. પરંતુ ક્યારેક-ક્યારેક તેનું કારણ પણ હોય શકે છે. જેમ કે આંખોમાં ખંજવાળ આવવી, આંખો ઉપર દબાણ પડવું, થાક, ઊંઘ પૂરી ન થવી, શારીરિક દબાણ, તણાવ, કોઈ દવાનું સાઈડ ઇફેક્ટ, તંબાકુ, કેફિન અથવા દારૂનું વધુ સેવન. આંખોનું ડ્રાય થવું, પાંપણમાં સુજન અને કંજક્તિવાઈટિસ થવાથી આંખોનું ફરકવું વધારે તકલીફ આપે છે.

આંખોના ફરકવાથી શું થઈ શકે છે : જો તમને વધારે પ્રમાણમાં આંખોના ફરકવાની સમસ્યા થતી  હોય તો તેના લીધે તમારી આંખો કમજોર થઈ શકે છે. અને તમને જોવામાં સમસ્યા થઈ શકે છે. કોઈ અસામાન્ય કેસમાં આ બ્રેન અને ન્યૂરોલોજિકલ ડિસઓડરથી જોડાયેલી બિમારીનું સંકેત પણ હોય શકે છે. આ કેસમાં આંખોનું ફરકવું કોઈ બીજા લક્ષણો સાથે સામે આવી શકે છે. તેના સિવાય આ ફેસિયલ પલ્સીથી જોડાયેલુ હોય શકે છે. ફેસિયલ પલ્સીમાં મોંની એક બાજુ લકવો થઈ જાય છે. આંખોનું  ફરકવાથી ડિસ્ટોનિયા, મલ્ટિપલ સ્કેલેરોસિસ , પાર્કિસન ડિજિટલ અને ટોરેટ સિન્ડ્રોમ જેવી નર્વસ સિસ્ટમથી જોડાયેલી બીમારી પણ થઈ શકે છે.

ડોક્ટરને ક્યારે બતાવું : આંખોનું ફરકવું કોઈ ગંભીર સ્થિતિ નથી અને સામાન્ય રીતે તેની માટે ડોક્ટર પાસે જવાની જરૂરત નથી પડતી પરંતુ તમારે કંઈ સ્થિતિમાં ડોક્ટરને બતાવું જોઈએ. જેમ કે તમારી આંખો જોર-જોરથી ફરકે છે અને લાલ થઈ રહી હોય, સોજા કે પાણી પડવાની  સમસ્યા થતી હોય, ઉપરની પાંપણ લટકવા લાગે, આંખોનું ફરકવાથી આંખ આખી રીતે બંધ થઈ જાય, અને આંખોના ફરકવાની અસર મોઢાના અન્ય ભાગમાં પણ પડતી હોય અને આ સમસ્યા તમને લાંબા સમય સુધી થતી હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આંખોના ફડકવાનું કેવી રીતે કરવું ઈલાજ : સામાન્ય રીતે આંખોનું ફરકવું એની જાતે સારું થઈ જાય છે. પરંતુ જો સારું થતું ન હોય તો તમારે તમારી લાઈફસ્ટાઇલમાં કોઈ બદલાવ લાવવો જોઈએ. કેફિનનું સેવન ઓછું કરવું જોઈએ, પૂરી ઊંઘ લેવી જોઈએ, આંખોના ફરકવાથી ગરમ પાણીનું શેક કરવું જોઈએ, તણાવમાં ન રહેવું. ગંભીર કેસોમાં આંખોની માંસપેશિઓની સર્જરી કરીને સારું કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, તેની વિશેષ જાણકારી માટે કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment