આપણે કેટલીક જડીબુટ્ટીઓનું નામ સંભાળ્યું જ હશે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ થતો હોય છે. કેટલીક એવી જડીબુટ્ટીઓ હોય છે જે બજારમાંથી ખુબ જ સહેલાઈથી મળી જતી હોય છે, તેમમાંથી કેટલીક તો ચૂર્ણ અથવા તો પાવડરના રૂપમાં આપણને મળી જતી હોય છે, જેમાં કેટલીક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરેલો હોય છે. ત્રિફળા પણ એક એવું જ ચૂર્ણ છે. તો ચાલો જાણીએ તેના વિશે વધુમાં.
ત્રિફળાનું ચૂર્ણ તમને બજારમાંથી ખુબ જ સહેલાઈથી મળી જશે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જો તમે ચાહો તો તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. આંબળા, બહેડા અને હરડેના મિશ્રણથી તેને બનાવી શકાય છે. અને તમે આ ચૂર્ણનું દરરોજ સેવન કરી શકો છો. જો તમે આ ચૂર્ણને ફાકી ભરીને ખાય શકતા નથી, તો તમે તેનું પાણી પણ પિય શકો છો. તેનું સેવન કરવાથી તમને એક નહિ પણ અનેક ફાયદાઓ થશે.ડોક્ટરનું કહેવું છે કે, ‘ત્રિફળા’ નો ઉપયોગ હમણાંથી જ નહિ, પરંતુ પ્રાચીનકાળથી સ્વાસ્થ્યના સુધારા માટે અને કેટલીક બીમારીથી બચવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી થાય છે. પહેલા આપણે જાણીએ લઈએ ત્રિફળાનું ચૂર્ણ બનાવવાની સરળ રીત.
સામગ્રી : 1 નાની ચમચી – ત્રિફળાનો પાવડર, 1 નાની ચમચી – લીંબુનો રસ, 1 મોટી ચમચી – મધ અને 1 ગ્લાસ હૂંફાળુ – પાણી.
વિધી : પાણીને હુંફાળુ ગરમ કરો, હવે તેમાં ત્રિફળાનો પાવડર, લીંબુ અને મધને મિશ્ર કરો, આ પાણીને ધીમે ધીમે ફૂંક મારીને પીય લો. તો ચાલો જાણીએ આ પાણી પીવાના ફાયદા.વેટલોસ કરવા ત્રિફળાનું પાણી : ત્રિફળાનું પાણી પીવાથી તમારા શરીરમાં મેટાબોલિક રેટમાં સુધારો થાય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં તમે ત્રિફળાના પાણીનું દિવસમાં 2 થી 3 વાર પણ સેવન કરી શકો છો, પરંતુ ગરમીની ઋતુમાં આ ત્રિફળાના પાણીને એકવાર જ પીવું જોઈએ, કારણ કે ત્રિફળાની તાસીર ગરમ હોય છે.
ત્રિફળાનું પાણી અને ઇમ્યુનિટી : જો તમારે પણ ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરવો છે તો તમે ત્રિફળાના પાણીનું દરરોજ સેવન કરો. કારણ કે તેમાં ઇમ્યુનિટી બુસ્ટિંગ ગુણ હોય છે. જો તમને કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે, અને જો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો છો, તો તમારું સ્વાસ્થ્ય સારું થઈ જશે. મોસમી માંદગી અને જો તમને ચક્કર પણ આવતા હોય તો પણ તમે ત્રિફળાના પાણીનું સેવન કરી શકો છો.આંખોના સ્વાસ્થ્ય માટે ત્રિફળાનું પાણી : જો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો છો, તો તમને કેટલાક લાભો થઈ શકે છે. તેનું સેવન કરવાથી તમારા શરીરના અંગોને પણ કેટલાક ફાયદાઓ થાય છે, પરંતુ સૌથી વધારે ફાયદો તો આંખોને મળે છે. તેને આઈ ટોનિક પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આંખની પૂતળીમાં રહેલા ગ્લુટાથિઓનને વધારે છે, તે આંખોનો પ્રકાશ વધારે છે અને મોતિયાના જોખમને ટાળે છે.
ત્વચા માટે ત્રિફળાનું પાણી : ત્રિફળામાં હિલિંગ પ્રોપર્ટીઝ હોય છે. જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા લાગ્યો છે, તો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો, તેનાથી તમારો ઘા જલ્દી રૂઝાય જશે. ત્રિફળાના પાણીનું તમે નિયમિત રૂપથી જો સેવન કરશો તો તમારા શરીરને જે પણ પોષણ મળવાનું હશે તે મળી જશે અને તે તમારી ત્વચાને પણ ચમકાવશે. આ સિવાય તમને જો શરીરમાં ખંજવાળ આવતી હોય કે પછી બળતરા થતી હોય તો તે પણ દૂર કરે છે, તેથી તમારે ત્રિફળાના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ.પેટ : ત્રિફળાના પાણીને જો દરરોજ ખાલી પેટે લેવામાં આવે તો પાચનતંત્ર મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી. ત્રિફળાનું પાણીનું દરરોજ સેવન કરવાથી સૌથી સારો ફાયદો એ છે કે, આ શરીરમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થોને બહાર કરે છે, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલું જ નહીં, પરંતુ તેનું સેવન કરવાથી ઉંમર વધવાથી જે શરીરમાં હોર્મોનલ ચેંજિસની સમસ્યા થાય છે, તેમાં પણ રાહત મળે છે.
ક્યારે ન પીવું જોઈએ ત્રિફળાનું પાણી : જો તમે પ્રેગ્નેન્ટ છો તો તમારે આ પાણીનું સેવન ન કરવું જોઈએ. જે પણ લોકોને લીવર સંબંધી સમસ્યા છે, તે લોકોએ પણ ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે વધારે માત્રામાં ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ. આમ તમે ત્રિફળાનું પાણીનું સેવન પોતાના સ્વાસ્થ્યને સારું કરવા માટે કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Dont forget, this is read only article. You cannot print in any way. Well done GD.